ગંભીર બીમારીઓથી બચવા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરીઃ રાજ્યપાલ
રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો, 685લોકો દ્વારા સામૂહિક ધૂપ સ્નાન, ફેસ મડ પેક, વૃક્ષાસનને IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન 18નવેમ્બર સુધી દેશભરમાં યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાના કાર્યક્રમો થકી કરાશે પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણી ગાંધીનગરઃગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં નેચરોપેથી -પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ ‘નેચરોપથી ડે’ અને ‘પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વ’ના કટ આઉટનું અનાવરણ કર્યું હતું. પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વની ઉજવણી અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે 685 લોકોએ એકસાથે વૃક્ષાસન કરી, ચેહરા પર ફેસ મડ પેક કરીને […]


