1. Home
  2. Tag "News Article"

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 100 એક્સ્ટ્રા બસો મુકાઈ

રાજકોટ બસ સ્ટેશનમાં પ્રવાસીઓની ભારે ભીડ, ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરોએ ભાડા વધારી દીધા, રાજકોટ ડિવિઝનની દૈનિક આવકમાં રૂપિયા 60 લાખનો વધારો થયો રાજકોટઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે એસટી બસ સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા આગોતરું આયોજન કરાયુ છે. […]

“સબમે મૈં હું ઔર સબ મુઝમેં હૈ” આવી દૃષ્ટિ હશે ત્યારે સામાજિક હિંસા રોકાશેઃ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી હતી. આ અવસરે આયોજિત કાર્યક્ર્મમાં ઉદબોધન કરતાં તેમણે કહ્યું કે, હું દરવર્ષે અહિયાં બેટરી ચાર્જ કરવા માટે આવું છું. વ્યક્તિગત ચારિત્ર્ય અને રાષ્ટ્રીય ચારિત્ર્યનું આધાર નૈતિકતા છે અને નૈતિકતાનો આધાર છે આધ્યાત્મ […]

વડોદરાના મકરપુરામાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાં મહાકાય મગરને જોતા કારીગરોમાં ભાગદોડ મચી

પ્રોજેક્ટના 25 ફુટ ખાડામાંથી મહાકાય મગરને કાઢવા ક્રેનની મદદ લેવી પડી, 100 કિલો વજનના મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું, વિશ્વામિત્રી નદી નજીકમાં હોવાથી અવાર-નવાર મગરો આવી જાય છે, વડોદરાઃ શહેરના વિશ્વામિત્રી નદીમાં મગરોનો સૌથી વધુ વસવાટ છે. અને મગરો નદી આસપાસના વિસ્તારોમાં આવી જતા હોય છે. ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ […]

ઊધના રેલવે સ્ટેશને પ્રવાસીઓની ભારે ભીડ, ટ્રેનોના કોચમાં પગ મુકવાની પણ જગ્યા નથી

ઉધના રેલવે સ્ટેશન પર મોબાઈલ મૂવિંગ ટિકિટિંગ સેવાનો પ્રારંભ, બુકિંગ ક્લાર્કો પ્લેટફોર્મ પર બેઠેલા પ્રવાસીઓ સુધી પહોંચીને જનરલ ટિકિટ આપી રહ્યા છે, ઉત્તર પ્રદેશ અને બિહાર જતી અનરિઝર્વ્ડ ટ્રેનો પણ હાઉસફુલ બની, સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ સહિત ઉદ્યોગ-ધંધામાં રોજગારી મેળવીને પરપ્રાંતના શ્રમિકો શહેરમાં સ્થાયી થયા છે. દિવાળી અને છઠ્ઠના પર્વને ગણતરીના દિવસ બાકી હોવાથી પરપ્રાંતના શ્રમ […]

અમદાવાદમાં મકરબા વિસ્તારમાં પીજીમાં આગ લાગતા 4 યુવાનો દાઝ્યા

રિસર્ચ માટે લાવેલી લિથિયમ બેટરીમાં આગ ફાટી નીકળી, રાત્રે ઊંઘી રહેલા યુવકો ધુમાડાના કારણે બેભાન થઈ ગયા, ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી અમદાવાદઃ શહેરમાં વિવિધ કોલેજોમાં ભણતા અનેક બહારગામના વિદ્યાર્થીઓ પીજીમાં રહે છે. ત્યારે શહેરના મકરબા વિસ્તારમાં આવેલા સીવી સ્ટ્રેટા બિલ્ડિંગના 11મા માળે ચાલતા પીજીના મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતા ચાર […]

નડિયાદ-આણંદ રોડ પર લકઝરી બસમાં ભીષણ આગ ફાટી નિકળી, પ્રવાસીઓનો બચાવ

લકઝરી બસના ડ્રાઇવરે તમામ મુસાફરોને નીચે ઉતારી દેતાં દુર્ઘટના ટળી, લકઝરી બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી, આગમાં લકઝરી બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગઈ અમદાવાદઃ  નડિયાદ-આણંદ હાઈવે પર આવેલા ભૂમેલ નજીક રેલવેબ્રિજ પાસે ગતમોડીરાત્રે એક ખાનગી લકઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં પ્રવાસીઓમાં અફડાતફડી મચી ગઈ હતી, જોકે લકઝરી બસના ચાલકે સમયસુચકતા […]

ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર 41.88 અબજ ડોલર સુધી પહોંચ્યો

ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને સાઉદી અરેબિયાના ઉદ્યોગ અને ખનિજ મંત્રાલય વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારતીય પક્ષનું નેતૃત્વ રસાયણો અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ શ્રીમતી નિવેદિતા શુક્લા વર્માએ કર્યું હતું. સાઉદી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉદ્યોગ અને ખનિજ નાયબ મંત્રી મહામહિમ એન્જિનિયર ખલીલ બિન ઇબ્રાહિમ બિન સલામાહએ કર્યું હતું. સાઉદી અરેબિયા […]

ગાઝામાં હમાસે ફરી એકવાર પોતાનો ક્રૂર ચહેરો બતાવ્યો, જાહેરમાં 8 લોકોને ગોળી મારી

નવી દિલ્હી: ગાઝા પટ્ટી પર નિયંત્રણ જાળવી રાખવા માટે હમાસે ક્રૂર પગલાં લીધાં છે. આ સંગઠને આઠ લોકોને જાહેરમાં ફાંસી આપી હતી. આ કાર્યવાહી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હમાસને હથિયારો છોડી દેવાની ચેતવણી આપ્યા બાદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હમાસના બંદૂકધારીઓ આઠ લોકોને ગોળી મારી રહ્યા હતા, જેમને જૂથે […]

છત્તીસગઢના સુકમામાં 10 મહિલાઓ સાથે કુલ 27 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હી: નક્સલવાદ સામે સુરક્ષા દળોએ વધુ એક મોટી સફળતા મેળવી છે. છત્તીસગઢના સુકમામાં કાર્યરત ઘણા નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલીઓના માથા પર 50 લાખનું સંયુક્ત ઇનામ હતું. આત્મસમર્પણ કરનારાઓની યાદીમાં બે કટ્ટર નક્સલીઓનો સમાવેશ થાય છે. 27 નક્સલીઓમાં 10 મહિલાઓ અને 17 પુરુષોનો સમાવેશ થાય છે. આમાંથી એક CYCMનો સભ્ય હતો, 15 પાર્ટીના […]

પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં 100%નો વધારાને કેન્દ્રની મંજુરી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટેની નાણાકીય સહાયમાં 100% વધારો કરવાની મંજૂરી આપી છે. મુખ્ય વધારામાં લગ્ન અનુદાન રૂ.50,000 થી વધારીને રૂ.1,00,000,ગરીબી અનુદાન રૂ.4,000 થી વધારીને રૂ.8,000,અને શિક્ષણ અનુદાન પ્રતિ માસ રૂ.1,000 થી વધારીને રૂ.2,000 કરવામાં આવ્યું છે. આ સુધારેલા દરો આગામી 1લી નવેમ્બરથી લાગુ થશે, જેનો વાર્ષિક બોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code