1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાન:ઈસ્લામાબાદમાં અનુભવાયા ભૂકંપના આંચકા,4.1ની તીવ્રતા નોંધાઈ

ઈસ્લામાબાદમાં ભૂકંપના આંચકા 4.1ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં દિલ્હી:પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી છે. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે બપોરે લગભગ 1:24 વાગ્યે ઇસ્લામાબાદમાં રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપ […]

પાકિસ્તાનમાં અડધી રાત્રે પેટ્રોલ પંપની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી,જાણો શું છે કારણ

દિલ્હી:પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હવે ડૂબવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે.રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે હજારો કન્ટેનર બંદરો પર અટવાઈ પડ્યા છે.આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જઈ રહ્યા છે. પાકિસ્તાની અખબાર મુજબ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અફવાને […]

પાકિસ્તાનમાં 2.37 મિલિયન મેટ્રીક ટન ઘઉંની અછત, લોકો લોટ લેવા કલાકો લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યાં

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો થયો છે. બીજી તરફ ઘઉંના લોટને લઈને પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં ઘઉંના લોટની બોરીઓ લેવા માટે લોકો લાંબી લાઈનો લગાવે છે. પાકિસ્તાનમાં ઉભી થયેલી પરિસ્થિતિને નાણા મંત્રી અલ્લાહની મરજી કહીને સરકારનો બચાવ […]

પાકિસ્તાનને UAEએ સ્પષ્ટ સૂચનઃ કાશ્મીરને ભૂલીને ભારત સાથે મિત્રતા કરી વિવાદનો અંત લાવો

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ દુનિયાના વિવિધ દેશોની મુલાકાત લઈને આર્થિક મદદ માંગી રહ્યાં છે, જો કે, મોટાભાગના દેશો આતંકવાદના મુદ્દે પાકિસ્તાન સાથે અંતર રાખી રહી છે. દરમિયાન યુએઈ પાસે પણ પાકિસ્તાને આર્થિક મદદ માંગી હતી. દરમિયાન યુએઈએ પાકિસ્તાન અસીરો બતાવીને કાશ્મીરનો મુદ્દો ભુલીને ભારત સાથે મિત્રતા કરવા સુચન કર્યું છે. […]

પાકિસ્તાનના ચાર ટુકડા થશે, અને ત્રણ ભાગ ભારત સાથે જોડાશેઃ બાબા રામદેવ

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને પાકિસ્તાનના પીએમ શરીફ દેશના અર્થતંત્રને પાટે લાવવા માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યું છે બીજી તરફ પીઓકે, બલુચિસ્તાન સહિતના વિસ્તારોમાં સ્થાનિકો પાકિસ્તાન સરકાર સામે નારાજ છે અને દેખાવો યોજી રહ્યાં છે. દરમિયાન યોગગુરુ બાબા રામેદેવે દાવો કર્યો હતો કે, […]

સિંધુ જળ સંધિના ઉલ્લંઘન મામલે ભારતની પાકિસ્તાન સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ ભારત સરકારે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિ (IWT)માં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. સરકારે કહ્યું છે કે, પાકિસ્તાનના ખોટા પગલાંએ સિંધુ જળ સંધિની જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર કરી છે અને ભારતને IWT ના સંશોધન માટે નોટિસ આપવાની ફરજ પડી છે. ભારત સરકારે કહ્યું કે, પરસ્પર મધ્યસ્થી માર્ગ શોધવાના વારંવારના […]

પાકિસ્તાનમાં આર્થિક સંકટઃ સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકા કાપ કરાશે

નવી દિલ્હીઃ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડારની ભારે અછત સર્જાઈ છે. મોંઘવારી વધવાના કારણે સામાન્ય લોકો માટે બે ટાઈમનો રોટલો મેળવવો પણ મુશ્કેલ બની રહ્યો છે. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. શાહબાઝ સરકાર કટોરો લઈને વિશ્વના દેશો પાસેથી આર્થિક […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત તે તેમનો પર્સનલ વિષયઃ અમેરિકા

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ઉપર દુનિયાની નજર મંડાયેલી છે. હાલ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના પીએમ શરીફએ ભારત પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. જો કે, ભારત જ્યાં સુધી આતંકવાદ ખતમ ના થાય ત્યાં સુધી વાત નહીં કરવાના પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યું છે. દરમિયાન અમેરિકાએ કહ્યું હતું […]

સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હતું- અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીનો દાવો 

દિલ્હી:અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પાકિસ્તાનને લઈને દાવો કર્યો છે.તેમણે કહ્યું કે, વર્ષ 2019માં ભારત દ્વારા બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હતું. માઈક પોમ્પિયોએ તેમના પુસ્તક ‘Never Give an Inch: Fighting for the America I Love’  માં જણાવ્યું કે,પરમાણુ હુમલાની આ માહિતી તેમને ભારતના તત્કાલિન વિદેશ મંત્રી […]

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વીજ પુરવઠો ખોરવાયો  

દિલ્હી:આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનમાં સોમવારે સવારે મોટાપાયે પાવર કટ કરવામાં આવ્યો છે.હાલમાં દેશના ઈસ્લામાબાદ, કરાચી અને પેશાવર ક્ષેત્રના 22 જિલ્લાઓમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. એટલું જ નહીં, પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે પણ આ અંગે નિવેદન બહાર પાડવું પડ્યું. સરકારે કહ્યું છે કે,મેંટેનેંસનું કામ ઝડપથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code