1. Home
  2. Tag "News Article"

બિહાર ચૂંટણીઃ કોંગ્રેસે 48 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે તેમજ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. હવે કોંગ્રેસે પણ બિહાર ચૂંટણીને લઈને 48 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટના પ્રમુખ રાજેશ રામ કુટુમ્બા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદ ખાન કદવા […]

છત્તીસગઢમાં 208 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું, ઉત્તર બસ્તર લાલ આતંકથી મુક્ત થયું

નવી દિલ્હી: છત્તીસગઢમાં પોલીસને નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે. એક સાથે 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં 110 મહિલાઓ અને 98 પુરુષોનો સમાવેશ થાય છે, જે પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) સંગઠનના વિવિધ રેન્કનું પ્રતિનિધિત્વ કરે છે. બધા નક્સલીઓએ 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે. હકીકતમાં, સરકારે છત્તીસગઢમાંથી નક્સલવાદીઓનો ખાત્મો શરૂ કરી દીધો છે. […]

આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો, ત્રણ સૈનિકો ઘાયલ

નવી દિલ્હી: આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપથર વિસ્તારમાં આજે સવારે આતંકવાદીઓએ એક આર્મી કેમ્પ પર હુમલો કર્યો, જેમાં ત્રણ આર્મી જવાનો ઘાયલ થયા. આ ઘટના અંગે સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે સેના અને પોલીસે આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કાકોપથર કંપનીના સ્થળે કેટલાક આતંકવાદીઓએ ચાલતા વાહનમાંથી ગોળીબાર કર્યો. ફરજ પરના સૈનિકોએ […]

ઉત્તરપ્રદેશમાં હવે ફાંદવાળા પોલીસ કર્મચારી જોવા નહીં મળે, ક્રિકેટરોની જેમ યો-યો ટેસ્ટ લેવાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશ પોલીસ હવે ફિટનેશના નવા માપદંડ સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહી છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે, પોલીસ ટ્રેનીંગ દરમિયાન જવાનોને ક્રિકેટરોની જેમ યો-યો ટેસ્ટ પાક કરવાની રહેશે.  આ ટેસ્ટ 1 નવેમ્બરથી પ્રદેશમાં તમામ 112 ટ્રેનિંગ સેન્ટર ઉપર શરૂ થશે. જેની શરૂઆત મુરાબાદ સ્થિત ડો.ભીમરાવ આંબેટકર પોલીસ એકેડમીથી થશે. આ પહેલનો હેતુ ઉત્તરપ્રદેશ […]

ભારતના EV અને બેટરી ઉદ્યોગમાં ઝડપી વિકાસથી ચિંતિત ચીને WTOમાં કરી ફરિયાદ

નવી દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહન (EV) અને બેટરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. સરકારે આ ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદન વધારવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે, જેના કારણે ભારત હવે વિશ્વના સૌથી મોટા ઈવી બજારોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. પરંતુ ભારતની આ વધતી સફળતા ચીનને રાસ આવી નથી અને તેણે […]

હવે ક્રિકેટનો રોમાંચ નેક્સ લેવલ ઉપર જશે, નવી ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ રમાશે

ક્રિકેટની દુનિયામાં વારંવાર નવા ફેરફારો જોવા મળે છે, પરંતુ આ વખતે એક બિલકુલ નવી ફોર્મેટ રજૂ થઈ છે, જે ક્રિકેટના રોમાંચને વધુ ઊંચાઈએ પહોંચાડશે. આ નવી ફોર્મેટનું નામ છે ‘ટેસ્ટ ટ્વેન્ટી’, જેનો હેતુ ટેસ્ટ ક્રિકેટની ગંભીરતા અને T20ના ઉત્સાહને એક સાથે જોડવાનો છે. આ ફોર્મેટ માટે વેસ્ટઇન્ડીઝના મહાન ખેલાડી સર ક્લાઇવ લોઇડ, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કપ્તાન […]

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું પુનઃગઠન, મંત્રી મંડળમાં 19 નવા ચહેરાઓને સ્થાન અપાયું

10 મંત્રીઓને પડતા મુકાયા, 7 મંત્રીઓને રિપિટ કરાયા, રાજ્યપાલ દેવવ્રતજીએ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા, નવા મંત્રી મંડળમાં 7 પાટીદાર, 9 OBC, 3 SC, 4 ST અને 3 મહિલાનો સમાવેશ ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની ભાજપની સરકારના મંત્રી મંડળનું આજે પુનઃગઠન કરવામાં આવ્યું હતું. નવા મંત્રીમંડળમાં અગાઉના 10 મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે 19 નવા ચહેરાઓનો […]

પંજાબઃ લાંચ કેસમાં ઝડપાયેલા DIG પાસેથી 1.5 સોનુ, મોંઘી કાર અને રોકડ રકમ જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ પંજાબના પોલીસ વિભાગના સિનિયર અધિકારીના ભ્રષ્ટાચારને લઈને તપાસનીશ એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. રોપડં રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) હર્ચરણસિંહ ભુલ્લારને કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. સીબીઆઈના દરોડામાં ભુલ્લરના ઘર અને કાર્યાલવમાંથી કરોડોની રોકડ, 1.5 કિલો સોનુ, મોંઘી […]

માલેગાંવમાંથી શંકાસ્પદ આતંકવાદી ઝડપાયો, દેશવિરોધી પ્રવૃતિઓમાં હતી સંડોવણી

મહારાષ્ટ્રમાં આતંકી નેટવર્ક ઉભુ કરવાનો પ્રયાસ કરતો હતો આતંકી આરોપીના મોબાઈલમાંથી મળ્યા મહત્વના પુરાવા પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા મુંબઈઃ મહારાષ્ટ્ર એટીએસ અને તેલંગાણા પોલીસે માલેગાવમાં શંકાસ્પદ આતંકવાદી તૌસીફની ધરપકડ કરી છે. તેની ઉપર વિદેશી આતંકવાદી સંગઠનો સાથે સંબંધ રાખવાનો અને મહારાષ્ટ્રમાં આતંકી નેટવર્ક ઉભુ કરવાનો આરોપ છે. સુત્રોના જણાવ્યા અનુસાર તે દરજી કામની […]

અમિત શાહે નક્સલવાદીઓને તેમના શસ્ત્રો સોંપીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાની અપીલ કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા બે દિવસમાં છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં 258 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જે નક્સલવાદ સામેની લડાઈમાં એક મોટી સફળતા છે. તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢમાં 170 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, જ્યારે ગઈકાલે છત્તીસગઢમાં 27 અને મહારાષ્ટ્રમાં 61 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code