1. Home
  2. Tag "palanpur"

પાલનપુરમાં થ્રી લેગ બ્રિજના લોકાર્પણ બાદ પ્રથમ દિવસે અકસ્માતના બે બનાવો

થ્રી લેગ બ્રિજ પર પીકઅપ વાન પાછળ રિક્ષા ઘૂસી ગઈ, બીજા અકસ્માતમાં અર્ટિંગા કાર ટ્રક સાથે અથડાઈ, અકસ્માતને લીધે ટ્રાફિક જામ થયો પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરના થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું ઉદઘાટન કરાયા બાદ પ્રથમ દિવસે અકસ્માતોના બે બનાવો બન્યા છે. જેમાં થ્રી લેગ બ્રિજ પર પ્રથમ અકસ્માત રિક્ષા અને પિકઅપ ડાલા સાથે સર્જાયો હતો, […]

પાલનપુરમાં નેશનલ હાઈવે પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું કરાયું લોકાર્પણ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યુ લોકાર્પણ, વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો થ્રી લેગ બ્રિજ પાલનપુરઃ શહેરમાં નેશનલ હાઈવે પર કરોડોના ખર્ચે તૈયાર નિર્માણ કરાયેલી થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો થ્રી લેગ બ્રિજ […]

પાલનપુરમાં કાલે ગુરૂવારે થ્રી લેગ એલિવેટર બ્રિજનું કરાશે લોકાર્પણ

ગુજરાતનો પ્રથમ અને દેશનો બીજો થ્રી લેગ એલિવેટર બ્રિજ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બ્રિજનું ઉધઘાટન કરશે, થ્રી લેગ એલિવેટર બ્રિજનું કરોડોના ખર્ચે નિર્માણ કરાયું પાલનપુરઃ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવેને લીધે થતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે દેશનો બીજો અને ગુજરાતનો પ્રથમ થ્રી લેગ એલિવેટર બ્રિજનું નિર્માણ કરાયું છે. આ નવનિર્મિત થ્રી લેગ એલિવેટર બ્રિજનું […]

પાલનપુરના એરોમા સર્કલથી રેલવે બ્રિજ સુધીનો રોડ તૂટી ગયો

રોડ ઉબડ-ખાબડ બનતા વાહનચાલકો પરેશાન, લોકોની રજુઆત છતાં તંત્ર સાભળતું નથી, ભંગાર બનેલો રોડ ત્વરિત મરામત કરવા માગણી પાલનપુરઃ શહેરમાં વરસાદને લીધે રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેમાં  શહેરના એરોમા સર્કલથી રેલ્વે અંડરબ્રિજ જવાનો મુખ્ય રસ્તો પહેલાં વરસાદમાં જ તૂટી ગયો હતો છતાં હજૂ સુધી રીપેર કરવામાં આવ્યો નથી. આ ઉબડ-ખાબડ રોડ […]

પાલનપુરમાં વરસાદી પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની ભીતિ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસ પહેલા પડેલા વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં રોડ પર પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળી રહ્યા છે. તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે આરોગ્ય વિભાગે નગરપાલિકાને પત્ર લખીને જાણ કરી છે. વરસાદી પાણીનો નિકાલ કરવાની જવાબદારી નગરપાલિકાની છે. પરંતુ નગરપાલિકાએ […]

પાલનપુર શહેરમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડતા વાહનચાલકો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા,એમાં વરસાદને લીધે રોડ પર ઠેર ઠેર ખાડાંઓ પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરના ગુરુનાનક ચોક, અમીર રોડ, એરોમા સર્કલ, જુનાગંજ, તેમજ અમદાવાદ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓ પડી ગયા છે. પાલનપુર શહેરના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા […]

પાલનપુરમાં કાલે સોમવારથી બે દિવસ ધરોઈ પાઈપલાઈન મરામતને લીધે પાણી પુરવઠો બંધ રહેશે

પાલનપુરઃ શહેરમાં કાલે સોમવારથી બે દિવસ પાણી પુવઠા વિતરણમાં વિક્ષેપ સર્જાશે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 22 જુલાઈ અને 23 જુલાઈએ ધરોઈ પાઇપલાઇન અને પમ્પિંગ મશીનરીની મરામત કામગીરી હાથ ધરાશે જેને લઇ બે દિવસ પાણી કાપ માટે પાલનપુર નગરપાલિકાને જાણ કરવામાં આવી છે. પાલનપુર પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને […]

બનાસકાંઠામાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ પાલનપુર, અમીરગઢમાં વરસાદના ઝાપટાં પડ્યાં

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. વાતાવરણમાં બફોરો પણ અનુભવાય રહ્યો છે. છતાંયે મેઘરાજા મન મુકીને વરસતા નથી.જોકે  આજે દિવસ દરમિયાન પાલનપુરમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. ખેડુતો સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, અમીરગઢ પંથકમાં આજે સોમવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભારે ઉકળાટ બાદ ઝરમર […]

પાલનપુરમાં જગન્નાથજીની રથયાત્રામાં ભાવિકોને 16000 રોપાઓનું વિતરણ કરાયું

પાલનપુરઃ બનાસકાંઠામાં આજે અષાઢી બીજના દિને પાલનપુર, ડીસા અને થરાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળતા મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. પાલનપુરના મોટા રામજી મંદિરથી પરંપરાગત રૂટો પર રથયાત્રા નિજ મંદિરથી નીકળતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છોડમાં રણછોડ છે. તેને સાર્થક કરતા રથયાત્રામાં […]

પાલનપુરમાં જર્જરિત બનેલા સરકારી ક્વાટર્સ રાતોરાત ખાલી કરાવાતા 32 પરિવારો મુશ્કેલીમાં મુકાયા

પાલનપુરઃ શહેરમાં વરસાદી સીઝનમાં કોઈ દૂર્ઘટના ન બને તે માટે જર્જરિત બનેલા સરકારી ક્વાટર્સ ખાલી કરાવવાનો જિલ્લા કલેક્ટરે નિર્ણય લીધો હતો. અને પ્રાંત અધિકારીની સુચના બાદ શહેરના સરકારી વસાહતના બે બ્લોક જોખમી હોવાથી 32 પરિવારોને મકાનો ખાલી કરી દીધા છે.  કેટલાક કર્મચારીઓને તાત્કાલિક ભાડેથી મકાન ન મળતા પાલનપુરમાં રહેતા તેમના સગા વહાલાઓના ઘરે શિફ્ટ થવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code