
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી સ્વિકારી લીધી હોય તેમ સમગ્ર રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન તેમણે દાહોદની મુલાકાત લીધી હતી. અહીં જાહેરસભામાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રકાર કર્યાં હતા. તેમજ 75 વર્ષ સુધી કોંગ્રેસે આદિવાસીઓ માટે કોઈ કાર્ય નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી આદિવાસી બહેનો અને ભાઈઓના અધિકારોને દબાવવાનું કામ કરવામાં આવ્યું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના હિતોની રક્ષા કરીને તેમને અધિકારો તેમજ સન્માન આપવાનું કામ કર્યું છે. ઝાલોદની જનતા પણ આ વખતે દિલથી ભાજપાની સાથે છે.
ઝાલોદમાં વિશાળ જનમેદનીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે આદિવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે અને75 વર્ષમાં ક્યારેય આદિવાસીઓને મહત્વ આપવામાં આવ્યું નથી. કોંગ્રેસના જમાનામાં 24 કલાક વીજળી મળતી ન હતી. જો કે, હાલ ભાજપના શાસનમાં તમામ સમાજને સાથે લઈને વિકાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે ગરીબી જ નહીં ગરીબોને જ હટાવી દીધા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશ સંઘર્ષ કરતો હતો પરંતુ કોંગ્રેસે અહીં પણ રાજકારણ કર્યું હતું. કોરોનાની રસીને લઈ કોંગ્રેસે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો અને કોરોના રસી ન લેવાનું લોકોને કહેતા હતા. કોરોનાકાળમાં કોઈ ભૂખ્યા ન રહે તે પ્રકારની વ્યવસ્થા ભાજપ સરકારે કરી હતી. જો કોંગ્રેસનું શાસન હોત તો તમારા સુધી અનાજ ન પહોંચ્યુ હતુ. આદિવાસી વિસ્તારમાં વિકાસની શરૂઆત ભાજપ સરકારે જ કરી છે. જેટલા કમળ મોકલશો એટલો જ ફાયદો થશે. ભાજપ જનતા પાર્ટી જે બોલો છે તે કરીને બતાવે છે. અમિત શાહે કહ્યું કે, દેશના 80 કરોડ લોકોને 5 લાખ સુધીની આરોગ્ય સેવા મફત કરાઈ. કોરોનામાં 200 કરોડ ડોઝ રસીના ડોઝ મફત આપવામાં આવ્યા છે.