1. Home
  2. Tag "police complaint"

ખેડબ્રહ્મા : પ્રિસાઈડિંગ ઓફિસર નશામા પકડાતા ફરિયાદ નોંધાઈ

ખેડબ્રહ્મા: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સઘન પેટ્રોલીંગ અને તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ચૂંટણી પંચના અધિકારીઓ-કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત બન્યાં છે. દરમિયાન ખેડબ્રહ્મામાં ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલા પ્રિસાઈડીંગ ઓફિસર દારૂના નશામાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. લોકસભાની ચૂંટણીને લઈ […]

વડોદરા સેન્ટ્રેલ જેલમાંથી મોબાઈલ ફોન મળ્યો, 3 કેદીઓ ફોનનો કરતા હતા ઉપયોગ

જેલ સત્તાવાળાઓએ ત્રણેય કેદીઓ સામે નોંધાવી ફરિયાદ પોલીસે મોબાઈલ ફોન જપ્ત કરીને FSLમાં મોકલ્યો કેદીઓએ કોની સાથે વાત કરી તેની પોલીસે તપાસ શરુ કરી અમદાવાદઃ રાજ્યની જેલમાંથી અવાર-નવાર મોબાઈપ ફોન સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની ઘટનાઓ સામે આવે છે. દરમિયાન વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્ર દોડતુ થઈ ગયું છે. જેમાં 3 […]

તેલંગાણાઃ મતદારને લાંચ આપવાના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

બેંગ્લોરઃ તેલંગાણાના નામપલ્લી વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ એક મતદારને 1 લાખ રૂપિયા લાંચ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ ફિરોઝ ખાન વિરુદ્ધ આરપી એક્ટની કલમ 71સી, 188 અને 123 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી પ્રાર્થના કરવા હૈદરાબાદના ચાર મિનાર સ્થિત શ્રી ભાગ્ય લક્ષ્મી મંદિર […]

લો બોલો, આંધ્રપ્રદેશમાં CM જગન રેડ્ડીનું પોસ્ટર ફાડવા મામલે શ્વાન સામે પોલીસ ફરિયાદ !

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવું એક મૂંગા પશુ એવા શ્વાનને મોંઘુ પડ્યું છે. તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિજયવાડામાં મહિલાઓના એક જૂથે એક ઘરની દિવાલ પર લગાવેલા મુખ્યમંત્રીના પોસ્ટરને શ્વાને ફાડી નાખ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) કાર્યકર મનાતી દાસારી […]

રાજકોટમાં ભાજપના નેતાની કોલેજમાંથી પેપર ફૂટ્યા હતા, સૌરાષ્ટ્ર યુનિ.એ નોંધાવી ફરિયાદ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા ઓક્ટોબર મહિનામાં લેવાયેલી બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર 5ની પરીક્ષાના પેપર ફુટી જતાં હોબાળો મચ્યો હતો. તે સમયે યુનિ.દ્વારા તપાસ સમિતિ પણ નિમવામાં આવી હતી. અને જવાબદારો સામે પગલાં લેવા વિદ્યાર્થીઓ આંદોલનો પણ કર્યા હતા. આખરે 111 દિવસ બાદ યુનિવર્સિટીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરીક્ષાના પેપર પૂર્વ સીએમના ભત્રીજા […]

મોરબી દુર્ઘટનાઃ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાને પગલે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ હોસ્પિટલમાં દાખલ પીડિતોની મુલાકાત લીધી હતી. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા જવાબદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી […]

ભરૂચમાં તસ્કરોનો તરખાટઃ બિલ્ડરના ઘરમાંથી લગભગ એક કરોડની ઘરફોડ ચોરી

અમદાવાદઃ ગુજરાતમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન તસ્કરોએ ભરૂચમાં તસ્કરોએ તરખાડ મચાવીને એક બિલ્ડરના બંધ ઘરના તાળા તોડીને અંદરથી લગભગ એક કરોડની મતાની ચોરી કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં રહેતા જાણીતા બિલ્ડર ધર્મેશ તાપીયાવાલા પરિવાર સાથે ઘરને બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનની મુશ્કેલી વધી, શરીફ સામે સુત્રોચ્ચાર મુદ્દે ગુનો નોંધાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાનના હાથમાં સત્તા ગયા બાદ હવે તેમની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. મદીનામાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાદ શરીફની સામે સુત્રોચ્ચાર કરવા મુદ્દે ઈમરાન ખાન સહિત 150 લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મદીનામાં દેખાવો દરમિયાન શરીફને ચોર-ચોર સહિતને સુત્રોચ્ચાર કરાયાં તેના ઘેરાપત્યાઘાત પાકિસ્તાનમાં પડ્યાં હતા. સત્તાધારી પાર્ટી પીએમએલ-એનના […]

મહારાષ્ટ્રનું રાજકારણઃ નારાયણ રાણેને CM ઠાકરે વિરુદ્ધ ઉચારણ કરવું પડ્યું ભારે

મુંબઈઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલીમાં વધારો થયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આપત્તિજનક નિવેદનને લઈને તેમની ધરપકડના આદેશ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. નાસિક ક્રાઈમ બ્રાન્ચે આ આદેશ જાહેર કર્યાં છે. આ ઉપરાંત તેમની સામે 3 પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જેથી ભાજપ અને શિવસેનાના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા. નાસિકના […]

ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્યના નવા કાયદા મુજબ પ્રથમ ફરિયાદ નોંધાઈઃ ધર્મ પરિવર્તન માટે દબાણનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે તાજેતરમાં જ વિધાનસભામાં ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે. લઘુમતી સમાજની યુવતીએ એક યુવાન ભગાડી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code