1. Home
  2. Tag "not given"

કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હજુ ટેબ્લેટ અપાયા નથી, શિક્ષણ મંત્રીને રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે 2021-22ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ અપાયા નથી. ટેબ્લેટ ક્યારે મળશે તેનો અધિકારીઓ જવાબ આપી શક્તા નથી. ત્યારે સેલ્ફ ફાયનાન્સ ડિપ્લોમાં એન્જિનિયરિંગ એસો.એ શિક્ષણમંત્રી સમક્ષ રજુઆત કરીને વિદ્યાર્થીઓને સત્વરે ટેબ્લેટ આપવા માગણી કરી છે. ગુજરાતમાં કોલેજોના પ્રથમ […]

75 વર્ષમાં કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓને મહત્વ ન આપ્યુ: અમિત શાહ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી સ્વિકારી લીધી હોય તેમ સમગ્ર રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન તેમણે દાહોદની મુલાકાત લીધી હતી. અહીં જાહેરસભામાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રકાર કર્યાં હતા. તેમજ 75 વર્ષ સુધી કોંગ્રેસે આદિવાસીઓ માટે કોઈ કાર્ય નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રસંગ્રે અમિત […]

ગુજરાત સરકારે 500 કરોડની જાહેરાત બાદ પણ સહાય ન ચુકવતા ગૌશાળાઓની હાલત કફોડી

ભૂજઃ ગુજરાત સરકારે રાજ્યની પાંજરાપોળો અને ગૌશાળાઓને 500 કરોડની સહાય આપવાની જાહેરાત કર્યાને મહિનાઓ વીતિ ગયા છતાં સરકાર દ્વારા હજુ સુધી સહાય ચુકવવામાં આવી નથી. તેની પાંજરોપોળો અને ગૌશાળાના સંચાલકો ભારે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કારણ કે સરકારે સહાય આપવાની જાહેરાત કર્યા બાદ પાંજરાપોળો અને ગૌશાળાઓને જે દાન મળતું હતું તેમાં ઘટાડો થયો […]

નવસારીની સરકારી કોલેજોના વિદ્યાર્થીઓએ 1000 રૂપિયા જમા કરાવ્યા છતાં હજુ ટેબ્લેટ મળ્યા નથી

નવસારીઃ કોલેજોમાં ભણતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવાની યોજના વર્ષોથી અમલમાં છે. પણ રાજ્યની ઘણીબધી કોલેજોમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ મેળવવા માટે 1000 રૂપિયા જમા કરાવી દીધા હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ટેબ્લેટ મળ્યા ન હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં નવસારી જિલ્લાની સરકારી કોલેજોમાં ભણતા 700 છાત્રો પાસેથી નમો ટેબ્લેટ યોજના મુજબ 1,000ની […]

ભાજપ સરકારે નિવૃત્ત સૈનિકોને જમીન ફાળવવાની યોજના અભેરાઈએ ચડાવી દીધીઃ મોઢવાડિયા

અમદાવાદઃ ગુજરાતની ભાજપ સરકાર માતૃભૂમિની રક્ષા કરીને પરત ફરેલા દેશના માજી સૈનિકોની અવગણના કરતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વોટ મેળવવા સૈનિકોના પરાક્રમોને પોતાના નામે ચડાવી રાજકારણ રમતી હોય છે. પરંતુ માતૃભૂમિની રક્ષા કરતા સૈનિકોને નિવૃત્તિ બાદ હક આપવાની વાત આવે એટલે ગુજરાતની […]

ના રે..ના મેં અંબરિશ ડેરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું જ નથીઃ પાટીલ

રાજકોટઃ શહેર ભાજપમાં જૂથવાદ વચ્ચે સી.આર. પાટીલ સૌપ્રથમ વખત રાજકોટ આવ્યા છે. ત્યારે શહેર ભાજપના કાર્યકરો દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી તેમજ  ડીજેના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીલના સ્વાગત માટે સવારથી જ રાજકોટ ભાજપના આગેવાનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા. પાટીલ રાજકોટ […]

રાજકોટમાં પશ્વિમ રેલવેની સાંસદો સાથેની બેઠકમાં મેયર અને કમિશનરને પ્રવેશ ન અપાતા વિવાદ

રાજકોટઃ શહેરના સર્કિટ હાઉસ ખાતે પશ્ચિમ રેલવેની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્રભરના સાંસદો અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ રાજકોટના પ્રથમ નાગરિક મેયર ડો.પ્રદીપ ડવ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અમિત અરોરા આ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા ત્યારે બંનેને રોકવામાં આવ્યા હતા. ક્લાસ વન અધિકારી અને મેયરની અવગણના કરવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code