1. Home
  2. Tag "narmada canal"

સુરેન્દ્રનગર જિલ્લામાં આગોતરા પાકને બચાવવા નર્મદા કેનાલ દ્વારા સિચાઈનું પાણી અપાશે,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક સુક્કો અને વેરાન ગણાતો હતો. પણ કેટલાક વર્ષોથી નર્મદા કેનાલનો લાભ મળતા જિલ્લો હરિયાળો બનતો જાય છે. નર્મદા યોજનાને કારણે કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. જિલ્લાના મહેનતુ ખેડુતો હવે ત્રણે ય સીઝનમાં પાક લઈ રહ્યા છે. હાલ ચોમાસાની સીઝનના પ્રારંભ પહેલા જ ઘણાબધા ખેડુતોએ આગોતરૂ વાવેતર કરી દીધુ છે. ત્યારે સિંચાઈ […]

અમદાવાદના બે યુવાનો નર્મદા કેનાલ પર સેલ્ફી લેવા જતા કેનાલમાં ખાબક્યા,

અમદાવાદઃ કડીના બોરીસણા ગામની સીમમાં પસાર થતી નર્મદા કેનાલ પર ફરવા માટે આવેલા અમદાવાદના બે યુવાનો કેનાલના કાંઠે ઊભા રહીને સેલ્ફી લેતા હતા, ત્યારે એક યુવાનનો પગ લપસતા તે કેનાલમાં ખાબક્યો હતો. દરમિયાન તેને બચાવવા જતાં બીજો યુવાન પર કેનાલમાં પડ્યો હતો. બન્ને યુવાનો કેનાલના ધસમસતા પાણીમાં તણાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના […]

અડાલજ નજીક નર્મદા કેનાલમાં ગાય ખાબકી, ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું

ગાંધીનગરઃ અડાલજ નજીકથી પાસર થતી નર્મદા કેનાલમાં પાણી પાવી માટે એક ગાય ઉતરી હતી. અને કેનાલની દીવાલના ઢાળમાં પગ લપસતા ગાય કેનાલમાં ખાબકી હતી. અને ડુબવા લાગી હતી. પાણીમાંથી બહાર નિકળીવા માટે તરફડિયા મારતી હતી. દરમિયાન કોઈ રાહદારીએ આ દ્રશ્ય જોઈને ગાંધીનગરની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કેનાલ પર દોડી […]

કચ્છમાં માંડવીના નાની ખાખર પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ભૂજઃ નર્મદા યોજનાથી કચ્છને સારોએવો લાભ મળ્યો છે. નર્મદાના કેનાલ દ્વારા સિંચાઈ માટે પણ સુવિધા આપવામાં આવી છે. નર્મદા કેનાલમાં ગાબડાં પડવાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે. ત્યારે માંડવી તાલુકાના નાની ખાખર અને મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતાં લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ભર ઉનાળે […]

બનાસકાંઠાના થરાદ વાવ સુઈગામ કમાન્ડની નર્મદા કેનાલમાં પાણી ચાલુ રાખવા રજુઆત

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ, વાવ, અને સુઈગામના કમાન્ડ એરિયામાં નર્મદા કેનાલમાં પાણી 30મી એપ્રિલ સુધી ચાલુ રાખવા ખેડુતોએ માગ કરી છે. અને આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે. કે, વાવ થરાદ સુઈગામ વિસ્તારના કમાન્ડ  વિસ્તારના ખેડૂતોએ પશુઓ માટે ઘાસચારો વાવેલો છે. જે હજુ એક મહિનો પાણી મળી રહે તો પશુઓને નિભાવામાં […]

કલોલ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 5 ડુબ્યાં, એકને બચાવી લેવાયો, 4 વ્યક્તિઓ હજુ લાપત્તા

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ તાલુકાના ઉનાલી ગામ નજીક સાણંદ જવાના રોડ ઉપર નર્મદા કેનાલમાં નહાવા પડેલા કુલ પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં એક વ્યક્તિને ફાયરના જવાનોએ બહાર કાઢીને બચાવી લીધો હતો. જ્યારે ચાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ લોકો ડૂબ્યા હતા, જેમાં હાલમાં બે પુરુષ અને બે સ્ત્રીની શોધખોળ […]

ખારાઘોડાના રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા મીઠાના અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડાના રણ વિસ્તારમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. નર્મદાના કેનાલના પાણી રણ વિસ્તારમાં ફરી વળતા હાલ સરોવર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખારાઘોડાના રણમાં દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી, સોની સહકારી, કૃષ્ણા સહકારી, રામ સહકારી, દસાડા હરિજન સહકારી, ડી.વી.એસ.સહકારી, અંબિકા સહકારીમાં મળીને […]

મુન્દ્રાના ભુજપર ગામ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 4 કિશોરો ડુબ્યા, બેના મૃતદેહો મળ્યા

ભૂજઃ રાજ્યમાં નદી, તળાવો. ડેમ અને કેનાલો તેમજ બીચ પર નહાવા માટે જતાં લોકોના ડૂબી જવાના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવ મુદ્રા નજીક નર્મદા કેનાલમાં નહાવા માટે પડેલા ચાર કિશોરો ડૂબી જવાનો બનાવ બન્યો છે. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી ગયા હતા. અને પોલીસને જાણ કરાતા તરવૈયાની મદદથી કિશોરોની શોધખોળ હાથ […]

નર્મદાની કેનાલમાં આજથી મરામરના કામો શરૂ કરાતા થરાદ નગરપાલિકાને પાણી નહીં મળે

પાલનપુરઃ બનાસકાંઠામાં પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડાં પડવાના બનાવો બનતા હોય છે. તેના લીધે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થતું હોય છે. આથી નર્મદા કેનાલની મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. કેનાલમાં પાણી બંધ કરીને જ્યાં જ્યાં કેનાલની દીવાલો ક્ષતિગ્રસ્ત જણાશે, ત્યારે રિપેરિંગ કરવામાં આવશે. કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા થરાદ નગરપાલિકાને પાણી […]

વલ્લભીપુર તાલુકામાં નર્મદા કેનાલના રિપેરિંગ માટે કરોડો ફાળવાયા, કામ શરૂ કરવાનું મૂહુર્ત મળતું નથી

ભાવનગરઃ  જિલ્લાના વલ્લભીપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ જર્જરિત બની ગઈ છે. આ કેનાલના રિપેરીંગ કામ માટે ગુજરાત સરકારે રૂપિયા 22 કરોડની રકમ મંજુર કરી હોવા છતાં કોઇપણ કારણસર મરામતનું કામ હાથ ધરવાની કાર્યવાહીમાં વિલંબ થઇ રહ્યો છે. તાલુકાના મોટાભાગના ગામડાઓમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. જે હાલ અમુક ગામડાઓમાં ખેડુતોને પિયત માટે ઉપયોગી બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code