ગોલ્ડન બોય નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યો
મુંબઈ:ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવલિન થ્રો પ્લેયર નીરજ ચોપડાએ અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ધમાલ મચાવી દીધી છે. તે આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રથમ વખત ક્વોલિફાય થયો છે. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજે તેના પ્રથમ પ્રયાસમાં 88.39 મીટરની બરછી ફેંકીને પુરૂષોની સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.24 વર્ષના નીરજ ચોપડાની સાથે આ ચેમ્પિયનશિપમાં દુનિયાભરના 34 ભાલા […]