1. Home
  2. Tag "nda"

વકફ બિલઃ જેસીપીમાં એનડીએના પ્રસ્તાવિત તમામ સુધારાઓ સ્વિકારાયાં

નવી દિલ્હીઃ વકફ બિલને લઈને બનાવવામાં આવેલી સંસદની સંયુક્ત સમિતિની બેઠક (જેસીપી)માં નક્કી થયું છે કે, લોકસભામાં રજુ થયેલા વકફ બિલ હવે નવા સ્વરૂપમાં ફરીથી લાવવામાં આવશે. જેપીસીએ સોમવારે એનડીએના સભ્યોના પ્રસ્તાવિત તમામ સુધારા સ્વીકારવામાં આવ્યા હતા, પરંતુ વિપક્ષી સાંસદો દ્વારા રજૂ કરાયેલા દરેક સુધારાને નકારી કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જેપીસી સમક્ષ વિપક્ષ […]

લાલુ યાદવે બિહારની નીતિશકુમાર અને એનડીએ સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

પટણાઃ દેશભરમાં લોકો નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે તો બીજી તરફ આ બહાને રાજકીય પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. બિહારમાં વર્ષ 2025માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે સરકારને પલટવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષના પહેલા દિવસે (બુધવાર) લાલુ યાદવે પોતાના X એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો […]

દિલ્હી ચૂંટણીઃ NCP (અજીત પવાર)એ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન અજીત પવારની એનસીપીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉતાર્યાં છે. તેમજ 11 ઉમેદવારોને ટીકીટ ફાળવી છે. એનસીપી (અજીત પવાર)એ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. જો કે, દિલ્હીમાં એનસીપી(અજીત પવાર) અને ભાજપા વચ્ચે હજુ સુધી કોઈ ગઠબંધન […]

લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષનો હંગામો, સંભાલ સહિતના મુદ્દા ઉઠાવ્યાં

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે સવારે 11 વાગ્યે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. આ દરમિયાન વિપક્ષના હોબાળાને કારણે બુધવારે લોકસભાની કાર્યવાહી શરૂ થયાની થોડીવારમાં જ સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના સભ્યો પોતપોતાની જગ્યાએ ઉભા થઈ ગયા અને કેટલાક મુદ્દા ઉઠાવીને હંગામો મચાવ્યો હતો. કેટલાક […]

2015થી શરૂ થયો હતો બંધારણ દિવસ, આ વખતે 10મો બંધારણ દિવસ

વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે ભારત. આજે ભારતનો 10મો બંધારણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર 26 નવેમ્બર, 2015 ના રોજ બંધારણ દિવસની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે આપણે 26 જાન્યુઆરીએ ભારતીય બંધારણના અમલીકરણની વર્ષગાંઠને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ પરંતુ આપણું બંધારણ 26 નવેમ્બરે અપનાવવામાં આવ્યું હતું. ઈતિહાસના પાના વચ્ચે […]

મહાયુતિના નેતાઓ સાથે મળીને આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવાશેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ જીત તરફ આગળ વધી રહી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે, મહાયુતિની ત્રણેય પાર્ટીઓ સાથે મળીને નવા સીએમ અંગે નિર્ણય લેશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો ઉપર એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. મહારાષ્ટ્રમાં લગભગ 60 […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ઈન્ડી ગઠબંધન બહુમત તરફ આગળ

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ આજે સવારે મતગણતરી શરૂ થઈ હતી. હાલની સ્થિતિએ ઈન્ડી ગઠબંધન બહુમત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ભાજપા બહુમતથી હજુ દૂર છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, જેએમએમ, રાજદ અને સીપીઆઈએ ઈન્ડી ગઠબંધન હેઠળ ઝંપલાવ્યું હતું. 81 બેઠકોવાળી વિધાનસભામાં બે તબક્કામાં મતદાન યોજાયું હતું. આજે સવારથી […]

સંસદમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી BJP-NDAની મુશ્કેલીઓ વધારશેઃ સચિન પાયલટ

નવી દિલ્હીઃ વાયનાડ લોકસભા બેઠક ઉપર પેટાચૂંટણીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની જીતની ભવિષ્યવાણી કરતા કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, સંસદમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી હોવાથી ભાજપા અને એનડીએની રાતની ઉંઘ ઉડી જશે. ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા સચિન પાયલટે જણાવ્યું હતું કે, અમે વાયનાડમાં […]

મહારાષ્ટ્રમાં 60 ટકા જેટલુ અને ઝારખંડમાં 70 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે સવારે 7 કલાકે મતદાન શરૂ થયું હતું અને સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું. મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધી 58 ટકા અને ઝારખંડમાં 68 ટકા જેટલુ મતદાન થયું હતું. સાંજે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી એકંદરે મહારાષ્ટ્રમાં 60થી 65 ટકા અને ઝારખંડમાં 70થી 75 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ નવાબ મલિક મામલે NDAમાં નારાજગી, ભાજપાએ પ્રચાર નહીં કરવાનો કર્યો નિર્ણય

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની ઉમેદવારીથી રાજ્યના રાજકારણમાં નવો વિવાદ શરૂ થયો છે. ભાજપના તમામ વિરોધ છતાં, નવાબ મલિકે મુંબઈના માનખુર્દ-શિવાજી નગર વિધાનસભા મતવિસ્તારમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. અજિત પવારની એનસીપી ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથેના મહાગઠબંધનમાં સામેલ છે. ભાજપાએ નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code