1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા ગેરકાયદેસર પ્રવૃતિ કરી શકે છેઃ નોર્વે

નવી દિલ્હીઃ તેલ ઉત્પાદક દેશ નોર્વેએ પણ હવે પાકિસ્તાનને પોતાના માટે ખતરનાક માની રહ્યું છે. નોર્વેની સુરક્ષા એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં કહ્યું છે કે, પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવી શકે છે. રિપોર્ટ અનુસાર, નોર્વેની પોલીસ સિક્યુરિટી સર્વિસ (પીએસટી)એ પણ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ 2023માં કહ્યું છે કે પાકિસ્તાન સંવેદનશીલ ટેક્નોલોજીના પ્રસારના મામલે […]

પાકિસ્તાનના વિદેશમંત્રીએ ભારતની યાત્રા પર આપ્યું નિવેદન – કહ્યું ‘ભારતની યાત્રા સકારાત્મક અને ફાયદાકારક રહી’

ભારતની યાત્રા સકારાત્મક અને ફાયદાકારક રહી પાકિસ્તાનના વિદેશમંત્રીએ ભારતની યાત્રા પર આપ્યું નિવેદન દિલ્હીઃ તાજેતરમાં થોડા દિવસ અગાઉ પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભૂટ્ટો ભારતની મનુલાકાતે આવ્યા હતા, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો એ આ મુલાકાત પર પોતાનું નિવેદન આપ્યું છે. ઝરદારીએ કહ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં ભારતમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવાનો […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાન એકલા પડ્યાં, PTI નેતા ફવાદ ચૌધરીએ પણ સાથ છોડ્યો

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ પાકિસ્તાનમાં અરાજકતા ફેલાવી હતી. તેમજ આર્મીની મિલકતને નિશાન બનાવીને ભારે નુકશાન કર્યું હતું. પાકિસ્તાન આર્મી અને શરીફ સરકારે ઈમરાન સામે કાનૂની ગાળિયો કસ્યો છે. બીજી તરફ ઈમરાન ખાનના સાથીદારો એક-બાદ એક તેમનો […]

કાશ્મીરમાં જી 20ની બેઠકથી પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જવાબ આપી બોલતી કરી બંધ

જમ્મુ કાશ્મીરમાં જી 20ની બેઠકથી પાકિસ્તાનને પેટમાં દુખ્યું ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પાકની બોલતી બંધ કરી દિલ્હીઃ- ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશના 200 જેટલા શહેરોમાં જી 20ના અલગ અલગ જૂથની બેઠકો યોજાઈ રહી છએ જેમાં જમ્મુ કાશ્મીરમાં પણ આ બેઠક યોજાઈ રહી છે જો કે આ વાત ચીન અને […]

શ્રીલંકા, પાકિસ્તાન બાદ હવે ભારતનો અન્ય પડોશી દેશ બાંગ્લાદેશ આર્થિક સંકટમાં ફસાયું

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશોમાં સર્જાયેલો હાહાકાર હવે બાંગ્લાદેશ સુધી પહોંચી ગયો છે. ગયા વર્ષે, શ્રીલંકામાં આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાને કારણે, શેરીઓમાં હિંસા જોવા મળી હતી, જ્યારે હાલ દિવસોમાં પાકિસ્તાનમાં અશાંતિની સ્થિતિ છે. દરમિયાન હવે બાંગ્લાદેશમાં ડૉલરનું સંકટ પણ ઊભું થયું છે અને તે કાચા તેલની આયાતની ચૂકવણી પણ કરી શકતું નથી. એક અહેવાલ […]

તહવ્વુર કેસમાં અમેરિકન કોર્ટના ચુકાદાથી પાકિસ્તાન સંડોવણી સ્પષ્ટ થઈ છે : દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ અમેરિકાની અદાલતે 26/11ના મુંબઈ આતંકી હુમલાના દોષિત પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. પાડોશી દેશ પાકિસ્તાન ઉપર કટાક્ષ કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમેરિકી કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા હતી. રાણા હાલમાં લોસ એન્જલસની ફેડરલ જેલમાં બંધ છે. સુત્રોના જણાવ્યા […]

પાકિસ્તાનઃ પર્વ PM ઈમરાન ખાનના નિસાવસ્થાને 40 આતંકવાદીઓ છુપાયાનો પોલીસનો દાવો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. લાહોરમાં ભૂતપૂર્વ વડા પ્રધાનના જમાન પાર્ક નિવાસસ્થાનને પોલીસે કોર્ડન કરી લીધું હોવાનું જાણવા મળે છે. પોલીસનો દાવો છે કે, ઈમરાન ખાનના ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પંજાબની અંતરિમ સરકારે પીટીઆઈના નિવાસસ્થાને છુપાયેલા 40 આતંકવાદીઓને સોંપવા […]

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના લોકોને મળી મોટી રાહત,પેટ્રોલ-ડીઝલ થયું સસ્તુ

દિલ્હી : આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના લોકોને મોટી રાહત મળી છે. પાકિસ્તાનની જનતાને મોંઘવારીના મોરચે રાહત મળી છે. સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર (પાકિસ્તાન પેટ્રોલ પ્રાઈઝ) 12 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત ડીઝલ પણ સસ્તું થયું છે. પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારે સોમવારે જાહેરાત કરી હતી કે આગામી 15 […]

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારો પરત ફર્યા, પરિવારજનોમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ ભારત સરકારનાં પ્રયાસોથી પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલા ભારતીય માછીમારો પૈકી 198 માછીમારો ને પાકિસ્તાનમાંથી મુક્ત કરાયા હતા. જે પૈકી  ગુજરાતના  184 અને 14 અન્ય રાજ્યોના માછીમારો છે. કોરોના પછીના  ત્રણ વર્ષના સમયગાળા બાદ પ્રથમ વાર મોટી સંખ્યામાં ભારતીય માછીમારોને ભારત પરત લાવવામાં આવ્યા છે. આ તમામ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વહેલી સવારે વડોદરા […]

આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચેલા 198 માછીમારોને પાકિસ્તાને કર્યા મૂક્ત

દિલ્હીઃ- પાકિસ્તાનમાં ભારતના અનેક માછીમારો ભૂલમાં સીમા પાર કરીને પહોંચતા હોય છે ત્યારે વિતેલી શુક્રવારની રાતે પાકિસ્તાન દ્રારા આવાજ 198 જેટલા મછુઆરાઓને પાકિસ્તાન દ્રારા મૂક્ત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાન સરકારે  અટારી-વાઘા બોર્ડર પર 198 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા, જેમને દરિયાઈ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવા માટે અહી કેદમાં રાખવામાં આવ્યા હતા. અરબી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code