માધ્યમિક અને ઉ.માધ્યમિકના શિક્ષકો જુની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા લડત આપશે
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી જુદા જુદા કર્મચારી મંડળો અને સંગઠનોએ પોતાની પડતર માગણીના ઉકેલ માટે લડતના મંડાણ કરી રહ્યા છે. સરકારે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની કેટલીક માગણીઓનો ઉકેલ લાવી દીધો છે. ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર પણ કર્મચારીઓની નારાજગી વહોરવા નથી માગતી. ત્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. શિક્ષકો પણ […]


