ઉત્તર ગુજરાતમાં અપુરતા વરસાદથી ખેડુતો ચિંતિતઃ બનાસકાંઠાની હાલત સૌથી કફોડી
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયો ખાલી હોવાથી ખરીફ પાકનું વાવેતર સૂકાવા લાગ્યું છે. વરસાદ ખેંચાતા ડીસા વિસ્તારના ખેડૂતોની મુશ્કેલી વધી છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું. પશુપાલન સાથે જોડાયેલા લોકોની હાલત પણ બદતર બની છે. ઘાસચારા માટે પણ ખેડૂતોને ફાંફા […]


