1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા આરોગ્ય અને ST નિગમના અધિકારીઓની બદલીઓ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા  આરોગ્ય અને ST નિગમના અધિકારીઓની બદલીઓ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા આરોગ્ય અને ST નિગમના અધિકારીઓની બદલીઓ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અઠવાડિયામાં થવાની શક્યતા છે. ત્યારે આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજ્ય સરકારે આરોગ્ય વિભાગના 16 જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત એસટી વિભાગમાં સાગમટે 120 અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.  જ્યારે 11 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે 16 જેટલા જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલીઓ કરી છે. જેમાં જિલ્લા પંચાયત રાજકોટના ડો.નિલેશ પી. શાહને વડોદરાના પાદરામાં વિભાગીય તાલીમ કેન્દ્રમાં એસોસીએટ પ્રોફેસર તરીકેની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)ઓમાં પોરબંદરના ડો.કવિતા જે. દવેને મોરબી, બનાસકાંઠા પાલનપુરના ડો.એસ.એમ. દવેને પોરબંદર, અમરેલીના ડો. જયેશ એચ. પટેલને બનાસકાંઠા પાલનપુર, ગીર સોમનાથના ડો.એચ. એચ. ભાયાને જામનગર, બોટાદના ડો.રાજેન્દ્ર રંગુનવાલાને નવસારી, કચ્છ ભુજના ડો.જનકકુમાર માઢકને નર્મદા, અને સુરતના ડો. હસમુખ જે. ચૌધરીને કચ્છ ભુજ, મોરબીના ડો.જે.એમ. કતિરાને અમરેલી મુકવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના ડો.આર.આર. ફીનાવકરને વડોદરામાં વિભાગીય નાયબ નિયામક કચેરીમાં મદદનીશ નિયામક તરીકે જવાબદારી મળી છે.

આ ઉપરાંત એસટી નિગમના 120 અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવી છે. જેમાં એસટીના વિભાગીય નિયામક, ડેપો મેનેજર, ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રીટેન્ડન્ટ સહિત 120ની બદલીઓ અને 11 ને પ્રમોશન અપાયા છે. રાજકોટના ઇન્ચાર્જ વિભાગીય નિયામક જે. બી. કરોતરાને ડિવિઝનલ ટ્રાફિક ઓફિસરમાંથી સિનિયર ડિવિઝનલ ટ્રાફિક ઓફિસરનું પ્રમોશન મળ્યું છે. રાજકોટના ડેપો મેનેજર એન. બી. વરમોરાની માંડવી બદલી થઈ છે. જ્યારે વાંકાનેરના મહિલા અધિકારી કે. એમ. ભટ્ટ રાજકોટના ડેપો મેનેજર બન્યા છે. જામનગરના વિભાગીય નિયામક પી. એમ. પટેલ નરોડામાં મધ્યસ્થ યંત્રાલયમાં નાયબ યંત્રાલય વ્યવસ્થાપક બન્યા છે. જૂનાગઢના વિભાગીય નિયામક જી. ઓ. શાહ મધ્યસ્થ કચેરીમાં ખરીદ નિયામક તો ભાવનગરના વિભાગીય નિયામક એમ. ડી. શુક્લ ની મધ્યસ્થ કચેરીમાં યાંત્રિક ખાતામાં બદલી કરાઈ છે. જ્યારે રાજકોટના હિસાબી અધિકારી એમ. વી. મોદીને મહેસાણા, જુનાગઢના ડી. ટી. ઓ. આર. ડી. પિલવાઇકરને નડીયાદ, વેરાવળના ડેપો મેનેજર બી. ડી. રબારીને પેટલાદ, રાજકોટના લીંબડીના ડી. એમ. પરમારને ગોધરાના સંતરામપુર, બોટાદના એમ. એમ. ત્રિવેદીને માણસા, ઉપલેટાના એ. એન. પઢારિયાને મોરબી, જસદણના એલ. ડી. રાઠોડને ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રાના બી. આર. ગોસ્વામીને રાજકોટ ડેપોમાં એ.ટી. એસ., સુરેન્દ્રનગર નાં ડેપો મેનેજર એસ. ડી. પરમારને રાજકોટ વિભાગમાં ડી. ટી. એસ. તેમજ  ગોંડલ ડેપો મેનેજર જે. અગ્રાવતને વાંકાનેર ડેપોમાં મુકાયા. જ્યારે મોરબીના ડી. આર. શામળાને લીંબડી, જેતપુરના પી. યુ. મીર ને જસદણ, જૂનાગઢના એ. ટી. એસ. આર. જી. ઠુમ્મરને ઉપલેટા ડેપો મેનેજર બનાવાયા છે. જ્યારે  સાવરકુંડલાના પી. બી. મકવાણાને પોરબંદર, અમરેલીના ડી. ટી. એચ. વી. એચ. નથવાણીને ત્યાં જ ડેપો મેનેજર બનાવાયા જ્યારે અમરેલીના ડેપો મેનેજર એ. પી. કરમટાને સાવરકુંડલા મુકાયા છે.  જ્યારે તળાજા ના પી. એમ. ગોહિલને બોટાદ, મહુવાના પ્રજ્ઞાબેન વ્યાસને તળાજા, ઉના ડેપો મેનેજર એમ. બી. રાઠોડને ભચાઉ, અને પાલીતાણાના ડેપો મેનેજર એન. પી. ગોસ્વામી ને નખત્રાણા મૂકાયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code