1. Home
  2. Tag "News Article"

કચ્છમાં રણોત્સવનો 23મી ઓક્ટોબરથી પ્રારંભ થશે, ટેન્ટના તોતિંગ ભાડાથી પ્રવાસીઓ નારાજ

રણ મહોત્સવ ટેન્ટમાં એક દિવસ રોકાવાનું ભાડું 9900 રૂપિયા, એસી કોટેજના પ્રતિ દિન રૂા.7900 અને નોન એસીના રૂા.5400 ભાડુ રહેશે, મધ્યમ વર્ગના પ્રવાસીઓને ટેન્ટસિટીમાં રહેવાનું પરવડતુ નથી ભૂજઃ કચ્છમાં ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ આગામી તા, 23મી ઓક્ટોબરથી થશે. સફેદ રણનો નજારો માણવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. કચ્છમાં ઘોરડા, ધોળાવીરાથી […]

ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે 5 દિવસ વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડી શકે છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે, ઉત્તર-પૂર્વ તરફથી પવન ફુકાતા હવે ઠંડીમાં પણ વધારો થશે અમદાવાદઃ ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ વિદાય લીધા બાદ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં […]

બેન્કના નિવૃત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ 64.41 લાખ ખંખેરી લીધા

ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની ઝાળમાં ફસાય છે, તમારા સીમકાર્ડનો મની લોન્ડરિંગમાં ઉપયોગ થયો છે, કહીને ધમકી આપી, CBI અને RBIના લેટર મોકલીને 18 દિવસ વિડીયો કોલ ચાલુ રખાવ્યો વડોદરાઃ સાયબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અને ભણેલા-ગણેલા લોકો જ સાબર માફિયાના શિકારનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં બેન્કના એક નિવૃત […]

સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારો, ધનતેરસની ખરીદી પર અસર પડશે

ઘણા લોકો મૂહુર્ત સાચવવા નામનું જ સોનું ખરીદશે, કેટલાક જવેલર્સએ ગ્રાહકોને આકર્ષવા 9 કેરેટના દાગીના બનાવ્યા, અક્ષય તૃતીયાના દિવસે પણ સોના ચાંદીની ખરીદી જરૂરિયાત મુજબ થઈ હતી, અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં અસામાન્ય વધારો થતાં હવે સોના-ચાંદીના દાગીના ખરીદવા મોંઘા પડી રહ્યા છે. દિવાળીના તહેવારો ટાણે જ સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. ગઈકાલે સોનામાં રૂ […]

US ટેરિફ વચ્ચે, રશિયાએ ભારત સાથે એક મોટો સોદો કર્યો, દર વર્ષે 3-5 લાખ મેટ્રિક ટન કેળા ખરીદવાની યોજનાની જાહેરાત કરી

નવી દિલ્હી: રશિયાની ફાયટોસેનિટરી હાઇજીન મોનિટરિંગ એજન્સીએ કહ્યું છે કે ભારત રશિયન બજારમાં કેળાનો પુરવઠો વધારી શકે છે. વિદેશથી કૃષિ ઉત્પાદનોની આયાતને મંજૂરી આપતી આ સંસ્થાએ કહ્યું છે કે રશિયા ભારતમાંથી 5 લાખ મેટ્રિક ટન સુધી કેળાની આયાત કરી શકે છે. સંસ્થાએ કહ્યું કે રશિયા દર વર્ષે 3 થી 5 લાખ મેટ્રિક ટન ભારતીય કેળા […]

અમદાવાદમાં ધનતેરસથી ત્રણ દિવસ લોકો એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે

એએમટીએસ દ્વારા ત્રણ દિવસ ફ્રી મુસાફરીની કરી જાહેરાત, સ્વદેશી ઝુંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય, મફત મુસાફરીને લીધે ત્રણ દિવસ એએમટીએસની બસો ભરચક દોડશે અમદાવાદઃ શહેરમાં એએમટીએસ બસોમાં શહેરીજનોને ત્રણ દિવસ મફત મુસાફરીની દિવાળીની ભેટ આપવામાં આવી છે. એએમટીએસ બસોમાં ધનતેરસ, કાળી ચૌદશ, અને દિવાળીના દિવસે લોકો મફત મુસાફરી કરી શકશે. શહેરીજનો એએમટીએસની […]

પીએમ મોદીએ આંધ્રપ્રદેશને 13,430 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલમાં લગભગ 13,430 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, “આપણું આંધ્રપ્રદેશ આત્મસન્માન અને સંસ્કૃતિની ભૂમિ છે, સાથે જ વિજ્ઞાન અને નવીનતાનું કેન્દ્ર પણ છે. તેમાં અમર્યાદિત શક્યતાઓ પણ છે અને યુવાનોમાં અનંત ક્ષમતાઓ છે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે આંધ્રપ્રદેશને યોગ્ય દ્રષ્ટિકોણ અને […]

પાલનપુર નગરપાલિકાને હેલ્પલાઈન પર જર્જરિત રસ્તાઓની 60 ટકા ફરિયાદો મળી

હેલ્પલાઈન પર 30 ટકા નળ-ગટર અને 10 ટકા સ્ટ્રીટ લાઈટની ફરિયાદો મળી, હેલ્પલાઈન પર પ્રતિદિન 15 ફરિયાદો મળી રહી છે, નળ-ગટરની ફરિયાદોનો ત્વરિત નિકાલ પણ રોડ-રસ્તાની ફરિયાદોના નિકાલમાં વિલંબ પાલનપુરઃ શહેરમાં નગરપાલિકા દ્વારા નાગરિકોની સમસ્યા માટે હેલ્પલાઈન સેવા શરૂ કરી છે. જેમાં સૌથી વધુ બિસ્માર રોડ અને રોડ પર પડેલા ખાંડાની ફરિયાદો મળી છે. નગરપાલિકાને […]

સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા અને સાયલામાં વીજચોરી સામે PGVCLના દરોડા

વીજચોરી કરતા 83 એકમોને 62 લાખનો દંડ કરાયો, વાણિજ્યિક અને ઘર વપરાશના કુલ 37 વીજ જોડાણોમાં ગેરરીતિઓ મળી, ગેરકાયદે જોડાણો માટે PGVCL દ્વારા 50 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વીજચોરીનું દૂષણ વધતા વીજ લાઈન લોસ વધતો જાય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા  લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી સામે સઘન ચેકિંગ હાથ […]

સુરતના ગોડાદરા રોડ પર આવેલા મંડપના ગોદામમાં ભીષણ આગ ફાટી નિકળી

ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો, સદભાગ્યે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ, પતરાના ગોદામમાં ગાદલા અને લાકડા સળગતા દૂર સુધી ધૂમાડો જોવા મળ્યો સુરતઃ શહેરના પુણા ગોડાદરા રોડ પર આવેલી કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગની પાછળ આવેલા પતરાના શેડમાં મંડપના એક ગોડાઉનમાં બુધવારે સમીસાંજે ભિષણ આગ લાગતા અફડાતફડી મચી હતી. મંડપનું ગોડાઉન હોવાથી જોતજોતામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code