પોરબંદર નજીક બરડા ડુંગરનું વાતાવરણ વનરાજોને ફાવી ગયું, સિંહોના વસવાટ વધારવાનો નિર્ણય
પોરબંદરઃ ગીરના જંગલમાં વનરાજોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે શિકારની શોધમાં સિહો રેવન્યુ વિસ્તારમાં ઘસી આવતા હોય છે. જંગલમાં સિંહોએ પણ પોતાનો વિસ્તાર નક્કી કરેલો હોય છે. અને પોતાના વિસ્તારમાં અન્ય સિંહોને પ્રવેશવા દેતા નથી. ઘણીવાર સિંહો વચ્ચે ઈનફાઈટના બનાવો પણ બનતા હોય છે. સિહોની વસતી વધતી જતી હોવાથી સિંહો માટે પોરબંદર નજીક […]


