વિવાદાસ્પદ નિવેદન મામલે નૂપુર શર્માની ધરપકડ નહીં કરાતા અમદાવાદમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી
અમદાવાદઃ ભાજપનાં નેતા અને પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપે શર્માને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નૂપુર શર્માના નિવેદનનોદ દેશભરના મુસ્લિમ સમાજમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મિરઝાપુર વિસ્તારમાં જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું. પોલીસે લોકોને સમજાવીને લોકોને ઘરે પાછા […]