અમદાવાદના નવ નિયુક્ત મ્યુનિ.કમિશનરે સફાઈ અને રોડ રિસરફેસના કામો માટે અધિકારીઓને કરી તાકિદ
અમદાવાદઃ શહેરના નવનિયુક્ત મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસને ચાર્જ સંભાળ્યા બાદ તંત્રને ચેતનવંતુ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં ડે.કમિશનરોથી માંડીને તમામ અધિકારીઓને રોડ રિસરફેસ અને સફાઇ સહિતની આવશ્યક સેવાઓની કામગીરી ઉપર ચાંપતી નજર રાખી ગુણવત્તાયુક્ત કામગીરી કરાવવાની તાકીદ કરી છે. એટલું નહીં મ્યુનિ.કમિશનર શહેરનો રાઉન્ડ લઈ રહ્યા છે. જેથી મ્યુનિના અધિકારીઓ પણ કામગીરીમાં એલર્ટ […]