1. Home
  2. Tag "News in Gujarati"

સુરતમાં વેસ્ટેજ કાપડના ગોદામમાં લાગી ભીષણ આગ, દુર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા

સુરત, 30 જાન્યુઆરી 2026: શહેર નજીક એકલેરા ચોકડી પાસે ગત મોડી રાત્રે વેસ્ટેજ કાપડ (ચીંદી)ના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. છેલ્લા 6 કલાકથી પાણીનો સતત મારો છતાંયે આગ પર કાબુ મેળવી શકાયો નહતો. આગ એટલી વિકરાળ હતી કે તેના […]

વડોદરાના કરજણ પાસે હાઈવે પર ટ્રક પાછળ બસ અથડાતા બેનાં મોત

વડોદરા, 30 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતના વધુ એક બનાવમાં બેના મોત નિપજ્યા હતા. વડોદરાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર આજે વહેલી સવારે જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ હાઈવે સાઈડ પર પાર્ક કરેલી ટ્રક પાછળ અથડાતા બેના પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. જ્યારે 10 પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતના […]

ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખબક્યા બાદ આગ લાગતા ત્રણનાં મોત

રાજકોટ, 30 જાન્યુઆરી 2026: રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત ગોંડલ-આટકોટ હાઈવે પર સર્જાયો હતો. ગોંડલ-આટકોટ હાઈવે આજે વહેલી સવારે મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે પૂરફાટ ઝડપે કાર પુલ નીચે ખાબક્યા બાદ આગ લાગતા બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ જીવતા ભુંજાયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે […]

અમદાવાદમાં ‘આદિવાસી હસ્તકલા કૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શનનો પ્રારંભ

અમદાવાદ, 30 જાન્યુઆરી 2026: આદિજાતિ વિકાસ મંત્રી  નરેશભાઈ પટેલના હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ વેચાણ અને પ્રદર્શન મેળો આગામી તા. 03 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ મેળામાં તમામ આદિવાસી ભાઈ-બહેનોને […]

112′ ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા 4 મહિનામાં 3.82 લાખથી વધુ કેસ એટેન્ડ કરાયા

અમદાવાદ,29 જાન્યુઆરી 2026: રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક ‘112’ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇમરજન્સી સેવાઓની કામગીરી બારીકાઈથી સમજવાનો અને તેને વધુ ઝડપી બનાવવાનો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘112’ ઈમરજન્સી નંબર પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચાઈલ્ડ હેલ્પલાઈન […]

અમદાવાદમાં ડ્રેનેજની કામગીરી કરતા મકાન તૂટી પડતા મહિલાનું મોત, બેને ઈજા

અમદાવાદ,29 જાન્યુઆરી 2026:  શહેરના ઘી-કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે આવેલા નવતાડની પોળમાં આજે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાઈ ગયા હતાં. આ બનાવને લીધે પોળના લોકો દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને દટાયેલા લોકોનું રેસ્ક્યૂ શરૂ કર્યું હતુ. ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા ત્રણ […]

ગુજરાતમાં 24 કલાકમાં અકસ્માતના 6 બનાવોમાં 3ના મોત,4ને ગંભીર ઈજા

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026:  રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે, છેલ્લા 24 કલાકમાં રોડ અકસ્માતોના 6 બનાવો બન્યા છે. જેમાં ત્રણના મોત અને ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા છે. પ્રથામ અકસ્માતનો બનાવ સાણંદના ગીબપુરા રેલવે બ્રીજ નજીક બાઈક સ્લીપ થતાં બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યુ હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ થરાદ નજીક ભારતમાલા […]

ચાંદીના ભાવ 4 લાખને વટાવી ગયા, સોનાના ભાવમાં પણ 16000નો ઉછાળો

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026:  સોનું કે ચાંદી ખરીદવું મધ્યમ વર્ગ માટે હવે સ્વપ્ન બની ગયુ છે. રોજબરોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સોનાના ભાવમાં આજે 16,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદી 21,000 રૂપિયા વધીને 4 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આજે વહેલી સવારે MCX (મલ્ટી કમોડિટી એક્સચેન્જ) પર માર્ચના વાયદાની […]

સાયલામાં જુના જસાપરા ગામે ખનીજચોરીના કેસમાં 2.87 કરોડનો દંડ ફટકારાયો

સુરેન્દ્રનગર, 29 જાન્યુઆરી 2026:  જિલ્લાના ખનીજ ચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ખનીજચોરી સામે રેડ પાડીને માલ-સામન સીઝ કરવામાં આવે છે. ત્યારબાદ ખનીજચોરોને આકરી પેનલ્ટી પણ ફટકારવામાં આવે છે. જિલ્લાના સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ.2.87 કરોડનો દંડ ફટકારાયો છે. મામલતદારની રેડ બાદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરી જમીન માલિકો અને મશીન સંચાલકોને […]

કચરાના વ્યવસ્થાપનમાં સુરત બન્યુ દેશનું રોલ મોડલ, બાંધકામ કચરાનું 100 ટકા રિસાયક્લિંગ

સુરત, 29 જાન્યુઆરી 2026:  એક સમયે માત્ર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર આજે પર્યાવરણ જાળવણી અને કચરાના નિકાલ માટે સમગ્ર દેશમાં પથદર્શક બની રહ્યું છે. સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે નહીં, પણ ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘અર્બન ડેવલપમેન્ટ વર્ષ’ – શહેરી વિકાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code