1. Home
  2. Tag "News Live"

નવસારીમાં સ્કૂલ નજીક વિદ્યાર્થીએ નજીવી વાતે સાથી વિદ્યાર્થી પર કાતરથી કર્યો હુમલો

મજાક મસ્તી દરમિયાન વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો અને કાતરના ઘા ઝીંકી દીધા, સગીર વિદ્યાર્થીને પેટના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો, સગીર વિદ્યાર્થીઓમાં વધતી જતી હિંસક વૃતિ ચિંતાનો વિષય નવસારીઃ આજના સગીર વયના યુવાનો અને કિશોરોમાં સોશિયલ મીડિયાના વળગણને કારણે નજીવી વાતે ઉશ્કેરાટ અને હિંસક વૃતિ વધતી જાય છે. જે સમાજ માટે ચિંતાનો વિષય છે. નવસારીમાં […]

વડોદરામાં કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં મુલાકાતીઓએ રજિસ્ટરમાં એન્ટ્રી કરવી ફરજિયાત

ગાર્ડનમાં અસામાજિક પ્રવૃતિ ન વધે તે માટે મ્યુનિ.કમિશનરે લીધો નિર્ણય, બગીચાઓમાં સુરક્ષા અને શાંતિ જાળવવા માટે નિર્ણય લેવાયો, શહેરીજનોએ મ્યુનિ.કમિશનરના નિર્ણયને આવકાર્યો વડોદરાઃ  શહેરમાં આવેલા કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં મુલાકાતે આવતા તમામ લોકો માટે રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે. શહેરના બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિઓની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિના (VMC) કમિશનરે એક મહત્વનો […]

સુપ્રીમ કોર્ટનો કોમેડિયન્સને આદેશ: દિવ્યાંગોની સફળતાની કહાની બતાવો, SMA પીડિતો માટે ફંડ એકત્ર કરો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોમેડિયન અને યૂટ્યુબર સમય રૈના તથા ચાર સ્ટેન્ડ-અપ કોમેડિયન્સ વિપુલ ગોયલ, બલરાજ ઘઈ, સોનાલી ઠક્કર અને નિશાંત તંવરને સમાજમાં સકારાત્મક સંદેશ આપતા ખાસ કાર્યક્રમો કરવાની સૂચના આપી છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, સૌ કોમેડિયન પોતાના પ્લેટફોર્મ્સ પર ખાસ કરીને દિવ્યાંગ લોકોને આમંત્રિત કરે અને તેમની સફળતાની કહાની રજૂ કરે. આવા […]

ચોટિલા હાઈવે પર પેટ્રોલ-ડીઝલની ચોરી કરીને વેચાણ કરતા રેકેટનો પડદાફાશ

હોટલ પર પાર્ક થતાં પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી ચોરી કરવામાં આવતી હતી, મશીન ફીટ કરેલા મીની ટેમ્પોમાં પેટ્રોલ-ડીઝલ ભરી ઓછા ભાવે વેચી નાખતા હતા. પોલીસે 4.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક હોટલો પર પેટ્રોલ અને ડીઝલ ભરેલા પાર્ક થતાં ટેન્કરોમાં પેટ્રોલ અને ડીઝલની ચોરી કરીને મીની ટેમ્પામાં આસપાસના વિસ્તારોમાં […]

પ્રધાનમંત્રી 28 નવેમ્બરે કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લેશે. બાદમાં તેઓ ગોવા જશે, જ્યાં બપોરે લગભગ 3:15 વાગ્યે તેઓ શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગલી જીવોત્તમ મઠની મુલાકાત લેશે અને મઠની 550મી વર્ષગાંઠ “શારદા પંચાષ્ટમનોત્સવ”ની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી ઉડુપીમાં શ્રી કૃષ્ણ […]

સંયુક્ત રાષ્ટ્ર સંગઠન CITES દ્વારા જામનગરમાં સ્થિત વનતારાને વિશ્વનું શ્રેષ્ઠ વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર જાહેર કર્યું

જામનગર: સંયુક્ત રાષ્ટ્ર (UN) સાથે જોડાયેલી વન્યજીવ સંરક્ષણ સંસ્થા CITES (કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઇલ્ડ ફૌના એન્ડ ફ્લોરા) ની સ્થાયી સમિતિની બેઠકમાં ભારતને મોટી સફળતા મળી છે. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત CITES ના 20મા કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP) માં, સ્થાયી સમિતિ અને સભ્ય દેશોના મોટા ભાગના સભ્યોએ ભારતની સ્થિતિને નિર્ણાયક રીતે સમર્થન […]

ભાવનગર જિલ્લામાં વીજ ચોરી સામે PGVCLની મેગા ડ્રાઈવ, 77 લાખની વીજચોરી પકડાઈ

વલભીપુર અને સિહોર તાલુકામાંથી રૂ.32 લાખની વીજચોરી પકડાઈ, વીજ ચેકિંગ દરમિયાન એસઆરપી અને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો, જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 67 લાખની વીજચોરી પકડાઈ ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં વીજચોરીની બદી વધતા લાઈન લોસ વધતો જાય છે. તેથી છેલ્લા ત્રણ-ચાર દિવસથી પીજીવીસીએલ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પોલીસના સઘન બંદોબસ્ત સાથે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા […]

ભાવનગર જિલ્લામાં મતદાર સુધારણા (SIR) માટે 29મી અને 30મી નવેમ્બરે ખાસ કેમ્પ યોજાશે

મતદારો બે દિવસ દરમિયાન ફોર્મ જમા કરવી શકશે 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા મતદારો પરિવારના પુરાવા રજૂ કરી શકશે, બે દિવસ તમામ વિધાનસભા વિસ્તારોમાં ખાસ કેમ્પ યોજાશે ભાવનગરઃ ગુજરાતભરમાં હાલ મતદાર યાદી સુધારણા (SIR)નો કાર્યક્રમ ચાલી રહ્યા છે. બીએલઓએ ઘેર ઘેર જઈને મતદાર યાદી સુધારણા માટેના ફોર્મનું વિતરણ કર્યુ હતુ. હવે મતદારો પાસેથી ફોર્મ […]

મેડિકલ કોલેજો સંબંધિત કેસ દિલ્હી અને યુપી સહિત 10 રાજ્યોમાં EDના દરોડા

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દેશભરમાં એક મોટું ઓપરેશન ચલાવી રહ્યું છે. ED ટીમોએ આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા છે. વાસ્તવમાં, આ કાર્યવાહી 30 જૂનના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલી 225 એફઆઈઆરના સંદર્ભમાં કરવામાં આવી છે. એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે […]

રાજકોટમાં 4થી ડિસેમ્બરથી 74મી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપ યોજાશે

અલગ-અલગ રાજ્યોની 35થી વધુ પુરુષો અને મહિલા ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે, ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ પોલીસ હોકી ચેમ્પિયનશિપ યોજાશે, 15 ડિસેમ્બરના રોજ ક્લોઝિંગ સેરેમની સાંજે 4 વાગ્યે યોજાશે રાજકોટઃ શહેરમાં ગુજરાત પોલીસ વિભાગના યજમાનપદે તા. 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 74મી નેશનલ લેવલની ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ યોજાશે. જેમાં દેશભરમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code