1. Home
  2. Tag "omar abdullah"

જમ્મુમાં પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા પર હુમલાનો પ્રયાસ, આરોપી ઝડપાયો

જમ્મુ, 12 માર્ચ 2026: જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગ કરી તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બનતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ હુમલામાં સદનસીબે ફારૂક અબ્દુલ્લાનો આબાદ બચાવ થયો છે. બીજી તરફ સુરક્ષાકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરી હુમલાખોરને પકડી પાડ્યો […]

ઓમર અબ્દુલ્લા સહિતના વિપક્ષી નેતાઓ તપાસની માંગ કરી

જમ્મુ અને કાશ્મીર, 28 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આવા પ્રભાવશાળી નેતાનું નિધન દેશ માટે મોટું નુકસાન છે. તેમણે સમગ્ર મામલાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી, જેથી વિમાન દુર્ઘટના પાછળના કારણો સ્પષ્ટ […]

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અમદાવાદની મુલાકાતે, સાબરમતી રિવર ફ્રન્ટ પર દોડ્યા

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આ દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદમાં એક મોટા પર્યટન સંબંધિત કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને પોતાનો ખાસ અનુભવ શેર કર્યો. તેમણે લખ્યું કે અમદાવાદમાં હતા ત્યારે તેમણે સવારની દોડનો પૂરો લાભ લીધો અને સાબરમતી રિવર ફ્રન્ટ પ્રોમેનેડ પર દોડવાની તક ઝડપી […]

પીઓકે મામલે ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને આપ્યો પડકાર

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા લંડનમાં Pok પર આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. વિધાનસભામાં બોલતા, ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર (POK) પાછું મેળવવાથી આપણને કોણ રોકી રહ્યું છે. ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરના પીઓકે પરના નિવેદન પર કહ્યું કે વિદેશ મંત્રીએ […]

સ્થૂળતા સામે ઝુંબેશ માટે પ્રધાનમંત્રીએ ઓમર અબ્દુલ્લા, મહિન્દ્રા, મોહનલાલની પસંદગી કરી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થૂળતા સામેની લડાઈમાં મદદ કરવા માટે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અને અભિનેતા મોહનલાલ સહિત વિવિધ ક્ષેત્રોના 10 લોકોના નામ આપ્યા છે. આના એક દિવસ પહેલા, વડા પ્રધાન મોદીએ લોકોને સ્થૂળતાથી બચવા માટે પગલાં લેવા હાકલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું […]

ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે અબ્દુલ્લા અને તેમના મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. મેંધરથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય જાવેદ અહેમદ રાણા, રફિયાબાદથી જાવેદ અહેમદ ડાર, ડીએચ પોરાથી સકીના ઇટ્ટુ અને સુરિન્દર કુમાર ચૌધરીને પણ એલજી […]

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઓમર અબ્દુલ્લાને સરકાર રચવા આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. નેશનલ કોન્ફરન્સ તરફથી સિંહાને મળેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ઓમર અબ્દુલ્લાને સર્વસંમતિથી વિધાનસભામાં પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ પછી લેફ્ટનન્ટ ગવર્નરે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ […]

રાહુલ ગાંધીએ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી, કોંગ્રેસને પણ કેબિનેટમાં મળશે સ્થાન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનને 49 બેઠકો મળી છે. આ ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ 42, કોંગ્રેસને 6 અને CPI(M)ને એક બેઠક મળી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો પૈકી બહુમત માટે 46 બેઠકો જરૂરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી છે. […]

370 મામલે ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને રોકડું પરખાવ્યું

જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો પહેલા પાકિસ્તાને પોતાના દેશનું ધ્યાન રાખવું જોઈએ નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કલમ 370 પરની ટિપ્પણી બદલ પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાને અમારી ચૂંટણી પર ટિપ્પણી કરવી જોઈએ નહીં. પહેલા પાકિસ્તાને પોતાના દેશનું ધ્યાન રાખવું જોઈએ. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, પાકિસ્તાને […]

‘ભાજપ જાણે છે કે તે કયાં છે’ કાશ્મીરમાં ભાજપ દ્વારા ઉમેદવાર ન ઉભા રાખવાને લઇને ઓમર અબ્દુલ્લાના પ્રહાર

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટીને પૂછ્યું કે કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરને વિકાસના માર્ગ પર લાવવાનો દાવો કરવા છતાં તેમણે કાશ્મીર ઘાટીમાંથી ઉમેદવારો કેમ ઉભા ન રાખ્યા છે. ભાજપે કાશ્મીરની ત્રણ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા નથી. શ્રીનગરથી પાર્ટીના ઉમેદવાર આગા સૈયદ રૂહુલ્લાહ મેહદીના સમર્થનમાં બટવારામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code