ગુનાઓ પર અંકુશ લાવવા રાજ્યો વચ્ચે સંકલન ખૂબ જરૂરી: પોલીસ વડા વિકાસ સહાય
ગાંધીનગરઃ 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન (પશ્ચિમ ઝોન પ્રાદેશિક પોલીસ સંકલન) કમિટીની બેઠક આજે પોલીસ ભવન, ગુજરાત ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ જોડાયા હતા અને પ્રિવેન્શન-ડિટેકશન કામગીરીમાં ટેકનોલોજીનો […]