1. Home
  2. Tag "nda"

બિહારમાં ફિર એક બાર..! નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ એનડીએ જોડાણે મહાગઠબંધનને પાછળ છોડ્યું

પટણા, 14 નવેમ્બર, 2025ઃ NDA alliance under the leadership of Nitish Kumar way ahead in Bihar  બિહાર વિધાનસભા ચૂંટણીમાં વધુ એક વખત એનડીએ જોડાણ જીત તરફ આગળ વધી રહ્યું હોય એવું જણાય છે. સવારે 11 વાગ્યા સુધીની મતગણતરીના ટ્રેન્ડમાં એનડીએ જોડાણ 190 કરતાં વધુ બેઠકો ઉપર આગળ હોવાનું જાણવા મળે છે. જ્યારે આરજેડી-કોંગ્રેસ સહિત પક્ષોના […]

બિહારમાં પ્રારંભિક મતગણતરીમાં NDA અને મહાગઠબંધન વચ્ચે કટોકટ લડાઈ

પોસ્ટલ મતોની ગણતરીમાં બંને જૂથ વચ્ચે તફાવતનો ગાળો નહિવત સમાચાર ચેનલોની વિચારધારા પ્રમાણે રૂઝાનના આંકડામાં તફાવત પટણા, 14 નવેમ્બર, 2025: counting of votes in Bihar બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થઈ ગઈ છે. ગણતરી શરૂ થયાના એક કલાક પછી, હાલ શુક્રવારે સવારે નવ (9) વાગ્યે મતગણતરીના રૂઝાન કોઈ એક તરફી હોય […]

બિહાર વિધાનસભા ચૂંટણી: NDA ના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ યથાવત્

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ હજુ પણ ચાલુ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) દ્વારા બેઠકોના સન્માનજનક હિસ્સાની માંગણીને પગલે NDAમાં, દરેક ઘટક પક્ષ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે અનિશ્ચિતતા રહેલી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ LJP (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી […]

સંસદનું 21 જુલાઈથી શરૂ થશે ચોમાસુ સત્ર, આ સત્ર તોફાની રહેવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આ ચોમાસુ સત્રમાં સરકાર આઠ નવા બિલ રજૂ કરશે. આમાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સંબંધિત બિલનો સમાવેશ થાય છે. સરકાર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાનું વિચારી રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારનો આ પૂર્વોત્તર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાની કોઈ યોજના નથી. મણિપુરમાં 13 ફેબ્રુઆરીએ […]

વકફ બિલઃ જેસીપીમાં એનડીએના પ્રસ્તાવિત તમામ સુધારાઓ સ્વિકારાયાં

નવી દિલ્હીઃ વકફ બિલને લઈને બનાવવામાં આવેલી સંસદની સંયુક્ત સમિતિની બેઠક (જેસીપી)માં નક્કી થયું છે કે, લોકસભામાં રજુ થયેલા વકફ બિલ હવે નવા સ્વરૂપમાં ફરીથી લાવવામાં આવશે. જેપીસીએ સોમવારે એનડીએના સભ્યોના પ્રસ્તાવિત તમામ સુધારા સ્વીકારવામાં આવ્યા હતા, પરંતુ વિપક્ષી સાંસદો દ્વારા રજૂ કરાયેલા દરેક સુધારાને નકારી કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જેપીસી સમક્ષ વિપક્ષ […]

લાલુ યાદવે બિહારની નીતિશકુમાર અને એનડીએ સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

પટણાઃ દેશભરમાં લોકો નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે તો બીજી તરફ આ બહાને રાજકીય પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. બિહારમાં વર્ષ 2025માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે સરકારને પલટવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષના પહેલા દિવસે (બુધવાર) લાલુ યાદવે પોતાના X એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો […]

દિલ્હી ચૂંટણીઃ NCP (અજીત પવાર)એ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન અજીત પવારની એનસીપીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉતાર્યાં છે. તેમજ 11 ઉમેદવારોને ટીકીટ ફાળવી છે. એનસીપી (અજીત પવાર)એ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. જો કે, દિલ્હીમાં એનસીપી(અજીત પવાર) અને ભાજપા વચ્ચે હજુ સુધી કોઈ ગઠબંધન […]

લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષનો હંગામો, સંભાલ સહિતના મુદ્દા ઉઠાવ્યાં

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે સવારે 11 વાગ્યે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. આ દરમિયાન વિપક્ષના હોબાળાને કારણે બુધવારે લોકસભાની કાર્યવાહી શરૂ થયાની થોડીવારમાં જ સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના સભ્યો પોતપોતાની જગ્યાએ ઉભા થઈ ગયા અને કેટલાક મુદ્દા ઉઠાવીને હંગામો મચાવ્યો હતો. કેટલાક […]

2015થી શરૂ થયો હતો બંધારણ દિવસ, આ વખતે 10મો બંધારણ દિવસ

વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે ભારત. આજે ભારતનો 10મો બંધારણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર 26 નવેમ્બર, 2015 ના રોજ બંધારણ દિવસની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે આપણે 26 જાન્યુઆરીએ ભારતીય બંધારણના અમલીકરણની વર્ષગાંઠને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ પરંતુ આપણું બંધારણ 26 નવેમ્બરે અપનાવવામાં આવ્યું હતું. ઈતિહાસના પાના વચ્ચે […]

મહાયુતિના નેતાઓ સાથે મળીને આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવાશેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ જીત તરફ આગળ વધી રહી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે, મહાયુતિની ત્રણેય પાર્ટીઓ સાથે મળીને નવા સીએમ અંગે નિર્ણય લેશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો ઉપર એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. મહારાષ્ટ્રમાં લગભગ 60 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code