1. Home
  2. Tag "News Article"

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર ઘર્ષણ: 50 પાકિસ્તાની જવાનો મરાયાનો તાલિબનનો દાવો

અફઘાનિસ્તાન સાથે વધતા સરહદી તણાવ વચ્ચે પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે કે તાજેતરના અથડામણમાં તેના પાંચ સૈનિકો અને 25 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સરહદી હિંસાએ બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ ઊભો કર્યો છે. બીજી તરફ, તાલિબાનનો દાવો છે કે આ અથડામણમાં 50 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાના પ્રચાર વિભાગ ઇન્ટર સર્વિસિસ પબ્લિક […]

સોના-ચાંદીની ચમક ઘટી, ભાવમાં એક ટકા સુધીનો ઘટાડો

મુંબઈઃ દેશમાં સોનાં અને ચાંદીના ભાવમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે વેપારની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનું વાયદા મૂલ્ય 1.01 ટકા ઘટીને રૂ. 1,22,199 પ્રતિ 10 ગ્રામ નોંધાયું, જ્યારે ચાંદીનું ડિસેમ્બર ડિલિવરી વાયદા મૂલ્ય 0.93 ટકા ઘટીને રૂ.1,46,097 પ્રતિ કિલોગ્રામ થયું હતું. દિલ્હીમાં 24 કેરેટ […]

ઝારખંડ: હોસ્પિટલમાં દૂષિત લોહી ચઢાવ્યા બાદ પાંચ બાળકો HIV ગ્રસ્ત

સીએમ સોરેને ઘટનાની તપાસના આદેશ આપ્યા જવાબદાર હોસ્પિટલના સ્ટાફને સસ્પેન્ડ કરાયાં નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાની સદર હોસ્પિટલમાં દૂષિત લોહી ચઢાવ્યા બાદ પાંચ બાળકો HIV ગ્રસ્ત થયા. મુખ્યમંત્રી હેમંત સોરેને જવાબદાર સિવિલ સર્જન, લેબ ઇન્ચાર્જ અને અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો અને ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રી સોરેને જણાવ્યું કે, અસરગ્રસ્ત […]

અતિ દૂર્લભ અને લુપ્ત પ્રજાતિનું પ્રાણી પેંગોલિન (કીડીખાવ) વેચવા જતા બે શખસો પકડાયા

રાજકોટ એસઓજીની ટીમે વન વિભાગને સાથે રાખીને પેંગોલિંનનું રેસ્ક્યુ કર્યુ, કરોડોની કિંમતના પેંગોલિંનને વેચવા માટે બે શખસો રાજકોટ આવ્યા હતા, કોડિનારના ઘાટવડ ગામે જગલમાં એક ઓરડીમાં પેંગોલિનને પાંજરામાં પૂરીને રખાયું હતુ, રાજકોટઃ  રેરેસ્ટ ઓફ ધી રેર ગણાતા દુર્લભ અને લુપ્ત થતી પ્રજાતિનું પેંગોલીન (Pangolin in Rajkot)નું ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયામાં વેચાણ થાય તે પહેલા જ […]

જૂનાગઢમાં ભારે પવન અને વરસાદી વાતાવરણને લીધે ગિરનાર રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ

દિવાળીના વેકેશનમાં ફરવા આવેલા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા, પવનની ગતિમાં ઘટાડો થયા રોપવે સેવા શરૂ કરવામાં આવશે, કેટલાક યાત્રાળુઓ પગથિયા ચડીને ટૂક પર પહોંચ્યા, જૂનાગઢઃ સોરઠ પંથકમાં આજે વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આજે રવિવારે પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે […]

સુરેન્દ્રનગરના ગોમટા ગામે જમણવારમાં છાશ પીધા બાદ 200 લોકોને ફુડ પોઈઝનિંગ

200 લોકોને ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા, આરોગ્ય વિભાગે ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી, શંકાસ્પદ છાશના નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલાયા, સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગ થતા 200 જેટલા લોકોને હોસ્પિટલ સારવાર માટે ખેડવામાં આવ્યા છે. જમણવારમાં છાશ પીધા બાદ 200થી વધુ લોકોને ઝાડા-ઊલટી અને પેટમાં […]

ગિરનારમાં લીલી પરિક્રમાની તૈયારીઓ, 36 કિમી રૂટનું કરાયું નિરિક્ષણ

પરિક્રમાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે ભાવિકોને અનુરોધ કરાયો, આરોગ્ય વિભાગ દ્વારા રૂટ પર ઠેર ઠેર મેડિકલ કેમ્પ ગોઠવવામાં આવશે, જૂનાગઢઃ  ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને હવે ગણતરીને દિવસ બાકી રહ્યા છે, આગામી તા. 2/11/2025ના રોજ લીલી પરિક્રમાનો પ્રારંભ […]

ગાંધીનગર એસટી ડેપોને દિવાળીને તહેવારોમાં 20 લાખની વધુ આવક થઈ

ગાંધીનગર ડેપોએ 5 દિવસમાં 294 એકસ્ટ્રા ટ્રીપો કરી, એકસ્ટ્રા બસોમાં 58830 મુસાફરોએ લાભ લીધો, ગાંધીનગર ડેપોએ અમદાવાદથી પંચમહાલ માટે ખાસ બસો દોડાવી ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં ગાંધીનગર એસટી ડેપોને પ્રતિદિન રૂપિયા 4.06 લાખ લેખે કુલ-5 દિવસમાં 20.30 લાખની આવક થઈ છે. ગાંધીનગરના […]

સૌરાષ્ટ્રના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

દરિયામાં 15થી 20 ફૂટ જેટલાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, મોટી સંખ્યામાં બોટ્સ દરિયા કિનારે લાંગરવામાં આવી, ભારે પવનને લીધે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પનવ ફુંકાતા સૌરાષ્ટ્રના બંદરો પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવાની […]

રાજકોટથી દિલ્હીની બે નવી ફ્લાઈટ્સનો પ્રારંભ, ચેમ્બર્સએ આપ્યો આવકાર

રાજકોટ-દૂબઈની ફ્લાઈટ શરૂ કરવા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કરી રજુઆત, સવારના સમયે ફલાઈટ મળવાથી દિલ્હીની કનેક્ટિવિટીમાં સરળતા થશે, મનસુખ માંડવિયા દિલ્હીથી ફ્લાઈટમાં રાજકોટ આવતા સ્વાગત કરાયું રાજકોટઃ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હીની બે ફ્લાઈટ્લ આજે લાભ પાંચમથી શરૂ કરવામાં આવી છે. દિલ્હીથી ફ્લાઈટમાં કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા રાજકોટ આવતા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code