1. Home
  2. Tag "Operation"

વલસાડ સિવિલમાં પાલઘરના બાળકની શ્વાસનળીમાં ફસાયેલુ સીતાફળનું બી ઓપરેશન કરી બહાર કઢાયુ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડની સિવિલ હોસ્પિટલમાં એક બાળક ઉપર જટીલ સર્જરી કરીને તેને બચાવી લેવામાં આવ્યો હતો. 3 વર્ષનું આ બાળક સીતાફલનું બી ગળી ગયો હતો અને આ બી શ્વાસનળીમાં ફસાઈ ગયું હતું. જેથી બાળકની હાલત વધારે બગડી હતી. જેને તેને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હોસ્પિટલમાં કોઈ પણ કાપા વગર દુરબીનથી ઈએનટી […]

સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજને ઝગમગતો કરવા સેન્સર બેઝ્ડ મોનીટરીંગ કામગીરી હાથ ધરાશે

સુરતઃ શહેરમાં કેબલ સ્ટેઈડ બ્રીજને વિવિધ રંગબેરંગી રોશનીથી ઝગમગાટ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શહેરના કેબલ સ્ટેઈડ બ્રિજ  પ્રોજેક્ટની સેન્સર બેઝ મોનિટરિંગ તથા ફસાડ પ્રકારની લાઇટિંગ, પાંચ વર્ષના ઓપરેશન મેઇન્ટેનન્સ માટે મનપા દ્વારા અંદાજે 10  કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ એક કંપનીને સોંપ્યો હતો. કેબલ સ્ટેઇડ બ્રિજ પર સેન્સર અને લાઇટિંગ માટેની કામગીરી આગામી એક બે […]

ભૂગર્ભ જળ ઊંચા લાવવાનું અભિયાન, પાલનપુર તાલુકાના ત્રણ ગામોમાં બોર-કૂવા રિચાર્જની કામગીરી

પાલનપુરઃ ઉનાળા દરમિયાન પાણીની સૌથી વધુ વિકટ સમસ્યા બનાસકાંઠામાં ઊભી થઈ હતી. પાણીના તળ દિનપ્રતિદિન ઊંડા ઉતરી રહ્યા છે. ત્યારે ચોમાસા દરમિયાન વરસાદી પાણી બોર અને કૂવામાં ઉતારીને રિચાર્જ કરવામાં આવે તો પાણીના તળ ઊચા આવી શકે તેમ છે. કેચ ધ રેઇન, વેર ઇટ ફોલ્સ, વેન ઇટ ફોલ્સ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયની […]

પેસેન્જરો નહીં મળવાને કારણે ગો ફર્સ્ટ એરલાઈન્સ સુરત એરપોર્ટ પરના ઓપરેશન 1 જુલાઈથી બંધ કરશે

સુરતઃ રાજકોટમાં એર ટ્રાફિકમાં વધારો થતાં નવી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી રહી છે, જ્યારે સુરતમાં એર ટ્રાફિકમાં ઘટાડો થતાં ગો ફર્સ્ટ એરલાઈને 1લી જુલાઈથી ઉડ્ડાન બંધ કરવાનો નિર્ણય લીધો છે. ડોમેસ્ટિક એરલાઈન ગો ફર્સ્ટ દ્વારા ઓછા પેસેન્જર લોડના કારણે સુરત એરપોર્ટ પરના પોતાના તમામ ઓપરેશન બંધ કર્યા હોવાની વિગતો સામે આવી છે.પહેલી જુલાઈથી ઓગસ્ટના બીજા અઠવાડિયા […]

ત્રણ વર્ષના બાળકના કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠની સફળતા પૂર્વક સર્જરી

અમદાવાદઃ રાજય સરકારના આરોગ્ય વિભાગનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આજે અનેક પરિવારોમાં ઉજાસ પાથરવાનું કામ કરી રહ્યો છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી સોજિત્રાના આજે ત્રણ વર્ષના થયેલા પિયુષ સંજયભાઇ તળપદા કે જેનો વર્ષ-2018માં જન્મ જતાંજ ખબર પડી ગઇ કે બાળકમાં Neural tube defect નામની બિમારી છે. Neural tube defect એટલે કે કરોડના ભાગમાં ઉપસેલી […]

ચોમાસાને દોઢ મહિનાનો સમય બાકી છે, ત્યારે રાજકોટમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા આદેશ

રાજકોટઃ ચોમાસાના વિધિવત આગમનને હવે દોઠ મહિનો બાકી રહ્યો છે. 15મી જુન સુધીમાં ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ જશે એવું હવામાન વિભાગનું પણ માનવું છે. ત્યારે અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નગરોમાં પ્રી-મોન્સુનની કામગીરી શરૂ કરાવાની સરકારે પણ સુચના આપી દીધી છે. રાજકોટમાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે. ઉપરાંત વરસાદી પાણીના નિકાલ […]

ગુજરાત સરકારે ખરીદેલા વિમાનના મેઈન્ટેનન્સ અને ઓપરેશન પાછળ 19.53 કરોડ ખર્ચાયા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે  વર્ષ 20019માં મુખ્યમંત્રી અને વીવીઆઈપીઓ માટે રૂપિયા 197.90 કરોડના માતબર ખર્ચે અદ્યત્તન વિમાન ખરીદવામાં આવ્યું હતું.  આ વિમાનની જાળવણી અને મરામતના ખર્ચપેટે સરકારે બે વર્ષમાં 19.53 કરોડનો ખર્ચ કર્યો છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં રાજ્ય સરકારે નવું વિમાન ખરીદ્યું હતું. સરકારે આ વિમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વીઆઈપી લોકો […]

બુલેટ ટ્રેનની કામગીરી રોકેટ ગતિએઃ સાબરમતી નદી પર બ્રીજ બનાવવાની કામગીરીનો પ્રારંભ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણતા બુલેટ ટ્રેનના કામમાં હવે બુલેટની ગતિ આવતી જાય છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનના સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયુ છે. હવે રેલવે સ્ટેશન, બ્રીજ વગેરેના કામનો પ્રારંભ કરાયો છે. અમદાવાદના  સુભાષબ્રિજ  પાસે અન્ય એક બ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદ- મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં મેટ્રો ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં ચાલી રહેલો મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ડિસેમ્બર-2022 પહેલા પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ફેઈઝ-1ની કામગીરી પણ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો […]

બિહારઃ આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી, મોતિયાના ઓપરેશન બાદ 26 લોકોએ રોશની ગુમાવી

દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુર આંખની હોસ્પિટલમાં 26 લોકોની દ્રષ્ટિ ગુમાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. 22 નવેમ્બરના રોજ, ટ્રસ્ટ દ્વારા સંચાલિત આંખની હોસ્પિટલમાં પીડિતોનું મફત મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બીજે દિવસે પાટો ખોલ્યા પછી તેમને કંઈ દેખાયું નહીં જ્યારે ફરિયાદ સિવિલ સર્જન સુધી પહોંચી ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code