1. Home
  2. Tag "Notice"

ચૂંટણી પંચે તેજસ્વી યાદવને બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવને તેમના બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી છે. પંચે તેજસ્વી યાદવ દ્વારા 2જી ઓગસ્ટે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરાયેલા મતદાર ઓળખ કાર્ડ (EPIC) વિશે વિગતો માંગી છે. તેમની પાસે બે EPIC (મતદાતા ફોટો ઓળખ કાર્ડ) કાર્ડ હોવાનો આરોપ છે.બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના […]

હિમાચલમાં બનેલી 45 દવાઓ સહિત દેશમાં બનેલ 186 દવાઓના નમૂના નિષ્ફળ, કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી

હિમાચલ પ્રદેશમાં બનેલી 45 દવાઓ સહિત દેશમાં બનેલી 186 દવાઓના નમૂના નિષ્ફળ ગયા છે. જૂનમાં જારી કરાયેલા ડ્રગ એલર્ટમાં, સોલન જિલ્લાની 33 દવા કંપનીઓ, સિરમૌરની નવ અને ઉના જિલ્લાની ત્રણ દવા કંપનીઓના નમૂના નિષ્ફળ ગયા છે. આમાં પેટના કૃમિ મારવા માટેની દવાઓ, હાર્ટબર્ન દૂર કરવા માટેના ઇન્જેક્શન, તાવ દરમિયાન ચેપ દૂર કરવા માટેની દવાઓ, ગેસ્ટ્રિક […]

રાજકોટ આરટીઓ દ્વારા 19 સ્કુલ-કોલેજોને બાકી વાહનવેરા ન ભરતા નોટિસ

સ્કુલ-કોલેજના સંચાલકો ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલતા પણ વેરો નહોતા ભરતા સ્કુલ-કોલેજોના વાહનોનો લાખો રૂપિયાનો વેરો બાકી નિયત સમયમાં વેરો ભરવા તાકીદ કરવામાં આવી રાજકોટઃ શહેરમાં શાળા-કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવા માટે બસની સેવા આપવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી તો ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલે છે, પરંતુ આરટીઓમાં લાંબા સમયથી વાહન વેરો ભરતા ન હોવાથી તાજેતરમાં જ […]

જસ્ટિસ શેખર યાદવ સામે મહાભિયોગ માટે રાજ્યસભામાં નોટિસ, 55 સાંસદોના હસ્તાક્ષર

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવને તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ મહાભિયોગ ચલાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં નોટિસ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ શેખર યાદવ વિરુદ્ધ મહાભિયોગ માટે રાજ્યસભામાં આપવામાં આવેલી નોટિસ પર 55 વિપક્ષી સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. જેમાં કપિલ સિબ્બલ, વિવેક તંખા અને દિગ્વિજય સિંહ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ)ના જોન બ્રેટાસ, […]

ગાઈડલાઈનનું પાલન કર્યા વિના ડિમોલિશન નહીં થાય, 15 દિવસ પહેલા નોટિસ આપવી પડશે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુનેગારો સામે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, તેમણે બંધારણમાં આપવામાં આવેલા અધિકારોને ધ્યાનમાં રાખ્યા છે, જે લોકોને રાજ્યની મનસ્વી કાર્યવાહીથી રક્ષણ પૂરું પાડે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કાયદાનું શાસન એ સુનિશ્ચિત કરે છે કે લોકો જાણે છે કે તેમની મિલકત માત્ર […]

કાયમી DGPની નિમણુંક મામલે યુપી સહિત સાત રાજ્યોને સુપ્રીમ કોર્ટની નોટિસ

નવી દિલ્હીઃ ડીજીપીની કાયમી નિમણૂકમાં આદેશનો અનાદર કરવા અંગે સુપ્રીમ કોર્ટે 7 રાજ્યોને નોટિસ મોકલી છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને સાત રાજ્યોને સૂચનાઓનું અમલીકરણ કરવા અને બે વર્ષના નિશ્ચિત કાર્યકાળ માટે નિયમિત નિમણૂંકો કરવાની માંગ કરતી નોટિસ જારી કરી છે. કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, બંગાળ, ઝારખંડ અને ચંદીગઢને નોટિસ જારી કરીને […]

અમદાવાદમાં જાહેર રસ્તાઓ પરના નડતરરૂપ 1386 ધાર્મિક દબાણો દૂર કરવા AMCએ આપી નોટિસ

અમદાવાદઃ શહેરના જાહેર રસ્તાઓ પર 1386 જેટલાં ધાર્મિક દબાણો છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગૃહ વિભાગની સુચનાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાઓ પરના નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવવામાં આવશે. એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા 1386 ધાર્મિક પ્રકારના દબાણને 7 દિવસમાં દૂર કરવા નોટિસ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જાહેર રોડ-રસ્તાઓ પર નડતતરુપ […]

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ ન કરાતા મ્યુનિએ ફરીવાર ફટકારી નોટિસ

વડોદરાઃ રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ મહાનગરોમાં સરકારી ઈમારતોથી લઈને રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર એનઓસી છે. કે, નહીં તેના વિષે ચર્ચા જાગી છે. ત્યારે વડાદરામાં સમા સંજયનગર વિસ્તારમાં પીએમ આવાસ યોજનાની વસાહતમાં બિલ્ડરે ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરી નથી. આથી મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ફરીવાર નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર બ્રિગેડના સૂત્રાએ જણાવ્યું હતું કે, શહેરમાં […]

લોકસભા ચૂંટણીઃ અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે તેલંગાણાના સીએમ રેડ્ડીને નોટિસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે દિલ્હી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. તેમજ 1લી મેના રોજ પોતાનો પક્ષ રાખવા સુચન કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પોતાનો મોબાઈલ ફોન લઈને આવવા કહેવામાં […]

‘AAP’ના ધારાસભ્યને મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે પાઠવ્યુ સમન્સ, 20મી હાજર રહેવા નિર્દેશ

નવી દિલ્હીઃ રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં નોટિસ છતા હાજર ન થવા બદલ સમન્સ જારી કર્યા છે. કોર્ટે તેમને 20 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પીએમએલએની કલમ 50 હેઠળ સમન્સ પર હાજર થવામાં નિષ્ફળતા માટે એક્ટની કલમ 63 (4) સાથે વાંચી કલમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code