1. Home
  2. Tag "nia"

આતંકવાદ સામેની તડાઈ વધારે વેગવંતી બનાવાઈ, ડિજિટલ ક્રાઈમ મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રારંભ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહે આતંકવાદ સામે લડવા ડિજિટલ ક્રાઈમ મેનેજમેન્ટ સિસ્ટમ અને NIA શાખાઓ શરૂ કરી. દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ડિઝાઇન કરાયેલી ડિજિટલ ક્રિમિનલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (CCMS)નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયું. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કોચીમાં NIAની 2 નવી શાખા કચેરીઓ અને રાયપુરમાં રહેણાંક સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું. શાહે એક મોબાઈલ એપ […]

જેલમાં કેદીઓને આતંકી બનાવવાનો લશ્કરે તૈયબાનો ખેલ, NIAના 17 સ્થાનો પર દરોડા

નવી દિલ્હી: બેંગલુરુની જેલમાં આતંકવાદી બનાવવાના ખેલને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સાત રાજ્યોના 17 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે. આ મામલામાં એનઆઈએ એક વર્ષથી તપાસ કરી રહી છે. લશ્કરે તૈયબાના આતંકવાદી ટી. નસીર પર આરોપ છે કે તે બેંગલુરુ સેન્ટ્રલ જેલની અંદર પણ કેદીઓને આતંકવાદી બનાવવામાં લાગેલો હતો. આ સિવાય બેંગલુરુ કાફે બ્લાસ્ટ મામલામાં […]

પ.બંગાળ: રામ નવમી હિંસા કેસમાં 16 તોફાનીઓની ધરપકડ, NIAએ તપાસ વધુ તેજ બનાવી

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પશ્ચિમ બંગાળમાં ધાર્મિક સરઘસ દરમિયાન સાંપ્રદાયિક હુમલાનું કાવતરુ ઘડીને તેને અંજામ આપવાના ચકચારી કેસમાં 16 લોકોની ધરપકડ કરી છે. NIAની તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલા હિંસાના વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી અને તેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના ઉત્તર […]

ચકચારી સંદેશખાલી કેસની તપાસ એનઆઈએ કરશે, ટુંક સમયમાં આરોપીઓ સામે કરાશે એફઆઈઆર

કોલકોત્તાઃ સંદેશખાલી કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ તપાસ કરશે. તેમજ જ ટુંક સમયમાં જ પોલીસ ફરિયાદ દાકલ કરવામાં આવશે. હાલ તપાસનીશ એજન્સી શાહજહાં શેખની તપાસમાં જોતરાઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે, તેમને સંદેશખાલી જવાથી રોકવામાં આવશે પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ તેઓ ત્યાં જઈ રહ્યા છે. બીજી તરફ વૃંદા […]

આતંકવાદી ભંડોળ કેસમાં NIAના જમ્મુ-કાશ્મીરમાં દરોડા

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરુ કર્યું છે. દરમિયાન આજે એનઆઈએની ટીમે આતંકવાદી ભંડોળ કેસમાં પ્રતિબંધિત જમાત-એ ઈસ્લામી જમ્મુ-કાશ્મીરના વિવિધ સ્થળ ઉપર દરોડા પાડ્યાં હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કાશ્મીરના કેટલાક ભાગોમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીર દ્વારા આતંકવાદી ભંડોળના કેસના સંબંધમાં સર્ચ હાથ ધર્યું હતું, […]

કરણી સેના પ્રમુખ ગોગામેડીની હત્યાના મામલે 31 સ્થાનો પર દરોડા: હરિયાણા-રાજસ્થાનમાં NIAની કાર્યવાહી

નવી દિલ્હી: કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના મામલામાં એનઆઈએ દ્વારા હરિયાણા અને રાજસ્થાનના 31 સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે તાજેતરમાં આ હત્યાકાંડની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી હતી. કેસ પોતાના હાથમાં લીધા બાદથી જ એનઆઈએ શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે. પૂછપરછથી મળેલી જાણકારીના આધારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દરોડાની કાર્યવાહી કરી રહી […]

ISIS ષડયંત્ર કેસમાં મહારાષ્ટ્ર-કર્ણાટક સહિતના 40 થી વધુ સ્થળો પર NIA એ પડ્યા  દરોડા

દિલ્હી – દેશભરના અનેક ષડયંત્ર અને ભ્રષ્ટાચાર સામે નેશનલ એજન્સી દ્વારા સતત  કાર્યવાહી થઈ રહી છે ત્યારે  આજ રોજ સવારથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દેશભરમાં 40 થી વધુ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું. જાણકારી અનુસાર  એજન્સીએ મહારાષ્ટ્રના થાણે, પુણેથી મીરા ભાયંદર સુધીના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. તે જ સમયે, કર્ણાટકમાં પણ એજન્સીએ ઘણી જગ્યાએ […]

ISના આતંકીઓ દેશમાં શરિયા કાયદો સ્થાપિત કરવા માંગતા હતા, મેંગલુરુ કેસમાં NIAની ચાર્જશીટમાં ખુલાસો

નવેમ્બર 2022માં થયો હતો બોમ્બ બ્લાસ્ટ મેંગલુરુના મંદિરમાં બ્લાસ્ટનું ઘડાયું હતું કાવતરુ બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા વર્ષે નવેમ્બરમાં કર્ણાટકના મેંગલુરુમાં થયેલા ઈસ્લામિક સ્ટેટ (IS) પ્રાયોજિત પ્રેશર કૂકર બ્લાસ્ટ કેસમાં બુધવારે બે આરોપીઓ સામે કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીઓમાંથી એક એવા મોહમ્મદ શારિક, 19 નવેમ્બર, 2022 ના રોજ એક ઓટો-રિક્ષામાં પ્રેશર […]

NIAની ખાલિસ્તાની નેટવર્ક સામે લાલઆંખ પંજાબ-હરિયાણામાં 15 સ્થળો પર પડ્યા દરોડા

દિલ્હી –  રાષ્ટ્રીય તપાસ એજન્સી ખાલિસ્તાની નેટવર્કને નષ્ટ કરવા માટે એક્શન મોડમાં છે અને આ માટે સતત કાર્યવાહી કરી રહી છે. બુધવારે સવારે NIA દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. NIAએ પંજાબ-હરિયાણામાં લગભગ 15 અલગ-અલગ જગ્યાએ દરોડા પાડ્યા છે.  આ કાર્યવાહી ખાલિસ્તાની નેટવર્કની તપાસ માટે કરવામાં આવી રહી છે. અગાઉ NIAએ ઘણા રાજ્યોમાં ખાલિસ્તાની નેટવર્કના […]

પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના અનેક સ્થળો NIA ના દરોડા

દિલ્હીઃ – સુરરક્ષા એજન્સલીો દ્રારા દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે આજરોજ બુધવારે દેશભરમાં  પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ દેશમાં ડઝનબંધ સ્થળોએ દરોડા પાડ્યા છે.કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જુની દિલ્હીના હૌજી કાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્લીમારાનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. PFI પર ગયા વર્ષે એન્ટી ટેરરિસ્ટ અનલોફુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code