1. Home
  2. Tag "Popular News"

આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં SAPTIની નોંધનીય ભૂમિકા, 674 ઉમેદવારો સ્નાતક થયા

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2026: વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત SAPTI એટલે કે સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ રાજ્યના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને વેગ આપી રહ્યું છે. આ સંસ્થા પથ્થરકલાના મૂલ્યવાન વારસાને જાળવવા સાથે યુવાનોને આત્મનિર્ભર બનાવી રહી છે. ડિસેમ્બર 2025 સુધીમાં, કુલ 674 ઉમેદવારો આ સંસ્થામાંથી […]

સુરેન્દ્રનગરની વર્ષો જુની જિલ્લા જેલમાં 125ની ક્ષમતા સામે 300 કેદીઓ

સુરેન્દ્રનગર, 19 જાન્યુઆરી 2026: શહેરમાં આવેલી વર્ષો જુની જિલ્લા જેલની બદતર હાલત છે. જિલ્લાની મુખ્ય સબજેલ હાલ તેની સ્થાપનાના 120 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અંગ્રેજોના શાસન દરમિયાન બનેલી જેલમાં હાલ 125 કેદીઓની ક્ષમતા સામે 300 કેદીઓ છે. અપૂરતી જગ્યા અને સુવિધાઓના અભાવે કેદીઓ અને જેલ સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટનાઓ […]

77માં પ્રજાસત્તાક પર્વની તૈયારીઓ, જાણો ક્યા જિલ્લામાં કોણ તિરંગો ફરકાવશે

ગાંધીનગર 19 જાન્યુઆરી 2026:  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9:૦૦ કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી […]

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોલીસે કર્યું સરપ્રાઈઝ ચેકિંગ, પડ્યા રહેતા શખસોને બહાર કાઢાયા

રાજકોટ, 19 જાન્યુઆરી 2026: શહેરની સિવિલ હોસ્પિટલમાં કેટલાક શખસો પડ્યા પાથર્યા રહેતા હોવાની ફરિયાદો ઊઠી હતી. ખાસ કરીને રાતના સમયે કેટલાક શખસો અડ્ડો જમાવતા હતા. માથાભારે શખસો હોવાથી હોસ્પિટલનો સ્ટાફ પણ ફરિયાદ કરવાથી દૂર રહેતો હતો. રાતના સમયે જ્યા બેડ ખાલી હોય ત્યાં જઈને આરામ કરતા હતા.  હોસ્પિટલના પટાંગણમાં અને વોર્ડની આસપાસ અસામાજિક તત્વોનો જમાવડો […]

સુરતના તડકેશ્વર ગામે લોકાર્પણ પહેલા જ પાણીની ટાંકી તૂટી પડી, 3 શ્રમિકોને ઈજા

સુરત,19 જાન્યુઆરી 2026: જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ-તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી પાણીની ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થતા ત્રણ શ્રમિકોને ઈજાઓ થઈ હતી. પાણીની નવી બનાવેલી ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન ટાંકી તૂટી પડતા 9 લાખ લિટર પાણી વહી જતાં ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ બનાવની વિગત એવી છે […]

અમદાવાદના શીલજ રોડ પર નશામાં ધૂત કારચાલકે 9 વાહનોને અડફેટે લીધા

અમદાવાદ,19 જાન્યુઆરી 2026: શહેરમાં રાતના સમયે નશો કરેલી હાલતમાં વાહનો પૂરઝડપે ચલાવીને અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શીલજ રોડ પર બન્યો છે. શહેરના શીલજ-રાંચરડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે પૂરઝડપે એક બાદ એક 9 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કારચાલક નિતિન શાહે દારૂના […]

અમદાવાદના નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો

અમદાવાદ,19 જાન્યુઆરી 2026: શહેરના સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરબજારમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો […]

અમદાવાદમાં SG હાઈવે પર AMTS બસમાં લાગી આગ, પ્રવાસીઓનો બચાવ

અમદાવાદ,19 જાન્યુઆરી 2026: શહેરના એસજી હાઇવે પર સોલા ભાગવત ચાર રસ્તા નજીક આજે AMTS બસમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. AMTS બસના ચાલકે એન્જિનમાં ઘૂમાડો નીકળતા જોતા જ બસા રોડ સાઈડમાં પાર્ક કરીને પ્રવાસીઓને તાત્કાલિક ઉતરી જવાનું કહ્યું હતું. અને પ્રવાસીઓ પાછળના દરવાજેથી ઉતરી જતા જાનહાની ટળી હતી. AMTS બસમાં આગ લાગ્યાની જાણ ફાયર […]

પ્રાકૃતિક ખેતી જ ભાવી પેઢીના સ્વસ્થ ભવિષ્યની સાચી દિશા છે: રાજ્યપાલ

ગોબર આધારિત સ્વચ્છ ઊર્જાને નવી દિશા આપતો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરાયો   પાલનપુર, 19 જાન્યુઆરી 2026: બનાસકાંઠાના વિકાસમાં એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાતાં વડગામ તાલુકાના ભૂખલા ખાતે બનાસ ડેરી દ્વારા  સ્થપાયેલ બનાસ બાયો-સીએનજી- બનાસ મોડેલ પ્લાન્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લઈને વેસ્ટેજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code