1. Home
  2. ગુજરાતી
  3. મિસાઈલ ફાયર કરવા સક્ષમ 24 એમએચ-60 રોમિયો સી હૉક હેલિકોપ્ટર ભારતને મળશે
મિસાઈલ ફાયર કરવા સક્ષમ 24 એમએચ-60 રોમિયો સી હૉક હેલિકોપ્ટર ભારતને મળશે

મિસાઈલ ફાયર કરવા સક્ષમ 24 એમએચ-60 રોમિયો સી હૉક હેલિકોપ્ટર ભારતને મળશે

0
Social Share

અમેરિકાએ 2.4 અબજ ડોલરની અંદાજીત કિંમત પર ભારતને 24 બહુઉપયોગી એમએચ-60 રોમિયો સી હોક હેલિકોપ્ટરના વેચાણને મંજૂરી આપી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આના સંદર્ભે જાણકારી આપી છે. ભારતને ગત એક દશકથી વધારે સમયથી આ હંટર હેલિકોપ્ટરની જરૂરિયાત હતી. લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત આ હેલિકોપ્ટર સબમરીનો અને યુદ્ધજહાજો પર અચૂક નિશાન સાધવાની ક્ષમતા ધરાવે છે. આ હેલિકોપ્ટર સમુદ્રમાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં પણ ઉપયોગી છે. અમેરિકાના ટ્રમ્પ વહીવટી તંત્રે મંગળવારે કોંગ્રેસમાં જણાવ્યું છે કે તેમણે 2 એમએચ-60 આર બહુઉપયોગી હેલિકોપ્ટરના વેચાણને મંજૂરી આપી દીધી છે.

આ હેલિકોપ્ટર ભારતીય સંરક્ષણ દળોને સપાટી વિરોધી અને સબમરીન વિરોધી યુદ્ધમિશનોને સફળતાપૂર્વક પાર પાડવાની ક્ષમતા આપશે. અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નોટિફિકેસનમાં અમેરિકન કોંગ્રેસને જણાવ્યુ છે કે આ પ્રસ્તાવિત વેચાણની મદદથી ભારત અને અમેરિકાના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ મળશે. તેમણે કહ્યુ છે કે આ હેલિકોપ્ટરોની અંદાજીત કિંમત 2.4 અબજ ડોલરની હશે. આ વેચાણથી આ મોટા સંરક્ષણ ભાગીદારની સુરક્ષા સ્થિતિ સુધરશે જે હિંદ-પેસિફિક અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં રાજકીય સ્થિરતા, શાંતિ અને આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ પરિબળ રહ્યો છે.

નોટિફિકેશન પ્રમાણે આ વધેલી ક્ષમતાથી પ્રાદેશિક ખતરાઓનો સામનો કરવામાં ભારતને મદદ મળશે અને તેની ગૃહ સુરક્ષા મજબૂત થશે. ભારતને આ હેલિકોપ્ટરોને પોતાના સશસ્ત્રદળોમાં સામેલ કરવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. તેમા કહેવામાં આવ્યું છે કે આ પ્રસ્તાવિત વેચાણથી ક્ષેત્રમાં મૂળ સૈન્ય સંતુલન પણ બગડશે નહીં.

આ હેલિકોપ્ટરોને દુનિયાના સૌથી વધારે આધુનિક સમુદ્રી હેલિકોપ્ટર માનવામાં આવે છે. આ હેલિકોપ્ટરો ભારતીય નૌસેનાની મારક ક્ષમતાઓમાં વધારો કરશે. વિશેષજ્ઞો પ્રમાણે, હિંદ મહાસાગરમાં ચીનના આક્રમક વ્યવહારને કારણે ભારત માટે આ હેલિકોપ્ટરો જરૂરી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code