1. Home
  2. Tag "NIMCJ"

એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ વિવિધ કલાપ્રસ્તુતિ કરી “જઝબાત” વ્યક્ત કર્યા

અમદાવાદ: ગુજરાતની પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થિઓ દ્વારા કલા પ્રસ્તુતિ માટે સર્જવામાં આવેલા મંચ  “એક્સપ્રેસિંગ જઝબાત”ના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી.તાજેતરમાં “એક્સપ્રેસિંગ જઝબાત 3.0”નું બોક્સ પાર્ક,ગોતા ખાતે આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓની છુપી પ્રતિભા ઉજાગર થાય, કલા માટેનો અભિગમ જાગે અને મંચ પ્રસ્તુતિ માટે તેઓ સજ્જ […]

ગુજરાતી ફિલ્મોના યુવા પટકથા લેખક રામ મોરીનું એનઆઇએમસીજે દ્વારા સન્માન કરાયું

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા એક અનોખા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. “કચ્છ એક્સપ્રેસ” જેવી સુપરહિટ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મના પટકથા લેખક રામ મોરીનું શાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે પોતાની સાહિત્ય સર્જન યાત્રાને વર્ણવતા તેમણે કહ્યું કે વૈશ્વિકીકરણની સફળતા તો […]

જો માનસિક સ્વાસ્થ્ય સારું રહે તો તે જીવનમાં પરમસુખની પ્રાપ્તી બરાબર

અમદાવાદઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં દર બુધવારે અભ્યાસ તથા જ્ઞાન ઉપયોગી પ્રવૃત્તિઓ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમની આંતરીક કળા ને બહાર લાવી શકે તેવા કાર્યક્રમો થતાં રહે છે જેમાં આ બુધવારે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ વિષય ઉપર ડીબેટ રાખવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે મધરહૂડ ફાઉંડેશનના પ્રખ્યાત મનોચિકિત્સક બિજલ પંડ્યા ને આમંત્રિત કરવામાં આવ્યાં […]

એનઆઇએમસીજેની નવી બેચને સિનિયર વિદ્યાર્થીઓએ અનોખી રીતે આવકારી

અમદાવાદ: સામાન્ય રીતે કોલેજમાં પ્રથમ દિવસે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે યોજાતા સ્વાગત સમારોહમાં મહાનુભાવોના વક્તવ્ય થતા હોય છે.પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ (એનઆઇએમસીજે) માં સિનિયર વિદ્યાર્થીઓએ બીએજેએમસી અને  એમએજેએમસીમાં પ્રવેશ મેળવનારા નવા વિદ્યાર્થીઓને અનોખા ઉત્સાહથી,નવા અભિગમ સાથે આવકાર્યા હતા. આગામી વર્ષોમાં આ વિદ્યાર્થીઓ મીડિયાના જે મહત્વના પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, માર્કેટિંગ કમ્યુનિકેશન, ડિજિટલ અને […]

એનઆઇએમસીજેમાં રાજેશ કાવાનો વોઇસ ઓવર વર્કશોપ યોજાશે

અમદાવાદ: ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં માત્ર આંગિક અભિનય જ પૂરતો નથી અવાજનું પણ અનેરૂ મહત્વ હોય છે,અને એટલે જ ડબિંગ અને વોઇસ ઓવરની કામગીરીનું આ બંને ઉદ્યોગમાં મહત્વ છે. પાત્રને અનુરૂપ અવાજના આરોહ અવરોહને બદલવા અને અવાજથી અભિનય કરવો એ તાલીમ અને મહેનત માગી લેતું કામ છે. એટલે જ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ […]

એનઆઇએમસીજેનો સતત છઠ્ઠા વર્ષે બેસ્ટ કોલેજીસના નેશનલ રેન્કિંગમાં સમાવેશ

અમદાવાદ: મીડિયા શિક્ષણ ક્ષેત્રે નવા સીમાચિન્હો સર કરી રહેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) અમદાવાદ એ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.જાણીતા સામયિક “ઇન્ડિયા ટુડે” દ્વારા હાથ ધરાતા બેસ્ટ કોલેજીસ ઓફ માસ કમ્યુનિકેશનના નેશનલ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે સંસ્થાનો સમાવેશ થયો છે. આ રેન્કિંગમાં સમાવેશ થનારી ગુજરાતની આ એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા […]

બીએજેએમસીની પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટીના ટોપર્સમાં એનઆઈએમસીજેના ૧૧ વિદ્યાર્થીઓ

અમદાવાદ: તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલા બેચલર ઓફ આર્ટ્સ (જર્નલીઝમ એન્ડ માસ કમ્યુનિકેશન) બી.એ.જે.એમ.સી. ના અંતિમ વર્ષના પરિણામમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનીકેશન ઍન્ડ જર્નલીઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે.યુનિવર્સિટીના પરિણામમાં ટોપર્સમાં સંસ્થાના ૧૧ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલા પરિણામમાં તમામ છ સેમેસ્ટરના ગુણ પ્રમાણે નીચે […]

એનઆઈએમસીજેના પ્રાધ્યાપકો આંતરરાષ્ટ્રીય સેમીનારમાં સંશોધન પત્ર રજૂ કરશે

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) અમદાવાદના નિયામક પ્રો. ડો. શિરીષ કાશીકર અને સહાયક પ્રાધ્યાપક શ્રી કૌશલ ઉપાધ્યાય આગામી ૨૬મેના રોજ કાઠમંડુ નેપાળ ખાતે આયોજિત ‘એશિયન કમ્યુનિકેશન’ પરના ઇન્ટરનેશનલ સેમિનારમાં સંશોધનપત્ર રજૂ કરશે. ડો. કાશીકર આ સેમિનારમાં “કમ્યુનિકેશનના સાધારણીકરણ મોડેલના બે દાયકા અને તેનું ભવિષ્ય” પર આયોજિત પેનલ ચર્ચામાં પણ ભાગ લેશે. […]

અગ્રણી શિક્ષણવિદ ઈલાબેન ગોહેલનું “ઇન્સ્પાયરિંગ એજ્યુકેશન હીરો” એવોર્ડથી સમ્માન

અમદાવાદઃ જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ-રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા (Trim Media Pvt. Ltd)ના ડિરેક્ટર અને શૈક્ષણિક સંસ્થા NIMCJ ના ડેપ્યુટી ડિરેક્ટર શ્રીમતી ઈલાબેન ગોહેલનું ઈજીએન ઈન્ડિયા દ્વારા ‘ઈન્સાયરિંગ એજ્યુકેશન હીરો’ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. ઈજીએન ઈન્ડિયા દ્વારા શિક્ષણ ક્ષેત્રે કામ કરતા ટીચર્સ અને મેનેજમેન્ટના લોકોને તેમના કામ બદલ ઈન્સ્પાયરિંગ એજ્યુકેશન એવોર્ડથી સંમાનિત કરવામાં આવે છે. […]

“મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન, NIMCJ ના વિદ્યાર્થીઓએ મતદાન કરવાની શપથ લીધી

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ ખાતે પ્રથમવાર મતદાન કરનારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે લોભલાલચ વગર મતદાન કરવાની શપથ લીધી હતી. ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’ યુવા મતદાર જાગૃતિ અભિયાન હેઠળ શપથની સાથે આજે અન્ય મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ સંસ્થામાં યોજાઇ હતી. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત અધિક કલેક્ટર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code