1. Home
  2. Tag "patan"

પાટણમાં રખડતા ઢોરનો ત્રાસ, રોડ પર અડીંગો જમાવીને બેસતા વાહનચાલકોને મુશ્કેલી

પાટણઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર જોવા મળી રહ્યો છે. શહેરના ખાલકશા પીર, ભદ્ર વિસ્તાર, સાલવીવાડો અને રાણકીવાવ રોડ તેમજ શીતળામાં ચોકડી જેવા રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ કરવાના મુખ્ય માર્ગો ઉપર રાત્રે 9:00 વાગ્યા બાદ મોટી સંખ્યામાં રખડતા ઢોર એકત્ર થઈને રસ્તા વચ્ચે જ બેસી જઈને રસ્તો બ્લોક કરી દેતા હોય વાહન ચાલકોને રસ્તો પાર કરવો […]

પાટણમાં ભારે વરસાદને લીધે કેનાલમાં ગાબડું પડતાં શહેરની 15 સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા

પાટણઃ શહેર અને જિલ્લામાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ સારોએવો વરસાદ પડ્યો હતો. જેમાં પાટણ શહેરમાં 5 ઈંચથી વધુ વરસાદ પડતા શહેરના રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીકની કેનાલમાં ગાબડું પડતાં આ વિસ્તારની 15થી વધુ સોસાયટીમાં પાણી ફરી વળતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાટણ શહેર સહિત જિલ્લામાં મંગળવારે […]

પાટણના પદ્મનાભ ચાર રસ્તા પર પૂર ઝડપે કાર કેનાલમાં ખાબકી, પરિવારનો આબાદ બચાવ

પાટણઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પાટણ શહેર નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો,  શહેરના પદ્મનાભ ચાર રસ્તા પાસે એક કાર ચાલક આગળ જતી બસ સાથે અકસ્માતથી બચવા કાર રોડ સાઈડ બાજુ ઉતરવા જતા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. જોકે, કેનાલમાં ઓછું પાણી હોવાના કારણે કારમાં […]

રાધનપુરમાં સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એકનું મોત

અમદાવાદઃ રાધનપુરનું પીપળ ગામ પાસે 3 ટ્રેલરો વચ્ચે ટક્કર થઈ હતી. જેથી ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ અકસ્માતમાં ટેલરોમાં ફસાયેલા લોકોને કાઢવા માટે પતરા ચીરવા પડ્યા હતા. ત્રણ કલાકની જેહમત બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યાં હતા. અકસ્માતના પગલે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર […]

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. ત્યારે પક્ષ-વિપક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.  ફરી એકવાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે છે. આ પહેલા તેઓ વલસાડના પ્રવાસે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખાણીમાં વિશાળ જનમેદનીને સંબોધન કરી હતી. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ […]

ઉદ્યોગપતિઓનું દેવું માફ થઈ શકે તો ખેડુતોનું કેમ નહીં, રાહુલ ગાંધીએ ભાજપ સામે કર્યા પ્રહાર

પાટણઃ  લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી શકે છે, તો ખેડુતોનું દેવું કેમ માફ કરતી નથી ?  ભાજપ ફરીવાર સત્તામાં આવશે તો બંધારણને બદલી દેશે. ભાજપ અનામતના વિરુદ્ધમાં છે. અનામતનો અર્થ છે ગરીબો, […]

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું 2024 -25નું 4.52 કરોડનું બજેટ મંજૂર કરાયું

અમદાવાદઃ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક યોજાઇ હતી જેમાં વર્ષ 2024- 25 અંદાજ પત્ર (બજેટ) રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં છાત્રોના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ બજેટમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓના ખર્ચના બજેટમાં વધારા સાથે કુલ 128.07 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં 123.55 કરોડનો ખર્ચ બાદ કરતાં 4.52 કરોડ […]

પાટણમાં સિદ્ધપુર ચોકડી પાસે ડમ્પરે બે યુવતીઓને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર

પાટણઃ રાજ્યમાં બોફામ ઝડપે ચલાવાતા વાહનોને કારણે રોડ અકસ્માતો વધતા જાય છે. જેમાં પાટણમાં સિદ્ધપુર ચોકડી નજીક બે યુવતીઓ રસ્તો ક્રોસ કરી રહી હતી તે દરમિયાન પૂરફાટ ઝડપે આવી રહેલા ડમ્પરે બન્નેને યુવતીઓને અડફેટે લીધી હતી. જેમાં એક યુવતીના માથા પર વ્હીલ ફરી વળતા તેનું માથું છૂંદાઇ ગયું હતું. જેના પગલે એક યુવતીનું કમકમાટીભર્યું મોત […]

વૃક્ષ વગર ફળ મળતું નથી, તેમ ધર્મ વગર સુખ ક્યારે મળશે નહીઃ જગતગુરૂ શંકરાચાર્ય

પાટણઃ શહેરમાં જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનું  આગમત થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરમાં રેલવે સ્ટેશન ખાતેથી જુનાગંજ બજાર સુધી દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્યજીની   ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિરાટ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીઠાધીશ્વર દ્વારા સુખ પ્રાપ્તિ માટે સનાતન ધર્મનુ […]

પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉ.ગુ યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળતા તપાસની માગ ઊઠી

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી મહાત્મા ગાંધીજીની જ્યંતિના દિને જ દારૂની ખાલી બોટલો મળી આવતા વિવાદ ઊભો થયો છે. આ બનાવમાં એનએસયુઆઈએ તપાસની માગ કરીને કેમ્પસમાં સલામતી સામે જ પ્રશ્નો ઉઠાવ્યા છે. રાજકોટની એક ખાનગી યુનિવર્સિટી તેમજ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળવાની ઘટના બાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ દારૂની ખાલી બોટલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code