1. Home
  2. Tag "News Article"

શિયાળાનું ધીમા પગલે આગમન, 16મી ઓકટોબરથી વરસાદના ઝાપટાં પડવાની આગાહી

નલિયામાં 18 અને રાજકોટમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, સૌરાષ્ટ્રમાં વહેલી પરોઢે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ, 20મી ઓક્ટોબરથી લઘુત્તમ તામપાનમાં ઘટાડો થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ બાદ હવે દિવાળીના તહેવારો વખતે પણ વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. આગામી 16થી 20 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા […]

દિલ્હી, યુપી અને બિહારમાં ઠંડીનું મોજું વધશે, IMD એ આ રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હી: ચોમાસાની વિદાય પછી, ઉત્તર ભારતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં સવારે અને સાંજે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા બાદ, મેદાની વિસ્તારોમાં પણ તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. દરમિયાન, હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, […]

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળના પુનઃ ગઠનની ચાલતી અટકળો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત ફર્યા બાદ હવે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો, કોને પડતા મુકાશે અને કોનો સમાવેશ કરાશે તે અંગે ચર્ચા, 10થી વધુ મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતા ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. એમાંયે જ્યારે મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે જાય ત્યારે રાજ્કીય નેતાઓ, […]

ભાવનગરમાં આનંદનગરમાં ગત રાતે ત્રણ માળનું મકાન તૂટી પડ્યું, યુવાનનું મોત

ચાર દાયકા જુની હાઉસિંગ બોર્ડની વસાહત જર્જરિત બની ગઈ છે, રાત્રે ધડાકા સાથે મકાન તૂટી પડતા આજુબાજુના લોકો દોડી આવ્યા, પતિ-પત્નીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ભાવનગરઃ  શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી ચાર દાયકા જુની હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા બસસ્ટેન્ડ પાસે આવેલુ ત્રણ માળનું જર્જરીત મકાન ગતમોડીરાત્રે ધડાકા સાથે તૂટી પડયુ હતું. આ ઘટનામાં એક […]

રાજકોટના સોની બજારમાં શ્રીહરિ કોમ્પ્લેક્સમાં આગ લાગતા કારીગરનું મોત

ઘરેણાંના બફિંગ પોલિસનું કામ ચાલતું હતું ત્યારે એકાએક લાગી આગ, ફાયર બ્રિગેડે ચાર કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું રાજકોટઃ  શહેરના દીવાનપરા વિસ્તારમાં શેરી નંબર 10માં આવેલા સોની બજારમાં શ્રીહરી કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે સોના-ચાંદીના ઘરેણાંની બફિંગ અને પોલિસ કરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન […]

સ્કૂલ-કોલેજો દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે GPS ટ્રેકિંગવાળું વાહન ફરજિયાત

સ્કૂલ અને કોલેજોએ પ્રવાસની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશને પણ કરવી પડશે, પ્રવાસ માટેના વાહનમાં ફાયર સેફટી, ફર્સ્ટએડ કીટ રાખવી પડશે, સૂર્યાસ્ત બાદ અર્થાત રાત્રે મુસાફરી ન કરવી પડે તે મુજબનું જ આયોજન કરવું પડશે અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસની ગાઈડલાઈન જાહેર કરી છે. દિવાળીના વેકેશન કે રજાઓમાં કેટલીક સ્કૂલો- કોલેજો વિદ્યાર્થીઓ માટે પ્રવાસીનું […]

અમદાવાદના સાબરમતીથી ગોરખપુર અને બેગુસરાય વચ્ચે 16મીથી ખાસ ટ્રેન દોડાવાશે

દિવાળી અને છઠ્ઠ પૂજા માટે ખાસ ટ્રેન દોડાવાનું આયોજન, સાબરમતીથી ગોરખપુર માટે ગુરૂવાર, શુક્રવાર અને રવિવારે ટ્રેન ઉપડશે, સાબરમતી – બેગુસરાય અન રિઝર્વ સ્પેશિયલ ટ્રેન તા.27મી ઓક્ટોબર સુધી રોજ દોડશે અમદાવાદઃ દિવાળી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રોજગાર-ધંધા સાથે જોડાયેલા પરપ્રાંતના લોકો દિવાળી અને છઠ્ઠના પર્વની ઊજવણી માટે પોતાની માદરે વતન […]

ગુજરાતમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, સરકારે કર્યો નિર્ણય

વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી, સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન ફરજિયાત અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર કરી છે. મહાનગરોથી લઈને તમામ શહેરો અને ગામડાંઓમાં રાત્રે 8:00થી 10:00 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, વધુ ઘોંઘાટ કરતા ફટાકડા […]

વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા ડેટા સેન્ટર કેમ્પસના નિર્માણ માટે અદાણી અને ગુગલ વચ્ચેભાગીદારી

અમદાવાદ : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અદાણી એન્ટરપ્રાઇઝે, તેની સંયુક્ત સાહસ કંપની AdaniConneX  અને ગુગલ વચ્ચે એક સીમાચિહ્નરૂપ ભાગીદારી કર્યાની આજે જાહેરાત કરી હતી. વિશાખાપટ્ટનમમાં ગુગલના AI હબના નિર્માણ માટે ૨૦૨૬થી ૨૦૩૦ના પાંચ વર્ષ દરમિયાન અંદાજે USD 15 બિલિયનનું બહુપક્ષીય રોકાણની ધારણા છે, […]

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં જૈન દેરાસરમાં 1.64 કરોડ કિંમતની ચાંદીની ચોરી

પૂજારીએ સફાઈકર્મીઓ સાથે મળી 117 કિલોના મુગટ, કુંડળ સહિતનાં ઘરેણાંની ચોરી કરી, પૂજારી અને સફાઈ કામદાર ચોરીની ઘટના બાદ ફરાર, સીસીટીવીએ ચોરીના ભેદનો પડદાફાસ કર્યો અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા  લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ અને ચાંદીના પૂંઠિયા સહિત કુલ 1.64 કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code