1. Home
  2. Tag "Porbandar"

CM ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની મુલાકાત લઈને ભારે વરસાદ બાદ સ્થિતિની સમીક્ષા કરી આપ્યા આદેશ

પોરબંદર: જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા હતા. તેમજ વાડી-ખેતરોમાં વાવણી કરેલા પાક પણ ધોવાય ગયો હતો, કેટલાક વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુંસી જતાં ઘર-વખરીને પણ નુકસાન થયું હતું. આથી સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ પોરબંદર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા […]

પોરબંદરમાં 22 કલાકમાં 18 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, અનેક વિસ્તારો બન્યા જળબંબોળ

અમદાવાદઃ ગુજરાતમાં આજે શુક્રવારે બપોર સુધીમાં 72 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 22 કલાકમાં પોરબંદરમાં 18 ઈંચ અને જુનાગઢના વંથલીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. પોરબંદર સહિત ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે આખોયે વિસ્તાર જળબંબોળ બની ગયો છે. જ્યારે માણાવદર અને કેશોદના […]

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યના ચાર જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કામ વિના બહાર નહીં નીકળવા માટે લોકોને તાકીદ કરી  છે. દેશના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર […]

પોરબંદર નજીક દરિયામાંથી ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાકારોને તોડી પાડવા અને આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને દરિયામાંથી 90 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને […]

પોરબંદરથી 40 કિમી દૂર દરિયામાં ફસાયેલા 5 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવ્યા

અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરથી 40 કિમી દૂર દરિયાની મધ્યમાં ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ICG જહાજ C-16 એ પ્રેમસાગર જહાજના તમામ પાંચ ક્રૂને બચાવ્યા અને તેમને તબીબી સહાય પૂરી પાડી. આ પછી તેઓને પોરબંદર લાવીને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે  ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ફોર્સે […]

પોરબંદરમાં કિર્તિ મંદિર અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધી જ્યિંતિની ઉજવણી

અમદાવાદઃ રાજ્યભરમાં આજે ગાંધી જ્યંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે કિર્તિ મંદિરમાં બાપુને શ્રદ્ધા સુમન અપર્ણ કરી હતી. જ્યારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ સવારે પ્રાર્થના સભા યોજાઈ હતી. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે સવારે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. […]

પોરબંદરના દરિયા કિનારે રેતીમાંથી અદભૂત શિલ્પ કંડાર્યા છે, કલાકાર નથુ ગરચરે… રેત શિલ્પોનું દસ્તાવેજીકરણ કરી કાયમ જીવંત રાખ્યા કલાસાધક રમણીક ઝાપડિયાએ..

રેત શિલ્પની અનોખી દેહાકૃતિ ગુજરાતી પ્રજા સુધી પહોંચાડવાના શુભાશયથી રેત શિલ્પની વિવિધાને દ્રશ્યાત્મક રીતે પ્રદર્શિત કરતા આ ગ્રંથનું દસ્તાવેજીકરણ આપણી નજર સામે શિલ્પ ચિત્રો જીવંત કરે છે… નથુ ગરચર એટલે ઓલિયો કલાકાર. કલામાં મસ્ત આરાધક. રોજ દરિયા કિનારે જાય. નોખાનિરાળા વિષયને પસંદ કરી રેત શિલ્પ બનાવે. સિદ્ધહસ્ત શિલ્પી એટલે તુરંત જ રેતીમાં ચેતન આરોપિત કરી […]

પોરબંદરનો ફોદાળા અને ખંભાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયાં સાબદા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલમાં અનેક જળાશયો છલકાયાં છે. દરમિયાન પોરબંદરના બે ડેમ ઓવરફ્લો થતા સાવચેતીના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. દરમિયાન આજે મેઘરાજાએ વિરામ લેતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને પોરબંદર શહેરમાં પીવાનું પાણી પૂરું પડતા ફોદાળા અને ખંભાળા બંને ડેમ […]

બિપરજોય વાવાઝોડું પોરબંદરથી દરિયામાં 290 કિમી દૂર, જખૌથી ભારે પવન સાથે પસાર થશે

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપોરજોય વાવાઝાડાનું સંકટ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પ્રતિ કલાક 10 કિમીની ઝડપે ગુજરાત તરફ ગળ વધી રહ્યું છે અને હાલ પોરબંદરથી લગભગ 290 કિમી દૂર છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે ટકરાવવાની શકયતા છે. જેના પરિણામે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. તેમજ […]

વાવાઝોડાનું સંકટઃ પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી

અમદાવાદઃ ગુજરાત ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વહન ફુંકાઈ રહ્યો છે તેમજ બિપરજોયની અસરના પગલે દરિયામાં ઉંચા મોજા ઉછડી રહ્યાં છે. દરમિયાન પોરબંદરમાં દરિયા કાંઠે આવેલા મંદિરની દિવસ ધરાશાયી થઈ હતી. આ ઉપરાંત દ્વારકામાં વોક-વે પાસે શેડને પણ નુકશાન થયું છે. વાવાઝોડાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code