અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં નિર્જલા એકાદશીને લીધે ભાવિકોની દર્શન માટે જામી ભીડ
અમદાવાદઃ આજે 18મી જુનને મંગળવારે નિર્જળા એકાદશી એટલે કે, ભીમ અગિયારસ હોવાથી શહેરના જગન્નાથજીના મંદિરમાં દર્શન માટે ભાવિકોની ભીડ જોવા મળી હતી. અષાઢી સુદ બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તમામ તૈયારીઓ અને કાર્યક્રમો આજે નિર્જળા એકાદશીથી શરૂ થાય છે. જમાલપુર જગન્નાથ મંદિરે આજે મોટી સંખ્યામાં ભક્તો માથા પર પાણીનો ઘડો, કેરી અને પંખો લાવી […]