1. Home
  2. Tag "News in Gujarati"

રાજકોટમાં વાહન અથડાવવા જેવી બાબતમાં બે સગા ભાઈઓ સહિત ત્રણની હત્યા

કાળીચૌદશની મધ્યરાત્રિએ વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બબાલ થઈ હતી, હુમલો કરનારા યુવાનની પણ હત્યા થઈ, રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં બન્યો બનાવ, રાજકોટઃ શહેરમાં ગત રાતે એટલે કે કાળી ચૌદશની મધ્યરાત્રીએ વાહન અથડાવવા જેવી નજીવી બાબતે ત્રિપલ હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. શહેરના આંબેડકરનગરમાં એકસાથે ત્રણ હત્યા થતાં ઉચ્ચ અધિકારીઓ […]

ગ્રેટર નોઈડામાં પંચાયત દરમિયાન ગોળીબાર, બેના મોત

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં ગામની પંચાયત દરમિયાન થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા અને ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ ઘટના જારચા પોલીસ સ્ટેશનના હદમાં આવેલા સાથલી ગામમાં બની હતી. ગામમાં […]

અમદાવાદ દીપોત્સવી પર્વને લીધે રોડ-રસ્તા પર રંગબેરંગી લાઈટસથી ઝગમગ્યું

મ્યુનિ. દ્વારા વિવિધ રોડ પર લાઈટિંગ કરાયું, શહેરના બ્રિજ પર નવનવી રંગીન લાઈટ્સને નજારો, મુખ્ય સર્કલોને પણ સુશોભિત કરાયા અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તાઓ અને તમામ બ્રિજ પર રંગબેરંગી લાઈટ્સથી રોશની કરવામાં આવી છે. જ્યારે કેટલાક વેપારી પેઢીઓ અને સંસ્થાઓ દ્વારા પણ દીપોત્સવીની ઊજવણી માટે પણ રોશની કરવામાં આવતા શહેરના મુખ્ય માર્ગો પર અનોખો […]

તમિલનાડુમાં ધોધમાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા

ચેન્નાઈઃ દિવાળીની ઉજવણી વચ્ચે તમિલનાડુમાં આ વર્ષે તહેવાર વરસાદી બન્યો છે. તમિલનાડુના ચેન્નઈ અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદને કારણે માર્ગ વ્યવહાર તો ખોરવાયો જ છે, સાથે હવાઈ સેવા પણ અસરગ્રસ્ત બની છે. છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે ચેન્નઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ […]

ઈરાને ઇઝરાયલ માટે જાસૂસી કરનાર વ્યક્તિને ફાંસી આપી, મોસાદ સાથે સંબંધ ધરાવવાનો આરોપ

તેહરાનઃ ઈરાને ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ માટે જાસૂસી કરવાના આરોપમાં એક વ્યક્તિને ફાંસી આપી છે. તેમ ઈરાનની ન્યાયપાલિકાની સત્તાવાર સમાચાર એજન્સી મિઝાને જણાવ્યું હતું. અહેવાલ મુજબ, કોમ શહેરમાં ધરપકડ કરાયેલા આ વ્યક્તિને ઈરાનના સુપ્રીમ કોર્ટ દ્વારા મૃત્યુદંડની પુષ્ટિ બાદ અને તેની માફીની અરજી ફગાવ્યા બાદ વહેલી સવારે ફાંસી આપવામાં આવી હતી. રિપોર્ટમાં આરોપીનું નામ જાહેર […]

ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ સમજુતી વચ્ચે રફા બોર્ડર બંધ કરાઈ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂની સરકારે ગાઝા અને ઇજિપ્તને જોડતા એકમાત્ર ખુલ્લા માર્ગ રફા બોર્ડર ક્રોસિંગને ‘આગામી આદેશ સુધી બંધ’ રાખવાનો આદેશ આપ્યો છે. આ બોર્ડર જ તે માર્ગ છે જેના મારફતે અત્યાર સુધી ગાઝા પટ્ટીમાં માનવીય મદદ અને નાગરિકોની અવરજવર શક્ય બની રહી હતી. ઇઝરાયેલે આ નિર્ણયને […]

પાકિસ્તાનથી લઈને સિડની સહિત દુનિયાભરમાં દિવાળીની ઉજવણી

નવી દિલ્હીઃ દીવાળીની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોમાં ધામધૂમથી થઈ રહી છે. પાકિસ્તાનથી લઈને ઑસ્ટ્રેલિયાના સિડની અને બ્રિટનના લંડન સુધી દીવાળીના ઉત્સવની રોશની છવાઈ ગઈ છે. અમેરિકામાં પણ હિન્દુઓ દ્વારા દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે. દીવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં શહેરના […]

મુંબઈના કફ પરેડ વિસ્તારની ચાલીમાં લાગી આગ, એકના મોત

મુંબઈઃ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં આવેલી એક વન પ્લસ વન ચોલની પ્રથમ માળે સોમવારની વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. કૅપ્ટન પ્રકાશ પેઠે માર્ગ પર આવેલી આ ચૉલમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આગ લાગતાની સાથે જ BMCના અગ્નિશામક વિભાગને ઘટનાની જાણ […]

અમેરિકન મેયર્સ દિવાળીની ઉજવણીમાં ડૂબ્યા, બોલીવુડ ગીતો પર નાચ્યા

નવી દિલ્હી: દિવાળી એ ભારતના સૌથી વધુ ઉજવાતા તહેવારોમાંનો એક છે. શહેરોથી ગામડાઓ સુધી દિવાળીનો ઉત્સાહ અનુભવાય છે. હવે, આ તહેવારનો ઉત્સાહ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પણ જોવા મળી રહ્યો છે. આનું તાજેતરનું ઉદાહરણ અમેરિકાના ઉત્તર કેરોલિનામાં જોવા મળ્યું. દિવાળી સંબંધિત એક કાર્યક્રમમાં બે અમેરિકન મેયરે બોલિવૂડ ગીતો પર ડાન્સ કર્યો. […]

ચીનના શાંઘાઈમાં પણ દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો

નવી દિલ્હી: દેશભરમાં દિવાળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જોકે, આ વર્ષે ચીનનું શાંઘાઈ પણ દિવાળી માટે રોશનીથી ઝળહળી ઉઠ્યું. શાંઘાઈમાં દિવાળીની ઉજવણી સ્પષ્ટ દેખાઈ રહી હતી, અને આ કાર્યક્રમોની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. દિવાળી એ એક એવો તહેવાર છે જે ખરાબ પર સારાના વિજયની ઉજવણી કરે છે. આખો દેશ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code