1. Home
  2. Tag "News Article"

સંસ્થાકીય અને નીતિગત માળખું ભારતને AI જેવી ઉભરતી તકનીકો માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે: નાણાં મંત્રી

આગામી ભારત AI ઇમ્પેક્ટ સમિટ 2026 માટે સત્તાવાર પૂર્વ-સમિટ કાર્યક્રમ, “ભારત AI શક્તિ” માં, નાણામંત્રીએ કહ્યું કે ભારત એક ઐતિહાસિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં શાસન અને નીતિગત નિર્ણયો પહેલા કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યા છે. “ઘણી બાબતો કાગળ પર રહી શકે છે, પરંતુ જ્યારે દૂરંદેશી નેતૃત્વ હેઠળ અમલમાં મૂકવામાં આવે છે, ત્યારે […]

પોલીસને આધુનિક કમાન્ડો જેવી તાલીમ અપાશે અને અયોધ્યા નવું NSG હબ બનશેઃ અમિત શાહ

ગુરુગ્રામ: NSGના 41મા સ્થાપના દિવસ પર ગુરુગ્રામ પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા અને સૈનિકોને તાલીમ આપવા માટે દેશમાં છઠ્ઠું NSG તાલીમ કેન્દ્ર પણ ખોલવામાં આવશે. હવે છઠ્ઠું તાલીમ કેન્દ્ર અયોધ્યામાં ખોલવામાં આવશે, આ પહેલા ચેન્નાઈ, કોલકાતા, મુંબઈ, જમ્મુ અને હૈદરાબાદમાં તાલીમ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. માનેસર કેમ્પસમાં NSGના 41મા સ્થાપના દિવસ […]

ગૂગલ ભારતમાં AI હબ પર 15 બિલિયન ડોલરનું રોકાણ કરશે, CEO સુંદર પિચાઈએ PM મોદીને માહિતી આપી

નવી દિલ્હી: ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ મંગળવારે કહ્યું કે તેમણે પીએમ મોદી સાથે વાત કરી. પિચાઈના જણાવ્યા મુજબ, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેના પ્રથમ AI હબ માટેની યુએસ ટેક જાયન્ટની યોજનાઓ શેર કરી. હકીકતમાં, ગૂગલે વિશાખાપટ્ટનમમાં એક વિશાળ ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બેઝની પણ જાહેરાત કરી […]

બિહાર ચૂંટણીઃ BJPએ 71 ઉમેદવારોના નામ કર્યાં જાહેર, નંદ કિશોર યાદવને પડતા મુકાયાં

નવી દિલ્હીઃ બિહાર ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. એનડીએમાં બેઠકોની વહેંચણીને લઈને ચાલતી ખેંચતાણનો અંત આવતા ભાજપા દ્વારા આજે 71 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. બિહાર ચૂંટણીમાં ભાજપા 101 બેઠકો ઉપર તેમના ઉમેદવારો ઉભા રાખજે. જે પૈકી 71 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. બાકીના ઉમેદવારોના નામ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. ભાજપાએ […]

મહારાષ્ટ્રઃ કુખ્યાત નક્સલી વેણુગોપાલ રાવ સહિત અન્ય 60 નક્સલવાદીઓએ હથિયાર હેઠાં મુક્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસને નક્સલવાદ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. ખતરનાક નક્સલવાદી મલ્લૌજુલા વેણુગોપાલ રાવ (સોનુ)એ અન્ય 60 નક્સલવાદીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં, પોલીસ નક્સલવાદીઓ સામે લાંબા સમયથી કાર્યવાહી કરી રહી છે. દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું અભિયાન ચાલુ છે. આ પ્રયાસમાં, ઘણા નક્સલવાદીઓ સતત આત્મસમર્પણ કરી રહ્યા છે. […]

મેક્સિકોમાં મુશળધાર વરસાદથી તબાહી: 64 લોકોના મોત, 65 ગુમ

નવી દિલ્હી: મેક્સિકોમાં પડેલા મુશળધાર વરસાદને કારણે 64 લોકોના મોત થયા છે અને 65 લોકો ગુમ થયા છે. સરકારે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે, કેટલીક નગરપાલિકાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને ઘણી નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થયો છે. મેક્સીકન અધિકારીઓએ છેલ્લા અઠવાડિયાથી વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને ખાલી કરાવવા, સાફ કરવા […]

ભારતે લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ ટાળ્યું, ચીન-અમેરિકાના જાસુસી જહાજ હિંદ મહાસાગરમાં હાજર

નવી દિલ્હીઃ ભારત તા. 15થી 17 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કરવાનું હતું. જો કે, તેને રદ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. ભારતે 3550 કિમીના વિસ્તારમાં નો ફ્લાઈંગ ઝોન જાહેર કર્યો હતો. જેથી અમેરિકા અને ચીને પોતાના જાસુસી જહાજ હિંદ મહાસાગરમાં મોકલ્યાં હતા. ભારત સરકારે નોટમ જાહેર કરીને ચેતવણી આપી હતી. ભારતે […]

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ અને પ્રતિનિધિમંડળને અફઘાનિસ્તાને ના આપ્યા વિઝા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદ ઉપર ફાયરિંગની ઘટનાઓ વધી છે. તેમજ તાજેતરમાં જ પાકિસ્તાન આર્મીએ અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હતી. જેથી અફઘાનિસ્તાને નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન અફઘાનિસ્તાને પાકિસ્તાનના ઉચ્ચસ્તરીય ડેલીગેશનના કાબુલ પ્રવાસની વિનંતીને ફગાવી દેવામાં આવી છે. સતત 3 દિવસથી પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા મોહમ્મદ આફિસ. આઈએસઆઈ પ્રમુખ આસિમ મલિક અને અન્ય બે […]

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10મી ટેસ્ટ શ્રેણી જીતી રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઈન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટ 7 વિકેટથી જીતીને 2-0 થી શ્રેણી જીતી લીધી હતી. આ ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10મો ટેસ્ટ શ્રેણીનો વિજય છે. આ સાથે, ભારતે કોઈ પણ પ્રતિસ્પર્ધી સામે સતત સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ સંયુક્ત રીતે મેળવી લીધો છે. ભારત પહેલા, દક્ષિણ આફ્રિકાની ટીમે 1998થી 2024 […]

મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના પ્રવાસે, પીએમ મોદી સાથે કરશે મુલાકાત

નવી દિલ્હીઃ મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના પ્રવાસે આવ્યાં છે. તેઓ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. જ્યાં બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. વાટાઘાટો પછી અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. મોંગોલિયન રાષ્ટ્રપતિ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે, અને રાષ્ટ્રપતિ મુર્મુ તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code