1. Home
  2. Tag "Pakistani"

કચ્છ: સરહદી વિસ્તારમાંથી 15 પાકિસ્તાનીઓ ઝડપાયા, માછીમારીની સામગ્રી જપ્ત

ભુજ: કચ્છના સરહદી વિસ્તારમાંથી ૧૫ પાકિસ્તાનીઓ ઝડપાયા છે. સરહદી ક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળે સફળ ઓપરેશન હાથ ધરીને ૧૫ પાકિસ્તાનીને માછીમારી બોટ સાથે ઝડપી પાડ્યા હતા બોટમાંથી માછીમારી માટેની જાળ,બરફ અને માછલીનો જથ્થો મળી આવ્યો હતો તે સિવાય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. મોડી રાત્રે આ તમામને કોટેશ્વર લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. […]

નેપાળ થઈને 37 પાકિસ્તાની-બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરીની ફિરાકમાં, સરહદ પર હાઈ એલર્ટ

ઓપરેશન સિંદૂર બાદ ગભરાટમાં મુકાયેલ પાકિસ્તાન હવે નેપાળ થઈને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, નેપાળમાં લગભગ 37 શંકાસ્પદ પાકિસ્તાની અને બાંગ્લાદેશી હાજર છે. તેઓ કોઈક રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે લખનૌ, વારાણસી, અયોધ્યા અને મથુરા પર નિશાન સાધી શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બહરાઇચથી […]

ચાર્લી હેબ્દોની ઓફિસ બહાર હુમલો કરનાર પાકિસ્તાનીને 30 વર્ષની જેલ

પેરિસની સ્પેશિયલ ક્રિમિનલ કોર્ટે એક પાકિસ્તાની નાગરિકને 30 વર્ષની જેલની સજા ફટકારી છે. આ વ્યક્તિ પર વર્ષ 2020માં ફ્રેન્ચ સાપ્તાહિક વ્યંગાત્મક મેગેઝિન ચાર્લી હેબ્દોની જૂની ઓફિસની બહાર બે લોકોને મારવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. આ કરવા માટે તેણે માંસ કાપવાની છરીનો ઉપયોગ કર્યો હતો. જોકે, તેના હુમલામાં બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગેરકાયદેસર […]

પાકિસ્તાની ટીકટોક સ્ટાર મિનાહિલ મલિક ફરી વિવાદમાં સપડાઈ

પાકિસ્તાની TikTok સ્ટાર મિનાહિલ મલિક વિવાદમાં રહે છે. ઓગસ્ટ મહિનામાં તેણે એક ડાન્સ વીડિયો શેર કર્યો હતો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું તેના કારણ કે તે ટ્રેન્ડમાં છે. તેણે તેની સાથે હાર્ટ ઇમોજી બનાવ્યું હતું. વીડિયોને અત્યાર સુધીમાં 4.1 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ડાન્સ વીડિયોમાં તે બ્લેક કલરના […]

સાઉદી અરેબિયામાં પાકિસ્તાની સહિત સાત શખ્સોને ફાંસીની સજા અપાઈ

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં સાત લોકોને મોતની સજા આપવામાં આવી છે. આ સાત લોકોમાંથી પાંચને ડ્રગ્સની હેરાફેરી માટે સજા થઈ છે. જ્યારે અન્ય બે લોકોને અન્ય કેસમાં ફાંસીની સજા આપવામાં આવી છે. સાઉદી પ્રેસ એજન્સી (SPA)એ જણાવ્યું કે, મૃત્યુદંડની સજા પામેલાઓમાં એક પાકિસ્તાની નાગરિકનો પણ સમાવેશ થાય છે. તેમજ બે સાઉદી નાગરિકો પણ સામેલ છે, […]

ઓમાનમાં મસ્જિદમાં ગોળીબારની ઘટનામાં એક ભારતીય સહિત છના મોત

મસ્કતઃ ઓમાનની રાજધાની મસ્કતમાં શિયા મસ્જિદ પાસે ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયેલા છ લોકોમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. રાત્રે ઇમામ અલી મસ્જિદ પાસે થયેલા ગોળીબારમાં એક પોલીસ કર્મચારી અને ચાર પાકિસ્તાની નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો હતો જ્યારે 28 અન્ય ઘાયલ થયા હતા. મસ્કતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા […]

નેપાળ બોર્ડરથી એક કાશ્મીરી સાથે 2 પાકિસ્તાનીઓની ધરપકડ, ભારતમાં ઘૂસવાની કોશિશ કરતું ચીની યુગલ પણ ઝડપાયું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી વચ્ચે મહારાજગંજ જિલ્લાથી લાગેલી ભારત-નેપાળ બોર્ડર પર સુરક્ષા એજન્સીઓએ 3 શકમંદોની એટીએસને સોંપણી કરવામાં આવી છે. જણાવવામાં આવે છે કે ઝડપાયેલા લોકોમાં 2 પાકિસ્તાની અને એક જમ્મુ-કાશ્મીરનો વતની છે. અધિકારીઓએ આમની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે. જો કે આ  આખા મામલામાં જિલ્લાના અધિકારીઓએ મૌન સેવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, […]

ગાંધી પરિવારના નિકટવર્તી કૉંગ્રેસી નેતાનો લાહોરમાં દાવો, કહ્યુ 2/3 ભારતીયો પાકિસ્તાનીઓ સાથે!

લાહોર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેની કોંગ્રેસ અને તેના નેતા મણિશંકર અય્યરની ઘૃણા જગજાહેર છે. હવે અય્યરે આ ઘૃણા પાકિસ્તાનની જમીન પર પણ દેખાડી છે. પાકિસ્તાનીઓને ભારતની સૌથી મોટી સંપત્તિ ગણાવતા અય્યરે કહ્યુ છે કે મોદી સરકારમાં મેજ પર બેસીને વાત કરવાની હિંમત નથી. તેમણે પાકિસ્તાન સાથે 10 વર્ષથી વાતચીત નહીં થવાને સૌથી મોટી ભૂલ પણ […]

પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ, BSFએ પંજાબ બોર્ડર પર ડ્રોન તોડી પાડ્યું

પાકિસ્તાનું ષડયંત્ર નિષ્ફળ BSFએ પંજાબ બોર્ડર પર ડ્રોન તોડી પાડ્યું અમૃતસરમાં ડાઓકે પોલીસ ચોકી પાસેની ઘટના  ચંડીગઢ:બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા પંજાબમાં પ્રવેશતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે,ડ્રોન પાકિસ્તાની સરહદમાં પડી ગયું હતું.અધિકારીના જણાવ્યા અનુસાર, BSF જવાનોએ મંગળવારે રાત્રે 7.20 વાગ્યે એક […]

કચ્છઃ જખૌ નજીકથી પાકિસ્તાની બોટ સાથે સાત શખ્સોની અટકાયત

અમદાવાદઃ પડોશી દેશ પાકિસ્તાન સાથે ગુજરાત જમીનની સાથે દરિયાઈ સીમા સાથે પણ જોડાયેલો છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની ચાંચિયાગીરી ભારતીય જળસીમામાં વધી અવાર-નવાર પાકિસ્તાનની સિક્યુરિટી અજેન્સી ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું બંદુકના નાળચે અપહરણ કરવામાં આવે છે. બીજી તરફ પાકિસ્તાનની નાગરિકોની ઘુસણખોરીના બનાવો પણ વધ્યાં છે. કચ્છના હરામીનાળા વિસ્તારમાં તાજેતરમાં 10 પાકિસ્તાની બોટ સાથે 3 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code