1. Home
  2. Tag "New Academic Session"

નવા શૈક્ષણિક સત્રથી શાળાઓને કાયમી શિક્ષકો નહીં મળે, જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરાશે

અમદાવાદઃ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી સામે તત્કાલિન સમયે ટેટ અને ટાટના ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી હતી. હવે જે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરવામાં આવી છે. તેમની મુદત પૂર્ણ થતાં કરાર ફરીવાર રિન્યું કરવાનો સરકારે નિર્ણય […]

ધો. 9 અને 10માં ગણિત, વિજ્ઞાન તેમજ ધો, 12 સાયન્સના પાઠ્ય પુસ્તકો બદલાશે

ગાંધીનગરઃ  એનસીઇઆરટી અનુસાર ગુજરાત બોર્ડના ધો.9, 10ના ગણિત- વિજ્ઞાન ઉપરાંત ધો.11-12ના વિજ્ઞાન પ્રવાહના તમામ પાઠ્ય-પુસ્તકો ઉપરાંત સામાન્ય પ્રવાહમાં પણ અમુક ભાષાના પાઠ્યપુસ્તકો આગામી નવા શૈક્ષણિક સત્રથી બદલાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકોમાં પણ કાપ મુકાયેલા કોર્સ સાથે નવા પુસ્તકોનું અમલીકરણ કરવામાં આવશે. કાપ મુકાયેલા નવા પાઠ્યપુસ્તકો 2023- 24ના નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવશે. […]

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1માં પ્રવેશ માટે વય મર્યાદામાં છૂટછાટ મળે તેવી શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1માં પ્રવેશ માટે બાળકોએ 6 વર્ષની ઉંમર પૂર્ણ હશે તેને જ પ્રવેશ અપાશે. આ નિર્ણ સામે વાલીઓમાં ભારે વિરોધ ઊઠ્યો છે. ત્યારે બાળકોના પ્રવેશ માટેની વય મર્યાદામાં સુધારો કરીને રાજ્ય સરકાર હવે આ નિયમમાં છૂટછાટ આપે એવી શક્યતા છે, ગયા ડિસેમ્બર મહિનામાં રાજ્યના શિક્ષણ વિભાગે જણાવ્યું હતું […]

નવા શૈક્ષણિક સત્રથી 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ-1માં પ્રવેશ અપાશે, સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ દેશમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પ્રવેશ આપી શકાશે. હવે તેનો અમલ ગુજરાતમાં પણ નવા શૈક્ષણિક સત્રથી કરી દેવાશે.આ અંગે પ્રવેશને લઈને સમસ્યા ઉભી ન થાય તેથી શિક્ષણ વિભાગ દ્વારા 2020માં જ આ અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જૂન-2023થી શરૂ થતાં […]

GTU દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ માતૃભાષામાં પણ ભણાવાશે

અમદાવાદઃ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ચાલુ વર્ષે નવા શૈક્ષણિક સત્રથી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાશે. ગુજરાતી ભાષામાં ઈજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાતા ગામડાંમાંથી આવતા વિદ્યાર્થીને ફાયદે થશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નવીનભાઈ શેઠે જણાવ્યું હતું કે, દેશની આઠ યુનિવર્સિટીઓની કોલેજોમાં માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાયો છે.જેમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો […]

ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી મધ્યાહન ભોજન અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને લીધે મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને ભોજન કે નાસ્તો આપવામાં આવતો નહતો. અથવા તો તૈયાર ફુડ પેકેટ આપવામાં આવતા હતા. હવે નવા શૈક્ષણિક સત્રથી તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવશે. નવા શૈક્ષણિક સત્ર વર્ષ-2022-23નો પ્રારંભ તારીખ 13મી, સોમવારથી થનાર છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહન […]

AICTEએ એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરતાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં 40 દિવસનો વિલંબ થશે

અમદાવાદઃ કોરોનાને લીધે રાબેતા મુજબના શૈક્ષણિક કેલેન્ડર પર માઠી અસર પડી છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા અગાઉ જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં અગત્યના ફેરફાર કરીને નવુ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નવા એકેડેમિક કેલેન્ડરના કારણે  નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં અંદાજે એકથી દોઢ માસ જેટલો વિલંબ થશે. અગાઉ જૂના કેલેન્ડર પ્રમાણે […]

નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાં અમદાવાદના પુસ્તક બજારમાં કાગડાં ઊડી રહ્યા છે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. શાળા-કોલેજોમાં હાલ ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થયો હોવા છતાં ઓનલાઈન શિક્ષણ હોવાથી વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યુ છે. એક સમયે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં આવેલા પુસ્તક બજારમાં નવા-જુના […]

રાજ્યમાં 7 જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશેઃ બ્રીજ કોર્ષ માટે શિક્ષકોને બાયસેગ દ્વારા ઓનલાઈન તાલીમ અપાશે

અમદાવાદઃ આગામી નવા શૈક્ષણિક સત્ર 2021 -22નો પ્રારંભ 7મી જુનથી થશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં પ્રથમ મહિનો જ્ઞાનસેતુ સાહિત્યનું અધ્યન કાર્ય અને બ્રીજ કોર્સ ક્લાસ રેડીનેશન અંતર્ગત કરવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.આ માટે શિક્ષકોને આગામી તારીખ 7 જૂનથી 9 જૂન દરમિયાન બાયસેગના માધ્યમથી વિશેષ તાલીમ આપવામાં આવશે. જેનું પ્રસારણ ગુજરાતી ચેનલ […]

નવા શૈક્ષણિક સત્રથી સ્વનિર્ભર શાળાઓ ફી વધારવા અને વાલીઓની રાહત આપવાની માંગણી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના સંક્રમમને લીદો સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. 2021માં જુન માસના મધ્યાન્હથી શિક્ષણનું નવું સત્ર શરૂ થશે. જોકે આ વખતે પ્રત્યક્ષ વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે કે ઓનલાઈન શિક્ષણથી ગાડું ગબડાવવું પડશે તે અસમંજસ વચ્ચે ખાનગી શાળામાં ફીનું માળખું કઈ રીતે ગોઠવવું તે યક્ષ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. કોરોનાની લહેરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code