ઉત્તર ગુજરાતના 135 ગામના લોકો-ખેડૂતોને પીવા અને સિંચાઈના પાણી માટે કરોડોના કામોને મંજૂરી
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવા માટે સુજલામ-સુફલામ યોજના અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ રૂ. 191.71 કરોડના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે. […]


