1. Home
  2. Tag "Online"

ગુજરાતમાં બોર્ડ-નિગમોના ચેરમેન-ડિરેક્ટર માટે કાર્યકર્તાઓ પાસેથી ઓનલાઈન બાયોડેટા મંગાવાયા

અમદાવાદઃ ગુજરાત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને બોર્ડ-નિગમમાં નિમણુંક કરવાની ચર્ચા ઘણા સમયથી ચાલી આવે છે. કહેવાય છે કે જે ધારાસભ્યોને આગામી ચૂંટણીમાં ટિકિટ આપવાની નથી તેમને બોર્ડ-નિગમમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે કેટલાક કાર્યકર્તાઓને પણ બોર્ડ નિગમમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવશે. બોર્ડ નિગમોના ચેરમેન-ડિરેક્ટરની ખાલી જગ્યા ભરવા માટે ગુજરાત ભાજપ દ્વારા બાયોડેટા […]

ગુજરાત યુનિવર્સિટીએ ઓન લાઈન પરીક્ષા માટે નિયમો જાહેર કર્યા, 50 માર્કના એમસીક્યુ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. બાલમંદિરથી લઈને તમામ શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દેવાયું છે. યુનિવર્સિટીઓ દ્વારા પણ પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની સેમિસ્ટર 1ની  ઓનલાઈન પરીક્ષા આગામી તા. 28મી ફેબ્રુઆરીથી શરૂ થશે. યુનિવર્સિટીના પરીક્ષા […]

GTU દ્વારા 15મીથી શરૂ થતી પરીક્ષામાં ઓનલાઈન અને ઓફલાઈન બે વિકલ્પ આપવા માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના ત્રીજા વેવમાં કેસ વધતા જતા યુનિવર્સિટીઓએ પરીક્ષાનો કાર્યક્રમ સ્થગિત કર્યો હતો. હવે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો પણ હળવા કર્યા છે. ધો, 1થી 9 શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવાનો પણ આવતી કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓન લાઈન પરીક્ષા આપવાના બે વિકલ્પ […]

કોરોનાના કેસ ઘટ્યા પણ ધો.1થી 9ની શાળાઓમાં 5મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શિક્ષણ અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. છતા વિદ્યાર્થીના હિત માટે રાજ્ય સરકારે શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની […]

અમદાવાદના વેપારીને લોનની લાલચ આપીને ઓનલાઈન રૂ.1.25 લાખ પડાવી લીધા

અમદાવાદઃ રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. ગુનેગારો માલદાર બનવા ગુનાઓનો શોર્ટકટ અપનાવી રહ્યા છે. અને લોકો આસાનીથી છેતરપિંડીનો ભોગ પણ બની રહ્યા છે. આજકાલ સસ્તી લોન આપવાના મેસેજ વોટ્સઅપ અને એસએમએસ લગભગ દરેક વ્યક્તિનો મળતા જ હોય છે. જેમાં ઘણા લોકોને પૈસાની જરૂરિયાત હોય ઈજી લોન મળતી હોવાની લાલચમાં ફસાઈ જતાં હોય […]

આઈઆઈએમ અમદાવાદ દ્વારા ભગવત્ ગીતા પર ઓનલાઈન સર્ટી. કોર્ષ શરૂ કરાશે

અમદાવાદઃ ભગવત ગીતા એ એવો ગ્રંથ છે, કે મુશ્કેલીના સમયમાં પણ ધૈર્ય કઈ રીતે રાખવું વગેરે પણ શીખવે છે. ભગવદ્દ ગીતા એ ફક્ત ધાર્મિક ગ્રંથ નહિ પણ તેને એક ઉચ્ચ મેનેજમેન્ટ ગુરુની શીખ પણ માનવામાં આવે છે. જીન્દગીમાં બનતી દરેક ઘટનામાં કેવા નિર્ણયો લેવા અને કેવી રીતે વર્તવું તેનો સમગ્ર ચિતાર ભગવદ્દ ગીતાના 18 અધ્યાયમાં […]

RTO લાઇસન્સ સહિતની 19 સેવાઓ ઓનલાઈન કરાશે, અરજદારોને ઘરેબેઠા લાભ મળશે

અમદવાદઃ  રાજ્યમાં આરટીઓ દ્વારા લોકોને ઘેર બેઠા જ ઓનલાઈન સેવા મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે જે લોકો આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ મેળવવા માગતા હોય તેઓ ટૂંક સમયમાં જ આરટીઓની લાંબી લાઈનોમાંથી મુક્તિ મેળવી લેશે અને પરમિટ સીધી તેમના ઘરે જ પહોંચી જશે. વન ટાઈમ પાસવર્ડના માધ્યમથી આધાર કાર્ડ આધારિત ફેસલેસ એપ્લિકેશન […]

ધો. 12 સામાન્ય પ્રવાહના 22મીથી અને સાયન્સના 25મીથી પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરાશે

ગાંધીનગરઃ ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પરીક્ષાના આવેદનપત્રો તા.22 નવેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન ભરવામાં આવશે. આ પરીક્ષાના આવેદનપત્ર 21 ડિસેમ્બરે રાત્રિના 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ www.gesb.org પર ભરી શકાશે. તેની તમામ સંબંધિતોને નોંધ લઇને સમયમર્યાદામાં આવેદનપત્રો ભરી દેવા શિક્ષણ બોર્ડના સત્તાધિશો દ્વારા જણાવાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યામિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા […]

ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણ મુદ્દે CBIના સમગ્ર દેશમાં 76 સ્થળો ઉપર દરોડા

દિલ્હીઃ ગુજરાત સહિત દેશના 14 જેટલા રાજ્યોમાં સીબીઆઈએ ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણના મુદ્દે દરોડા પાડ્યાં હતા. ઓનલાઈન બાળ જાતી શોષણ સંબંધિત ગુનામાં 83 આરોપીઓ સામે લગભગ 23 જેટલા કેસ નોંધવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણના આરોપમાં દરોડા પાડ્યા છે. સીબીઆઈની અલગ-અલગ […]

કોરોના સંકટઃ સુવિધાઓના અભાવે 56 ટકા બાળકો ઓનલાઈન એજ્યુકેશનથી રહ્યાં વંચિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પડી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનની સુવિધા પુરી પાડવામાં આવી છે. પરંતુ દેશના 56 ટકા બાળકો પાસે ઓનલાઈન એજ્યુકેશન માટે પુરતી સુવિધા નહીં હોવાનું જાણવા મળે છે. દેશના 15 રાજ્યોમાં કરેલા સર્વે આ ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે. દેશમાં 56 ટકા વિદ્યાર્થીઓ સાધન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code