1. Home
  2. Tag "opposition"

ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન મુઝાહીદ્દીનના નામમાં પણ INDIA: વિપક્ષ ઉપર PMના પ્રહાર

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મામલે લોકસભા અને રાજ્યસભાના ચોમાસા સત્રમાં વિપક્ષ દ્વારા સતત હંગામો મચાવવામાં આવી રહ્યો છે. દરમિયાન ભાજપાએ સંસદીય દળની બેઠક બોલાવી હતી. આ બેઠકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ વિપક્ષી એકતાના ગઠબંધનના નામ I.N.D.I.A મામલે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઈન્ડિયા નામ […]

ચોમાસુ સત્રઃ લોકસભા અને રાજ્યસભામાં મણિપુરની હિંસાના મામલે વિપક્ષે હંગામો મચાવ્યો

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે મણિપુરની ઘટનાના પડઘા પડ્યાં હતા. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની પરિસ્થિતિ પર ચર્ચાની માંગણી સાથે હંગામો કર્યો હતો. જેથી બંને ગૃહો શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા. આજે સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સાંસદોએ શપથ લીધા હતા. […]

નવા સંસદભવન અંગે NCP ના નેતા શરદ પવારના વિરોધ વચ્ચે અજિત પવારે વિપક્ષને આપ્યો આંચકો

મુંબઈઃ નવા સંસદભવનની ઈમારતના ઉદઘાટનનો કોંગ્રેસ સહિત 21થી વધારે વિપક્ષી દળોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં એનસીપીના સુપ્રીમો શરદ પવારનો પણ સમાવેશ થાય છે. શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા અજિત પવારે વિપક્ષને આંચકો આપીને નવા સંસદભવનને સમર્થન જાહેર કર્યું છે. તેમજ દેશને નવા સંસદ ભવનની જરુર હોવાનો મત પણ વ્યક્ત કર્યો હતો. અનેક […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ માયાવતીએ વિપક્ષને આપ્યો ઝટકો, કેન્દ્ર સરકારને સમર્થન

નવી દિલ્હીઃ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવું જોઈએ. જો કે આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો […]

સંસદ ભવનના લોકાર્પણ સમારોહનો વિપક્ષો દ્વારા બહિષ્કાર એ લોકતાંત્રિક મૂલ્યો પરનો હુમલો છે, C M

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન કાર્યક્રમમાં જણાવ્યું કે, નવા સંસદ ભવનના લોકાર્પણ સમારોહના 19 વિપક્ષી દળો દ્વારા બહિષ્કારનો નિર્ણય નિંદનીય છે. વિરોધ પક્ષોનું આ પગલું લોકતાંત્રિક મૂલ્યો અને સંવૈધાનિક માન્યતાઓ પર હુમલો છે. તા. 28-05-2023ના રોજ નવા સંસદ ભવનનું લોકાર્પણ નિશ્ચિત છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સંસદ […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ BJP સહિત 16 પક્ષોનું સમર્થન, કોંગ્રેસ સહિત 21 પક્ષોનો વિરોધ

નવી દિલ્હીઃ નવા લોકસભા ભવનના ઉદ્ઘાટન પ્રસંગ્રને લઈને વિવાદ વકર્યો છે. કોંગ્રેસ સહિત 21 જેટલા રાજકીય પક્ષોએ લોકસભા ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ પીએમ નરેન્દ્ર મોદીને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી ઉદઘાટન કરે તેવી માંગણી કરી રહ્યાં છે. જ્યારે ભાજપ સહિત 16 જેટલા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. આમ રાજકીય પક્ષો બે ભાગમાં વેચાઈ […]

નવા સંસદભવનના ઉદ્ઘાટનનો કોંગ્રેસ સહિતના વિપક્ષ બહિષ્કાર કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ દેશની નવી સંસદ તૈયાર થઈ ગઈ છે અને પીએમ નરેન્દ્ર મોદી 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરવાના છે. દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ તેનો બહિષ્કાર કરે તેવી શક્યતા છે.  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સૌથી પહેલા સવાલ ઉઠાવ્યો હતો કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા શા માટે કરવામાં આવી રહ્યું છે. રાહુલ […]

ભારતથી પાકિસ્તાન પરત પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઉપર વિપક્ષે પણ આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં આતંકવાદના મુદ્દે ઘેરાયા બાદ બિલાવલ ભુટ્ટો ઉપર પાકિસ્તાનના વિરોધ પક્ષે આકરા પ્રહાર કર્યાં હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને બિલાવલની મુલાકાતને પાકિસ્તાનના અપમાન સાથે જોડી છે. એટલું જ નહીં, તેમણે બિલાવલના આ પ્રવાસમાં આવતા ખર્ચ અને આર્થિક સંકટને લઈને પણ પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું છે. […]

ધોરણ-6ના દ્વિભાષી પુસ્તકો સામે શિક્ષણવિદોનો વિરોધ, સરકાર ભણતરનો ભાર વધારી રહી છે

અમદાવાદ:  ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ નવા શૈક્ષણિક સત્રથી શરૂ થઈ જશે. ખાસ તો બાળકોને ભાર વિનાના ભણતરની માત્ર વાતો જ કરવામાં આવે છે પરંતુ બાળકોના દફત્તરનો ભાર હળવો કરાતો નથી. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા  દ્વિભાષી પુસ્તકો છાપવા મામલે ચાલી રહેલી વિચારણાના  વિવાદનો મધપુડો છંછેડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ધોરણ-6ના દ્વિભાષી પુસ્તક છાપવા અંગે […]

બજેટમાં ટેક્સના નવા સ્લેબને કોંગ્રેસ સહિત વિપક્ષના કેટલાક નેતાઓએ આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું સામાન્ય પરિવાર, ગરીબ, ખેડૂત, વિદ્યાર્થી, યુવાઓ અને દરેક વર્ગને સમાવી લેતુ હોવાનું ભાજપના નેતાઓ અને કેન્દ્રીયમંત્રીએ જણાવીને આવકાર્યું છે. દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓએ આવકાર્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે, બજેટમાં કેટલીક સારી બાબતો હતી, હું તેને સંપૂર્ણપણે નકારાત્મક નહીં કહીશ, પરંતુ હજુ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code