1. Home
  2. Tag "organized"

સુપ્રીમ કોર્ટમાં 29 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ખાસ લોક અદાલતનું આયોજન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં કેસના ઝડપી નિકાલ માટે 29 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. હમીરપુરના જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અસલમ બેગે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ તેના કેસનો ઝડપથી નિકાલ કરવા માંગે છે.  તો તે 29મી જુલાઈથી 3 ઓગસ્ટ સુધી યોજાનારી વિશેષ લોક […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં 5000 શિક્ષકોએ બાઈક રેલી યોજી મતદાન અંગે જાગૃતિ ફેલાવી

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મહત્તમ મતદાન થાય એ ઉદ્દેશથી અમદાવાદ કલેક્ટર કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-અમદાવાદ શહેર, જિલ્લા શિક્ષણાધિકારી- અમદાવાદ ગ્રામ્ય તેમજ સ્કૂલ બોર્ડના સહયોગથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતેથી અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે આ બાઈક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ […]

‘ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના વહીવટમાં ભારતનો પ્રગતિશીલ પથ’ શીર્ષક ધરાવતા સંમેલનનું આયોજન

નવી દિલ્હીઃ જૂનાં કાયદાઓને રદ કરીને અને નાગરિક કેન્દ્રિત હોય અને જીવંત લોકશાહીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કાયદાઓ લાવવા માટે દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવા માટે ત્રણ કાયદા ઘડવામાં આવ્યા છે. કાયદાઓ એટલે કે ભારતીય ન્યાય સંહિતા, 2023; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023, અને ભારતીય શક્તિ અધિનિયમ, 2023, અગાઉના ફોજદારી કાયદાઓ જેવા કે, ભારતીય દંડ […]

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) સિંગાપોરમાં ક્લીન ઇકોનોમી ઇન્વેસ્ટર ફોરમનું આયોજન

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (આઇપીઇએફ) મે 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં તેમાં 14 ભાગીદારો – ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ દારુસલેમ, ફિજી, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિયેટનામ સામેલ છે. તે આ વિસ્તારમાં વિવિધ દેશો માટે સ્થિતિસ્થાપક, સ્થાયી અને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિને આગળ વધારવા જોડાણ કરવા […]

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના ડલ લેક નજીક પ્રથમવાર ફોર્મ્યુલા ફોર રેસિંગ ઈવેન્ટનું આયોજન

નવી દિલ્હીઃ શ્રીનગરના ડલ લેક નજીક રોમાંચક ફોર્મ્યુલા ફોર રેસિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દાલ લેક પાસે ફોર્મ્યુલા 4 કારે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં પહેલીવાર ફોર્મ્યુલા-4 કાર દાલ તળાવના કિનારેથી પસાર થતા બુલેવાર્ડ રોડ પરના રસ્તાઓ પર દોડતી જોવા મળી હતી. આ ઇવેન્ટ દરમિયાન, JK ટાયર મોટરસ્પોર્ટ્સની ટીમ સ્ટન્ટ્સ અને ડ્રિફ્ટિંગનો ડેમો પણ […]

સુરતના સુવાલી દરિયા કિનારે બે દિવસીય ‘બીચ ફેસ્ટિવલ-2024’નું આયોજન

અમદાવાદઃ દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.24 થી 25 ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે. જેના આયોજન અર્થે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પ્રવાસનને વેગ મળે તેવા આશયથી રાજય સરકાર દ્વારા […]

અમદાવાદમાં તત્વતાર્થી, અધ્યાત્મ વિદ્યામંદિરમાં સન્માન સમારોહનું આયોજન

અમદાવાદઃ અનંત શ્રીવિભૂષિત જ્યોતિષ્પીઠાધીશ્વર જગદગુરુ શંકરચાર્ય પૂજ્યપાદ સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજનો તત્વતીર્થમાં પૂજ્ય સ્વામી શ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા તા. 20મી ફેબ્રુઆરીના રોજ મંગળવારે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના થલતેજ રોડ વિસ્તારમાં તત્વતાર્થી, અધ્યાત્મ વિદ્યામંદિર ખાતે 20મી ફેબ્રુઆરીના રોજ આયોજીત સમારોહમાં શોભાયાત્રા, માલ્યાર્પણ, પાદુકાપુજા, દીપપ્રાગટ્ય, અનુગ્રહભાષણ, ગુરુમેવાભિગચ્છેત અને ગુરુદક્ષિણા સહિતના ધાર્મિક કાર્યક્રમો […]

પાટણમાં શ્રી. બી.ડી.સાર્વજનિક વિદ્યાલય દ્વારા સ્પંદનોત્સવ-ત્રિ દિવસીય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણમાં શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી.બી.ડી.સાર્વજનિક વિદ્યાલયમાં આગામી તા. 23મી ડિસેમ્બરથી સ્પંદનોત્સવ ત્રિ-દિવસીય સાંસ્કૃતિ મેળો યોજાશે. વંદે ભારતમ થીમ ઉપર યોજાનારા આ સાંસ્કૃતિક મેળામાં ભારતીય સંસ્કૃતિ, સનાતમ ધર્મ, પાટણની પ્રભુતા, જૈન ધર્મ, ગ્રામ્ય જીવન, વિજ્ઞાન ગેલેરી, મનોરંજન, દેશભક્તિ, હથિયાર પ્રદર્શન જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતના માતાના […]

ગુજરાતમાં પ્રથમવાર ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખાતે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-2023નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની 24 ટીમોના 110થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ […]

આત્મનિર્ભર ભારતઃ દેશના 75થી વધારે સ્થળો ઉપર સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક યોજાશે

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ તેમજ નેશનલ સ્ટાર્ટઅપ ડે (16મી જાન્યુઆરી 2023)ની ઉજવણી માટે 10મી જાન્યુઆરીથી 16મી જાન્યુઆરી દરમિયાન સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આયોજન કરાયું છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક 2023માં સરકારી અધિકારીઓ, ઈન્ક્યુબેટર્સ, કોર્પોરેટ અને રોકાણકારો જેવા સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના સંબંધિત હિતધારકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code