મહાત્મા ગાંધીજીએ દુનિયાને સત્ય -અહિંસાનો રાહ ચીંધ્યો છે, તે કાયમ પ્રેરણાસ્ત્રોત રહેશેઃ મુખ્યમંત્રી
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાસુમન અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રીએ ગાંધીજીના જીવન કવનને યાદ કરતાં જણાવ્યું હતું કે પૂજય બાપુએ દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચીંધ્યો છે. મહાત્મા ગાંધીજી સમગ્ર દુનિયા માટે પ્રેરણાસ્રોત રહ્યા છે અને યુગો સુધી […]