1. Home
  2. Tag "Online"

રાજ્યમાં RTOની કચેરીઓ પર ભીડ ઘટાડવા માટે 80 ટકા સેવાઓ ઓનલાઈન પૂરી પડાશે

ગાંધીનગરઃ રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારા સાથે આરટીઓની કામગીરીમાં પણ અસામાન્ય વધારો થયો છે. આરટીઓની કામગીરી માટે કચેરી પર અરજદારોની ભારે ભીડ જોવા મળતી હોય છે. અને નાછૂટકે કેટલાંક અરજદારો એજન્ટ્સનો સહારો લેતા હોય છે. પરંતુ હવે RTOના આવા ધક્કા ખાવાનો વારો નહીં આવે. અરજદારોને ધક્કા ન ખાવા પડે અને અન્ય લોકો પર આધારિત ન રહેવું પડે […]

પશ્ચિમ બંગાળઃ ઓનલાઈન બોમ્બ ખરીદ-વેચાણનો પર્દાફાશ, એકની ધરપકડ

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં જીવનજરૂરી તમામ વસ્તુઓ સરળતાથી ઓનલાઈન મળતી હોવાથી લોકો ઓનલાઈન ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે. દરમિયાન દેશમાં પ્રથમવાર પશ્ચિમ બંગાળમાં ઓનલાઈન બોમ્બની ખરીદ-વેચાણના રેકેટનો પર્દાફાશ થતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ પ્રકરણમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે નવા સત્રથી દરેક પરીક્ષાને લોકો ઓનલાઈન જોઈ શકશે

રાજકોટ :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી તમામ પરીક્ષાઓના ખંડમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરીને લોકો પરીક્ષાર્થીઓને પરીક્ષા આપતા જોઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રયોગ સારો છે, અને અન્ય યુનિવર્સિટીઓ માટે પણ પ્રેરણરૂપ બની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા શૈક્ષણિક સત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવામાં આવતી દરેક પરીક્ષા […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે 37 જેટલી સેવાઓ નવા શૈક્ષણિક સત્રથી ઓનલાઈન કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ હવે વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રથી ઓનલાઈન સેવાઓ પુરી પાડવામાં આવશે. વિદ્યાર્થીઓને નાના કામ માટે પણ યુનિવર્સિટીમાં આવવું પડે છે. જેમાં વિદ્યાર્થીઓનો સમય પણ બરબાદ થતો હોય છે. યુનિ.ના સત્તાધિશોએ પરીક્ષાની વિવિધ કામગીરી ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં પ્રી-રિસ્ટ્રેશન, એલિજિબિલિટી, માઈગ્રેશન સર્ટી, એડમિશન, પરીક્ષા ફોર્મ, હોલ ટિકિટ, રિ-ચેકિંગ, રિ-એસેસમેન્ટ, હોસ્ટેલ […]

રાજકોટમાં એક લાખ જેટલા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભર્યો

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વખતે પણ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરે એવા શહેરીજનોને વધુ રિબેટ આપવાની યોજના શરૂ કરતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગત તા. 7મી એપ્રિલથી શરૂ થયેલી આ યોજનાનો લાભ લઈ 1 લાખથી વધુ શહેરીજનોએ 45 કરોડનો મિલકત વેરો એડવાન્સમાં જ ભરી મનપાની તિજોરી છલકાવી દીધી છે. મંગળવારે બપોર સુધીમાં […]

ખેડૂત ભાગીદારી પ્રાથમિકતા અમારી ઝુંબેશમાં 2000 સ્થળોએથી 1 લાખથી વધુ ખેડૂતો જોડાયા

નવી દિલ્હીઃ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવની ચાલી રહેલી ઉજવણીના ભાગ રૂપે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સહયોગથી 25 થી 30 એપ્રિલ 2022 સુધી અઠવાડિયાના “કિસાન ભાગીદારી પ્રથમિકતા હમારી” અભિયાનનું આયોજન કર્યું છે. ઝુંબેશના ચોથા દિવસે, 28મી એપ્રિલ 2022ના રોજ મત્સ્યોદ્યોગ વિભાગ (DoF) દ્વારા પશુપાલન અને ડેરી વિભાગ (DAHD)ના સહયોગથી વર્ચ્યુઅલ […]

ગુજરાતમાં બોર્ડ-નિગમોના ચેરમેન-ડિરેક્ટર માટે કાર્યકર્તાઓ પાસેથી ઓનલાઈન બાયોડેટા મંગાવાયા

અમદાવાદઃ ગુજરાત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને બોર્ડ-નિગમમાં નિમણુંક કરવાની ચર્ચા ઘણા સમયથી ચાલી આવે છે. કહેવાય છે કે જે ધારાસભ્યોને આગામી ચૂંટણીમાં ટિકિટ આપવાની નથી તેમને બોર્ડ-નિગમમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે કેટલાક કાર્યકર્તાઓને પણ બોર્ડ નિગમમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવશે. બોર્ડ નિગમોના ચેરમેન-ડિરેક્ટરની ખાલી જગ્યા ભરવા માટે ગુજરાત ભાજપ દ્વારા બાયોડેટા […]

ગુજરાત યુનિવર્સિટીએ ઓન લાઈન પરીક્ષા માટે નિયમો જાહેર કર્યા, 50 માર્કના એમસીક્યુ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. બાલમંદિરથી લઈને તમામ શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દેવાયું છે. યુનિવર્સિટીઓ દ્વારા પણ પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની સેમિસ્ટર 1ની  ઓનલાઈન પરીક્ષા આગામી તા. 28મી ફેબ્રુઆરીથી શરૂ થશે. યુનિવર્સિટીના પરીક્ષા […]

GTU દ્વારા 15મીથી શરૂ થતી પરીક્ષામાં ઓનલાઈન અને ઓફલાઈન બે વિકલ્પ આપવા માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના ત્રીજા વેવમાં કેસ વધતા જતા યુનિવર્સિટીઓએ પરીક્ષાનો કાર્યક્રમ સ્થગિત કર્યો હતો. હવે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો પણ હળવા કર્યા છે. ધો, 1થી 9 શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવાનો પણ આવતી કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓન લાઈન પરીક્ષા આપવાના બે વિકલ્પ […]

કોરોનાના કેસ ઘટ્યા પણ ધો.1થી 9ની શાળાઓમાં 5મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શિક્ષણ અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. છતા વિદ્યાર્થીના હિત માટે રાજ્ય સરકારે શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code