1. Home
  2. Tag "News Article"

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી

સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનમાં માનવાધિકાર પરના સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રાજદૂત રિચાર્ડ બેનેટે સંઘર્ષને કારણે મોટી સંખ્યામાં લોકોની જાનહાનિ અને સ્થળાંતર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બંને પક્ષોને સંયમ રાખવા, નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા વિનંતી કરી હતી. તાલિબાન પ્રવક્તાના જણાવ્યા […]

G-20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએઃ ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, G-20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએ, જેથી દરેક રાષ્ટ્રના યોગદાનનું સન્માન થાય અને દરેક રાષ્ટ્રની ક્ષમતામાં વધારો થાય.તેઓ ગઈકાલે દક્ષિણ આફ્રિકામાં G-20 જળવાયુ અને પર્યાવરણીય ટકાઉપણું કાર્યકારી જૂથના મંત્રીસ્તરીય બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું […]

આંતરિક નિષ્ફળતાઓ માટે પોતાના પડોશીઓને દોષી ઠેરવવાની પાકિસ્તાનની જૂની પ્રથા છેઃ ભારત

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ધર્ષણ ચાલી રહ્યું છે. દરમિયાન અફઘાનિસ્તાન સામે પાકિસ્તાને પીછેહેઠ કરીને સિઝફાયરની વિનંતી કરી હતી. દરમિયાન પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા લઈને ભારત ઉપર આક્ષેપ કર્યાં છે. દરમિયાન પાકિસ્તાનના આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને ભારતે પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન […]

શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ સમય મર્યાદામાં કરવા સુચના આપી

નવી દિલ્હીઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ અંગે એક બેઠક યોજી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, બેઠક દરમિયાન ખાતર, બિયારણ, જંતુનાશકો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પ્રધાનમંત્રી કિસાન પોર્ટલ સંબંધિત ફરિયાદો પર ચર્ચા કરવામાં આવી હતી. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ફરિયાદોના નિરાકરણ માટે એક […]

ભારતીય શેર માર્કેટમાં તેજીનો ચમકારો યથાવત

મજબૂત એશિયન માર્કેટના જોરે ભારતીય શેરબજારમાં આજે બીજા દિવસે પણ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. BSEનો સેન્સેક્સ આજે 862 પોઈન્ટ વધી 83 હજાર 400 ની સપાટીએ જયારે નિફ્ટી 261 પોઈન્ટ વધી 25 હજાર 500 ને પાર બંધ રહ્યાં હતાં. તો દિવસ દરમિયાન સેંસેક્સમાં 1100 આંકનો ઉછાળો જોવા મળ્યો હતો. બેન્કિંગ શેરોમાં ખરીદી અને મજબૂત વૈશ્વિક […]

ખેડા હાઈવે પર પામાલિન તેલ ભરેલા ટેન્કરે પલટી ખાધી, તેલ લેવા લોકો કેરબા લઈને દોડ્યાં

ગાંધીધામથી પોમાલિન તેલ ભરીને ટેન્કર નડિયાદ જઈ રહ્યુ હતું, કોઈ પશુને બચાવવા જતા ટેન્કરે પલટી ખાધી, ગ્રામજનો વાસણો-કેરબા લઈને તેલ ભરવા દોડ્યા અમદાવાદઃ ગાંધીધામથી પામોલિન તેલ ભરીને નડિયાદ જઈ રહેલું ટેન્કર ખેડા નજીક હાઈવે પર પલટી ખાધી હતી. આથી ટેન્કરમાંથી 32 ટન પામોલિન તેલ હાઇવે પર રેલમછેલ થતાં આજુબાજુના લોકો ડોલ-કેરબા સહિત જે હાથમાં આવ્યું […]

સુરતમાં હીરાના કારખાનેથી ઘરે પરત ફરી રહેલા રત્નકાલાકારની છરીના ઘા મારીને હત્યા

કાપોદ્રા વિસ્તારમાં બે શખસો રત્નકાલાકારની હત્યા કરીને નાસી ગયા, રત્નકલાકારને દિવાળી વેકેશન પડવાનું હોવાથી રાત્રે તેમને ઘરે પહોંચતાં મોડું થયું હતું, બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો  સુરતઃ શહેરમાં ક્રાઈમ રેટ વધતો જાય છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસ પહેલાં માત્ર 5 કલાકમાં હત્યાના બે બનાવ બન્યા હતા. ત્યારે ગત મોડીરાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં […]

કચ્છમાં રણોત્સવનો 23મી ઓક્ટોબરથી પ્રારંભ થશે, ટેન્ટના તોતિંગ ભાડાથી પ્રવાસીઓ નારાજ

રણ મહોત્સવ ટેન્ટમાં એક દિવસ રોકાવાનું ભાડું 9900 રૂપિયા, એસી કોટેજના પ્રતિ દિન રૂા.7900 અને નોન એસીના રૂા.5400 ભાડુ રહેશે, મધ્યમ વર્ગના પ્રવાસીઓને ટેન્ટસિટીમાં રહેવાનું પરવડતુ નથી ભૂજઃ કચ્છમાં ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ આગામી તા, 23મી ઓક્ટોબરથી થશે. સફેદ રણનો નજારો માણવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. કચ્છમાં ઘોરડા, ધોળાવીરાથી […]

ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે 5 દિવસ વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડી શકે છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે, ઉત્તર-પૂર્વ તરફથી પવન ફુકાતા હવે ઠંડીમાં પણ વધારો થશે અમદાવાદઃ ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ વિદાય લીધા બાદ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં […]

બેન્કના નિવૃત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ 64.41 લાખ ખંખેરી લીધા

ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની ઝાળમાં ફસાય છે, તમારા સીમકાર્ડનો મની લોન્ડરિંગમાં ઉપયોગ થયો છે, કહીને ધમકી આપી, CBI અને RBIના લેટર મોકલીને 18 દિવસ વિડીયો કોલ ચાલુ રખાવ્યો વડોદરાઃ સાયબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અને ભણેલા-ગણેલા લોકો જ સાબર માફિયાના શિકારનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં બેન્કના એક નિવૃત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code