મિસાઈલ ફાયર કરવા સક્ષમ 24 એમએચ-60 રોમિયો સી હૉક હેલિકોપ્ટર ભારતને મળશે
અમેરિકાએ 2.4 અબજ ડોલરની અંદાજીત કિંમત પર ભારતને 24 બહુઉપયોગી એમએચ-60 રોમિયો સી હોક હેલિકોપ્ટરના વેચાણને મંજૂરી આપી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આના સંદર્ભે જાણકારી આપી છે. ભારતને ગત એક દશકથી વધારે સમયથી આ હંટર હેલિકોપ્ટરની જરૂરિયાત હતી. લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત આ હેલિકોપ્ટર સબમરીનો અને યુદ્ધજહાજો પર અચૂક નિશાન સાધવાની ક્ષમતા ધરાવે છે. […]


