અમદાવાદમાં અસામાજીક તત્વોનો ઉપદ્રવ, સરસપુરમાં વાહનો અને દુકાનોમાં કરી તોડફોડ
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વોનો ઉપદ્રવ વધ્યો છે. બીજી તરફ રાજ્યમાં અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં મોડી રાતે કેટલાક અસામાજીક તત્વોએ મારક હથિયારો વડે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. પોલીસે અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે કવાયત […]