1. Home
  2. Tag "Planning"

“ભારત ટેક્સ 2024” હેઠળ “ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવા” પર હેકાથોનનું આયોજન

નવી દિલ્હીઃ નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ્સ મિશન (એનટીટીએમ) હેઠળ ટેક્સટાઇલ મંત્રાલય 26-29 ફેબ્રુઆરી, 2024નાં રોજ આયોજિત થનારી “ભારત ટેક્સ 2024” હેઠળ “ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં રચનાત્મકતા લાવવા માટે ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે હેકેથોન” શીર્ષક સાથે એક હેકેથોનનું આયોજન કરી રહ્યું છે. હેકાથોનનો મુખ્ય ધ્યેય એક એવું પ્લેટફોર્મ ઊભું કરવાનો છે જે વિદ્યાર્થીઓ, સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગ […]

ઓડિશામાં 7મીથી 9મી જાન્યુઆરી સુધી સાગર પરિક્રમા કાર્યક્રમનું આયોજન

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગન ઓડિશાના વિવિધ સ્થળોએ 7મીથી 9મી જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત સાગર પરિક્રમા તબક્કા-11માં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી આ કાર્યક્રમ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લાભાર્થીઓ જેવા કે પ્રગતિશીલ માછીમારો, ખાસ કરીને દરિયાકાંઠાના માછીમારો અને માછલી ખેડૂતો, યુવા મત્સ્ય ઉદ્યોગ સાહસિકો વગેરેનું સન્માન કરશે. […]

વડોદરામાં ‘ક્વોલિટી ઇક્વિપમેન્ટ ઇન ટાઇમ’ પર વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન

અમદાવાદઃ વડોદરામાં 14 ડિસેમ્બર, 2023ના રોજ થી સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એશ્યોરન્સ (ડીજીક્યુએ) દ્વારા ‘ક્વોલિટી ઇક્વિપમેન્ટ ઇન ટાઇમ’ થીમ પર વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભારત સરકારનાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં ‘વેપાર-વાણિજ્યમાં સરળતા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’નાં વિઝનને ધ્યાનમાં રાખીને વિવિધ હિતધારકોને સંરક્ષણ […]

પરિવાર સાથે બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ જગ્યા છે બેસ્ટ

લોકો જ્યારે પણ ફરવા જવાનો પ્લાન કરે ત્યારે તેમના મનમાં અનેક પ્રકારના વિચાર આવતા હોય છે, કારણ કે કેટલીક જગ્યાઓ એવી પણ હોય છે કે જ્યાં પરિવાર સાથે ફરી શકાય નહી, જેમ કે પહાડી વિસ્તારોમાં સામાન્ય રીતે પરિવાર સાથે ફરવુ મુશ્કેલીભર્યુ હોય છે, જંગલ વિસ્તારોમાં પણ જ્યારે પરિવાર સાથે ફરવા જવાની વાત આવે ત્યારે બે […]

માનગઢમાં વિવેકાનંદ કેન્દ્ર દ્વારા દોડનું કરાયું આયોજન

અમદાવાદઃ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં ગોપાલગુરુજીની કર્મભૂમિ ગણાતા માનગઢમાં વિવેકાનંદ કેન્દ્ર  પંચમહાલ(ગુજરાત), બાંસવાડા (રાજસ્થાન) અને ઝાબુઆ (મધ્યપ્રદેશ) તથા ક્રિડા ભારતીના સયુક્ત ઉપક્રમે છ કિમી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારના 400થી વધારે ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ દોડમાં ભાગ લેનાર યુવાનોનો […]

ભારતીય રેલવેનું જૂની ટ્રેનના કોચને રેસ્ટોરન્ટમાં ફરવાનું આયોજન, રોજગારીની અનેક તકો ઉભી થશે

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે નોકરીની તકો વધારવા અને આવક મેળવવા માટે એક તેજસ્વી વિચાર પર કામ કરી રહી છે. વાસ્તવમાં રેલ્વે ટ્રેનોના જૂના કોચને રેસ્ટોરન્ટમાં ફેરવી રહી છે. રેસ્ટોરાંમાં રૂપાંતરિત કરાયેલા થોડા કોચ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. રેલ્વે બોર્ડે મહારાષ્ટ્રના નાસિકમાં આ પહેલ હેઠળ એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે. જેને લોકો ખૂબ પસંદ […]

ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદનમાં વધારો કરવા કેન્દ્ર સરકારનું આયોજન, ચીનને પડશે મોટો ફટકો

નવી દિલ્હીઃ ચીનના વર્ચસ્વને અંકુશમાં લેવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક નવી યોજના બનાવી છે, જેના કારણે ચીનની મોબાઈલ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ભારતમાં મોબાઈલ ફોન બનાવવા માટે પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ એટલે કે, PLI સ્કીમ હેઠળ સેમસંગ મોબાઈલ ફોન કંપનીને 600 કરોડ રૂપિયા આપવા જઈ રહી છે. આ અત્યાર સુધીનું […]

ચોમાસામાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ડેસ્ટિનેશન છે પરફેક્ટ

ચોમાસાની સિઝન આવી ગઈ છે. જો કે હજુ પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. જો તમે આ સિઝનમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અહીં અમે તમને મોનસૂન સ્પેશિયલ ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે ચોમાસાની ઋતુમાં દાર્જિલિંગ જવાનો પ્લાન પણ બનાવી શકો છો. દાર્જિલિંગમાં ફરવાની સાથે તમે અહીં સુંદર પહાડોનો નજારો પણ […]

એશિયા કપ 2023ના આયોજનને લઈને શ્રીલંકા ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ACC સમક્ષ પ્રસ્તાવ મુકશે

નવી દિલ્હીઃ એશિયા કપના આયોજનને લઈને ગુંચવાયેલુ કોકડુ ઝડપથી ઉકેલાય તેવી શકયતા છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનમાં એશિયા કપ યોજાવાનો છે. જો કે, સુરક્ષાના કારણોસર બીસીસીઆઈએ પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ ટીમ ઈન્ડિયાની તમામ મેચ પાકિસ્તાનની બહાર રમાડવાની માંગણી કરી હતી. બીજી તરફ પાકિસ્તાન એશિયા કપને પોતાના દેશમાં જ રમાડવાની સતત માંગણી સાથે […]

અમદાવાદઃ “જીઓ-ટેક્ષટાઈલ સંબંધિત માનકો” પર “માનક મંથન”નું આયોજન

ગાંધીનગરઃ ભારતીય માનક બ્યુરો (BIS) અમદાવાદ દ્વારા નવા ઘડવામાં આવેલા “જીઓ-ટેક્ષટાઈલ સંબંધિત માનકો” પર “માનક મંથન”નું આયોજન કર્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓ, પ્રયોગશાળાઓ (અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અને CIPET), ઉત્પાદકો જેવા વિવિધ ક્ષેત્રોના 30 થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિસાદ/સૂચનો આપી હતી. માનક મંથન એ નવા ઘડવામાં આવેલા ભારતીય માનકો  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code