કેન્દ્ર સરકારે બિહારને નવી ટ્રેનોની ભેટ આપી
પટનાઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બિહારને નવી ટ્રેનોની ભેટ આપી છે. બિહારની મુલાકાતે આવેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક સાથે પાંચ નવી ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી. જેમાં ચાર અમૃત ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે. પટના અને દિલ્હી વચ્ચે દરરોજ અમૃત ભારત એક્સપ્રેસ ચલાવવામાં આવશે. દરભંગા-લખનૌ અને માલદા ટાઉન-લખનૌ વચ્ચે સાપ્તાહિક એક અમૃત ભારત ટ્રેન દોડશે. […]